Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

કુપવાડા Encounter માં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકી માર્યા ગયા

ઉત્તરી કાશ્મીરમાં એલઓસીની નજીક હયહામા, જુગતીયાલ (કુપવાડા)માં બુધવારે થયેલા એક Encounter માં લશ્કર-એ-તૈયબા ત્રણ આતંકી માર્યા ગયા છે જયારે એક પોલીસ કર્મી પણ ઘાયલ થયા છે. આ દરમિયાન ક્રોસ ફાયરિંગની ચપેટમાં આવી જતા એક છ વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું અને તેનો ભાઈ ઘાયલ થયો છે. લગભગ નવ કલાક સુધી ચાલેલા Encounter માં એક મકાન પણ તબાહ થઈ ગયું છે. આ એનકાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓ પાકિસ્તાની મૂળના દર્શાવવામાં આવી રહ્યા છે. તેમની પાસેથી ભારે માત્રામાં હથિયાર અને ગોલાબારૂદ પણ મળી આવ્યા છે. કુપવાડાના એસએસપી શમશેર હુસૈને જણાવ્યું હતું કે સવારે સૂરજ ઉગતાની પહેલા જ સેનાની 41 આરઆર અને સીઆરપીએફની 198મી વાહિનીના જવાનો અને રાજ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)ની સાથે કલારુસ ક્ષેત્રમાં એક તલાશી અભિયાન શરુ કર્યું હતું. આ વિસ્તાર એલઓસીની સાથે જોડાયેલો છે. સુરક્ષાબળોને સ્થાનિક લોકોએ બેથી ત્રણ આતંકીઓ હયહામા ગામની આસપાસ છુપાયેલા હોવાની માહિતી આપી હતી. આ માહિતીના આધારે આ વિસ્તારની તલાશી લેતા જવાનો આગળ વધી રહ્યા હતા ત્યારે એક જગ્યાએ છુપાયેલા આતંકીઓએ પહેલા ગ્રેનેડ ફેંક્યો હતો, ત્યાર પછી ઓટોમેટિક હથિયારોથી ફાયરિંગ શરુ કરી દીધું હતું. જેથી સુરક્ષાબળોએ પણ જવાબમાં ફાયરિંગ શરુ કર્યું હતું અને ત્યાં મુઠભેડ શરુ થઈ ગઈ હતી. પહેલો આતંકી સવારે આશરે સવા આઠ વાગે માર્યો ગયો હતો. આ દરમિયાન એક પોલીસ કર્મચારી દાનિશ અહમદ મીર પણ ઘાયલ થયા હતા. બીજો આતંકી સાડા દસ અને ત્રીજો આતંકી બપોરે એક વાગે માર્યા ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે આ Encounter દરમિયાન ક્રોસ ફાયરીંગમાં એક છ વર્ષીય બાળકી કનીજા અને તેનો ભાઈ ઘાયલ થયા હતા. તેમનું ઘર મુઠભેડ સ્થળથી આશરે ૧૦૦ મીટર દૂર હતું. બંનેને તુરંત હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં કાનીજાનું મોત નીપજ્યું હતું. જયારે માર્યા ગયેલા આતંકીઓના શબ અને તેમના હથિયાર પોલીસે પોતાના કબજામાં લીધા છે. આ મુઠભેડ બપોરે બે વાગ્યા સુધીમાં સમાપ્ત થઈ ગઈ હતી. પરંતુ આસપાસના વિસ્તારોમાં અન્ય આતંકીઓ છુપાયેલા હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને તલાશી અભિયાન ચાલુ રાખવામાં આવ્યું છે.

The post કુપવાડા Encounter માં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકી માર્યા ગયા appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

કુપવાડા Encounter માં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકી માર્યા ગયા

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×