Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ચોકલેટ પાણીપૂરીની સાથે ટ્રાય કરો ડિફરન્ટ ફ્લેવર્સના પાણી

પાણીપૂરી નો મસાલો

પાણીપૂરી નો મસાલો બનાવવા માટેની સામગ્રી : ૬૦૦ ગ્રામ બટાકા ૨૦૦ ગ્રામ ચણા ખજૂરની ચટણી લીલા મસાલા માટેની સામગ્રી : નાનો ટુકડો આદુ ૩ થી ૪ લીલા મરચા કોથમીર ફુદીનો ૧ ચમચી સંચળનો ભૂકો ૧ લીંબુ મીઠું સ્વાદ પ્રમાણે સૂકા મસાલા માટેની સામગ્રી : તજ ૪ થી ૫ નંગ ૧/૨ ચમચી જીરું ૧ ચમચી ગરમ મસાલો ૧ ચમચી મરચું પાવડર લવિંગ ૮ થી ૧૦ મરી ૮ થી ૧૦ રીત : લીલો મસાલો મિક્સરમાં ક્રશ કરવો અને સૂકો મસાલો ઝીણો વાટવો. હવે ઠંડા પાણીમાં લીલો મસાલો નાખવો અને ૨ થી ૪ કલાક માટે રહેવા દેવો. ત્યારબાદ સૂકો મસાલો જરૂર મુજબ નાખવો. સંચળનો ભૂકો, મીઠું, લીંબુ નાખવા અને પાણી ગાળીને ફ્રીજમાં ઠંડુ કરવા મુકવું. મસાલા માટે બટાકા બાફવા. ચણામાં મીઠું નાખી તેને બાફવા. બટાકા અન ચણા તૈયાર થઈ જાય ત્યારે ચણા-બટાકા ભેગા કરી તેમાં કોરો મસાલો અને મીઠું  નાખવું. ખજૂરની ચટણી બનાવવી. ઝીણી સેવ લાવવી. દહીં મોળું બનાવવું. ઉગાડેલા મગ કે લીલા મગ પણ નાખવા. પૂરીમાં ચણા, બટાકા, ઝીણી સેવ, દહીં અને ચટણી નાખી તેને પાણી સાથે સર્વ કરવું.

પાણીપૂરીની પૂરી

પાનીપૂરીની પૂરી બનાવવા માટેની સામગ્રી : ૧ કપ મેંદો ૧ કપ સોજી મીઠું સ્વાદનુસાર ૧ ચમચી તેલ ચપટી સોડા ૧ કપ પાણી રીત : એક વાસણમાં સોજી, મેંદો, મીઠું, સોડા અને તેલ મિક્સ કરો. ત્યારબાદ તેમાં ધીરે-ધીરે નવશેકું પાણી રેડી લોટ ગૂંથી લો. હવે આ તૈયાર લોટને ૨૫-૩૫ મિનિટ સુધી ઢાંકીને રાખો. ત્યારબાદ લોટને હાથ વડે એકવાર મસળી મુલાયમ કરી લો અને ત્યારબાદ તેને ત્રણ ભાગમાં વહેચી લો. લોટ વધારે કડક ના થવો જોઈએ અને વધારે મુલાયમ પણ નાં થવો જોઈએ. હવે લોટના એકભાગને રોટલીની જેમ વણી લો. ત્યારબાદ કોઈ બોટલના ઢાંકણ લઈ વણેલી રોટલી પર દબાવી ગોલગપ્પા અલગ કરી લો. આ પ્રકારે ગોલગપ્પા વણી લો.  જ્યારે પૂરીઓ તૈયાર થઈ જાય ત્યારે ગેસ પર કઢાઈ ચઢાવી તેલ ગરમ કરી લો. ત્યારબાદ તેમાં પૂરીઓ નાખી તળી લો. ગેસની આંચ ધીમી રાખવી. જ્યારે ગોલગપ્પા તૈયાર થઈ જાય, ત્યારે ૩ કલાક માટે તેને ખુલ્લા વાસણમાં રાખો, જેથી તે કડક થઈ જાય. જો કોઈ ગોલગપ્પા ફૂલે નહિ તો તમે તેનો પાપડી તરીકે ઉપયોગ કરી શકો છો.

 

