Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Sony Xperia XZ ની કિંમતમાં થયો 10,000 રૂપિયાનો ભારે ઘટાડો

Sony Xperia XZ ની કિંમતમાં 10,000 રૂપિયાનો ઘટાડો

જાપાનની મશહૂર કંપની સોનીનો ફ્લેગશિપ સ્માર્ટફોન Sony Xperia XZ પર ભારે ઘટાડા સાથે મળી રહ્યો છે. કંપનીએ તેની કિંમતમાં ૧૦,૦૦૦ રૂપિયાનો ઘટડો કર્યો છે. સોનીનો આ સ્માર્ટફોન ગયા વર્ષે સપ્ટેબરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. જેની શરૂઆતી કિંમત ૫૧,૯૯૦ રૂપિયા રાખવામાં આવી હતી. જેન ત્યાર બાદ ઘટાડીને ૪૯,૯૦૦ રૂપિયા કરવામ આવી હતી. હવે કંપની ૧૦,૦૦૦ રૂપિયાનો ભારે ઘટાડો કરતા ૩૯,૯૯૦ રૂપિયામાં વેચાઈ રહ્યો છે. આ સ્માર્ટફોન ઈ-કોમર્સ વેબસાઈટ અમેઝોન પર થી પણ ખરીદી શકો છો.

સોની એક્સપીરિયા XZ ની કિંમતમાં 10,000 રૂપિયાનો ઘટાડો

વોટર રેસિસ્ટન્સ એક્સપીરિયા XZ માં શ્રેષ્ઠ કેમરો આપવામાં આવ્યો છે. તેનો રીયર કેમરો ૨૩ મેગાપિક્સેલનો છે. જો ટ્રિપલ સેન્સિંગ ટેકનીક સાથે આવે છે. જેની મદદથી ત્રણ ગણી ક્લીયર પિક્ચર ક્લિક થશે. તેનો ફ્રન્ટ કેમરો વાઈડ એન્ગલ લેન્સ સાથે ૧૩ મેગાપિક્સેલ ક્ષમતાવાળો છે.

સોની એક્સપીરિયા XZ ની કિંમતમાં 10,000 રૂપિયાનો ઘટાડો

કંપનીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, 'એક્સપીરિયા XZ દુનિયાનો પહેલો સ્માર્ટફોન છે, જેમાં 5-એક્સિસ વિડીયો સ્ટેબ્લાઈઝેશન ટેકનીકનો ઉપયોગ કર્યો છે, જેથી શ્રેષ્ઠ વિડીયો અને ફોટોઝ લઇ શકાય છે. આ ટેકનીક ફોનના આગળ અને પાછળનાં બંને કેમરામાં આપવામાં આવ્યા છે. '

સોની એક્સપીરિયા XZ ની કિંમતમાં 10,000 રૂપિયાનો ઘટાડો

એક્સપીરિયા XZ લૂપ સર્ફેસ ડિઝાઈનમાં છે, જેની સ્ક્રીન 5.૨ ઇંચ ફૂલ એચડી ડિસ્પ્લે ગોરિલ્લા ગ્લાસ સાથે આવે છે. તેની બોડી મેટલથી બનેલી છે. તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.

સોની એક્સપીરિયા XZ ની કિંમતમાં 10,000 રૂપિયાનો ઘટાડો

તેમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન ૮૨૦ નો ૨.૧૫ GHz ૬૪ બીટ પ્રોસેસર, ૬૪ GB ઇન્ટરનલ મેમરી અને ૩ GB રેમ આપવામાં આવ્યું છે. તેની બેટરીની ક્ષમતા ૨,૯૦૦ mAh છે. આ ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે, કનેક્ટીવીટીની વાત કરીએ તો 4G, VoLTE, વીઆઈએલટીઈ, VoWifi, વાઈફાઈ, જીપીએસ, બ્લૂટૂથ અને NFC કનેક્ટીવીટીથી સજ્જ છે.

The post Sony Xperia XZ ની કિંમતમાં થયો 10,000 રૂપિયાનો ભારે ઘટાડો appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Sony Xperia XZ ની કિંમતમાં થયો 10,000 રૂપિયાનો ભારે ઘટાડો

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×