Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Gujarat માં BJP ના રાજમાં ખેડૂતોની સંખ્યા ઘટી, ખેત મજૂરો વધ્યાં : ભરતસિંહ સોલંકી

Gujarat માં છેલ્લા દશ વર્ષમાં ૩.૫ લાખ ખેડૂતો ઘટ્યા છે અને ૩૬ લાખ ખેતમજુર વધ્યાં છે. ખેતીની જમીનના ઘટાડો થયો છે. ભાજપના શાસનમાં નવેમ્બર ૨૦૧૫ બાદ અકસ્માતે મૃત્યુ પામતાં ખેડૂતને ૧ લાખને બદલે ૪ લાખનું વળતર આપવાની યોજના કાગળ પર છે.જેનો અમલ ક્યારે થશે તે ખુદ સરકારને પણ ખબર નથી. તેમ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું. Gujarat માં BJP ના મુખ્યમંત્રી વિજય રૂપાણી વેપારી એટલે એમને તો ગુજરાતના ખેડૂતોની દુર્દશાનો ખ્યાલ ન હોય પરંતુ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ તો ખેડૂત પુત્ર છે તેમ છતા ગુજરાતના ખેડૂતોની દયનીય હાલતનો ખ્યાલ નથી તે દુઃખ દ બાબત છે. નિતિન પટેલ કહે છે કે ખેડૂતો દેવાદાર નથી તો ૨૪૦૦૦ કરોડની લોન ગુજરાતના ખેડૂતોને કેમ લેવી પડી? ભાજપ સરકાર હંમેશા ખેડૂત વિરોધી રહી છે, એટલે જ છેલ્લા ૨૦ વર્ષમાં ખેડૂતોનો કોઈ જ મોટી રાહત આપી નથી.ભાજપ સરકારની અણઘડ નીતીઓને કારણે ખાતર, બિયારણ, જંતુનાશક દવા સહિત ખેત ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. ખેત ઉત્પાદનના ભાવોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને ઉપરથી ભાજપના સત્તાધીશો ઊંચો વેરો લૂંટે છે. તેવા સંજોગોમાં ખેડૂતોને પોતાનું કુંટુંબનું આર્થિક ભરણપોષણ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ અંગે જણાવતા ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો નવસર્જન ગુજરાતમાં ખેડૂતોના તમામ દેવા માફ કરી દેવામાં આવશે. આ પૂર્વે પણ કેન્દ્રની કોંગ્રેસ સરકારે દેશના ખેડૂતોના ૭૨,૦૦૦ કરોડના દેવાને માફ કરીને ખેડૂતોને રાહત આપી હતી. આ ઉપરાંત ગુજરાતમાં ખેડૂતે સહકારી મંડળીની લોન ભરવા માટે ધીરધાર પાસેથી ઉચા વ્યાજે લોન લેવી પડે છે. યુપીએ સરકાર વખતે કપાસના સૌથી હાઈએસ્ટ ભાવ પ્રતિ ૨૦ કિલોએ રૂપિયા ૧૪૫૦ હતા. જે આજે ઘટીને ફક્ત રૂપિયા ૮૪૦ થઈ ગયા છે. તેમ છતાં વડાપ્રધાન આગામી વર્ષોમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કરી રહ્યાં છે. ભાજપ સરકારે કપાસ અને રૂ ના વેચાણ પર વેટ વસુલીને ૨૦૧૫ કરોડનો વેટ વસુલ્યો છે. ભાજપ સરકાર ખેડૂતોને પાક્ના પોષણક્ષમ ભાવ આપી શકતી નથી. ગુજરાતમાં વીજ જોડાણની ૮૫ ટકા અરજી પેન્ડીગ છે. ગુજરાતમાં ખેડૂતોને અપાતી વીજળીના ૨૭ ટકાનો ઘટાડો થયો છે.

The post Gujarat માં BJP ના રાજમાં ખેડૂતોની સંખ્યા ઘટી, ખેત મજૂરો વધ્યાં : ભરતસિંહ સોલંકી appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Gujarat માં BJP ના રાજમાં ખેડૂતોની સંખ્યા ઘટી, ખેત મજૂરો વધ્યાં : ભરતસિંહ સોલંકી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×