ચોકલેટ પાણીપૂરી

સામગ્રી : ૧૨ પાણીપૂરીની પૂરી ૧/૨ કપ ડાર્ક ચોકલેટ સમારેલી ૨ ચમચી કલરફૂલ સ્પ્રિંકલસ ૧/૪ કપ સમારેલી અખરોટ ચોકલેટ મિલ્કશેક માટેની સામગ્રી : ૧/૪ કપ ડાર્ક ચોકલેટ સમારેલી ૩/૪ કપ ઠંડુ દૂધ ૨,૧/૨ ચમચી ચોકલેટ આઈસ્ક્રીમ ૧ ચમચી ખાંડ ૨ ચમચી કોકો પાવડર ચોકલેટ મિલ્કશેક બનાવવા માટેની રીત: માઈક્રોવેવ સેફ બાઉલમાં ચોકલેટ અને ૨ ચમચો દૂધ મિક્સ કરો. તેને માઈક્રોવેવમાં ૩૦ સેકન્ડ સુધી ગરમ કરો. બાઉલને માઈક્રોવેવમાંથી બહાર કાઢો. ચોકલેટને બરાબર રીતે હલાવો જેથી ચોકલેટના ગઠ્ઠા ના રહે. ત્યારબાદ ચોકલેટ મિલ્કશેકની બધી સામગ્રી ચોકલેટના બાઉલમાં મિક્સ કરો અને તેમાં બ્લેન્ડર ફેરવો. હવે આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં લઈ એકબાજુ મૂકી રાખો. તૈયાર કરેલ મિલ્કશેકને ૧૨ નાના કાચના ગ્લાસમાં રેડો. ચોકલેટ પૂરી બનાવવા માટેની રીત : માઈક્રોવેવ સેફ બાઉલમાં ચોકલેટ લો અને માઈક્રોવેવમાં ૧ મિનિટ સુધી ગરમ કરો. ત્યાર બાદ તેને બરાબર હલાવી લો જેથી ચોક્લેટના ગઠ્ઠા ના રહે. હવે દરેક પૂરીને મેલ્ટ કરેલી ચોકલેટમાં બોળી લો અને પૂરીને દરેક બાજુ ચોકલેટથી કવર કરી લો. તેને કાંટા ચમચીની મદદથી બહાર કાઢી લો. પૂરી પર કલરફૂલ સ્પ્રિંકલને સ્પ્રેડ કરો અને ફ્રિજમાં તેને ૩૦ મિનિટ સુધી મૂકી રાખો. હવે દરેક પૂરીને વચ્ચેથી તોડો, દરેક પૂરીમાં થોડી અખરોડ મૂકો. પૂરીને સર્વ કરતા પહેલા દરેક પૂરીને મિલ્કશેકવાળા ગ્લાસ પર મૂકો અને તેને તુરંત સર્વ કરો. અખરોટ નાખેલી પૂરીમાં તમે ચોકલેટ મિલ્કશેક એડ કરી કરી શકો છો પરંતુ તેને તુરંત સર્વ કરો.

જીરા પાણી

જીરા પાણી બનાવવા માટેની સામગ્રી : ૧ ચમચી જીરા પાવડર ૧ ચમચી લીલી કોથમીર ક્રશ કરેલ ૧/૪ ચમચી લાલ મરચું પાવડર ૧/૪ ચમચી સંચળ ૧/૪ ચમચી ચાટ મસાલો ૨ ચમચી આમલી મીઠું સ્વાદ પ્રમાણે રીત : એક વાસણમાં ૩ કપ પાણી લઈ તેમાં બધી સામગ્રી મિક્સ કરો. તેને ૩ થી ૪ કલાક માટે ઠંડુ થવા દો.

હિંગ પાણી

હિંગ પાણી બનાવવા માટેની સામગ્રી: ૨ ચમચી આમલી ૧ ચમચી ક્રશ કરેલ કોથમીર ૧/૪ ચમચી હિંગ ૧/૪ ચમચી લાલ મરચું પાવડર ૧/૪ ચમચી સંચળ ૧/૪ ચમચી ચાટ મસાલો મીઠું સ્વાદ પ્રમાણે રીત : એક વાસણમાં ૩ કપ પાણી લઈ તેમાં બધી સામગ્રી મિક્સ કરો. તેને ૩ થી ૪ કલાક માટે ઠંડુ થવા દો.

ફુદીનાનું પાણી

ફુદીનાનું પાણી બનાવવા માટેની સામગ્રી : ૧/૨ કપ ફુદીનાના પત્તાની પેસ્ટ ૪ લીલા મરચાની પેસ્ટ ૧/૨ ચમચી સંચળ ૨ ચમચી લીંબુનો રસ મીઠું સ્વાદ પ્રમાણે રીત : એક વાસણમાં ૩ કપ પાણી લઈ તેમાં બધી સામગ્રી મિક્સ કરો. તેને ૩ થી ૪ કલાક માટે ઠંડુ થવા દો.

છાશ પાણી

છાશ પાણી બનાવવા માટેની સામગ્રી: ૨ ચમચી દહીં ૩ કપ પાણી દહીંમાં પાણી મિક્સ કરી છાશ બનાવી લો. ૨ ચમચી ફુદીના પત્તાની પેસ્ટ ૨ ચમચી કોથમીરની પેસ્ટ રીત : છાશમાં બધી સામગ્રી મિક્સ કરો અને તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી મિક્સ કરો.

હાજમા હજમ પાણી

હાજમા હજમ બનાવવા માટેની સામગ્રી : ૧/૨ કપ ખજૂર અને આમલીની ચટણી ૧/૪ ચમચી સંચળ ૧/૪ ચમચી લાલ મરચું પાવડર ૧/૪ શેકેલ જીરું પાવડર ૧/૪ ચમચી હિંગ મીઠું સ્વાદ પ્રમાણે રીત : એક વાસણમાં ૩ કપ પાણી લઈ તેમાં બધી સામગ્રી મિક્સ કરો. તેને ૩ થી ૪ કલાક માટે ઠંડુ થવા દો.

ખજૂર અને આમલીની ચટણી

ખજૂર અને આમલીની ચટણી બનાવવા માટેની સમાગ્રી : ૨ કપ ખજૂર ૧ કપ ગોળ ૧/૪ આમલી ૧ ચમચી લાલ મરચું પાવડર ચપટી હિંગ ૧/૪ ચમચી સંચળ ૧/૪ ચમચી કોથમીરબી પેસ્ટ ૧/૪ ચમચી જીરું પાવડર મીઠું સ્વાદ પ્રમાણે રીત : આમલીની ચટણી બનાવી લો. ત્યારબાદ એક વાસણમાં ૩ કપ પાણી લઈ તેમાં બધી સામગ્રી મિક્સ કરો. તેને ૩ થી ૪ કલાક માટે ઠંડુ થવા દો.

 

   

The post ચોકલેટ પાણીપૂરીની સાથે ટ્રાય કરો ડિફરન્ટ ફ્લેવર્સના પાણી appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ચોકલેટ પાણીપૂરીની સાથે ટ્રાય કરો ડિફરન્ટ ફ્લેવર્સના પાણી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×