Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

જાણો…કઈ રીતે આઈફોન કરતા પણ વધારે સિક્યોર છે Android Smartphone

આઈફોન કરતા પણ વધારે સિક્યોર છે Android Smartphone

એક સમાન્ય ધારણા છે Android Smartphone એપલ iOS એટલે કે આઈફોનની સરખામણીએ ઓછા સિક્યોર હોય છે. જોકે, આ માત્ર ધારણા જ નહી પરંતુ કેટલીક વખત જોવા મળ્યું છે કે, જેનાથી આ સ્પષ્ટ થયું છે કે, સિક્યોરીટીનાં દ્રષ્ટિકોણથી એન્ડ્રોઈડ નબળા છે. પરંતુ એન્ડ્રોઈડનાં સિક્યોરીટી ડાયરેક્ટર એડ્રાયન લ્યૂડવિંગે દાવો કર્યો છે કે એન્ડ્રોઈડ પણ આઈફોન જેટલો સિક્યોર છે, જાહેર છે કે, પોતાના પ્રોડક્ટની ખરાબી કોઈ દર્શાવતું નથી, પરંતુ જ્યારે ગૂગલે આવા દાવા કર્યા છે તો જાણવું છે કે, આખરે તેની પાછળ શું કારણ છે.

આઈફોન કરતા પણ વધારે સિક્યોર છે એન્ડ્રોઈડ સ્માર્ટફોન

મેનહેટનનાં એક સિક્યોરીટી કોન્ફરેન્સમાં તેઓએ કહ્યું છે કે, હાલમાં જ લોન્ચ થયેલ Google Pixel અને Pixel XL સિક્યોરીટીનાં દ્રષ્ટિકોણથી iPhone નાં સમાન છે. તેઓએ કહ્યું છે કે લાંબા સમય માટે એન્ડ્રોઈડની ઓપન ઇકો સિસ્ટમ ઘણા જ શ્રેષ્ઠ પ્લેસ સાબિત થશે. આ સિવાય તેઓએ તે પણ કહ્યું કે આવનાર દિવસોમાં એન્ડ્રોઈડ વધારે સિક્યોર થશે.

આઈફોન કરતા પણ વધારે સિક્યોર છે એન્ડ્રોઈડ સ્માર્ટફોન

એન્ડ્રોઈડનાં સિક્યોરીટી ડાયરેક્ટરે એન્ડ્રોઈડનાં બિલ્ટ ઈન સિક્યોરીટી સોફ્ટવેર સેફ્ટી નેટ વિશે જણાવ્યું જે એક દિવસમાં ૪૦૦ મિલિયન ડિવાઈસ અને ૬ બિલિયન એપને સ્કેન કરવા માટે સક્ષમ છે. આ સોફ્ટવેરનું કામ ડિવાઈસ માલવેરથી ઈફેક્ટેડ છે કે નહી તે ચેક કરવાનું. તેઓએ એક ગ્રાફ જણાવતા કહ્યું કે દુનિયામાં માત્ર ૧ ટકા એન્ડ્રોઈડ ડિવાઈસ જ ખતરનાક એપ્લિકેશન એટલે કે PHa થી ઈફેક્ટેડ છે.

આઈફોન કરતા પણ વધારે સિક્યોર છે એન્ડ્રોઈડ સ્માર્ટફોન

આ કોન્ફરેન્સ દરમિયાન ગયા વર્ષના પોપ્યુલર બગ સ્ટેજફ્રાઈટ માલવેર વિશે વાત કરી છે. લ્યૂડવિંગે કહ્યું ભલી જ આ માલવેરથી લોકો જોખમમાં છે, પરંતુ અત્યાર સુધી આ માલવેરથી કોઈ પણ ડિવાઈસ હેક નથી થયું. જોકે, તેઓનું માનવું છે કે એન્ડ્રોઈડ યૂઝ કરનાર મોબાઈલ નેટવર્ક કેરિયર અને ફોન માર્કેટને તેના સોફ્ટવેર અને સિક્યોરીટી પેચ આપવમાં ઉતાવળ કરવાની જરૂર છે.

આઈફોન કરતા પણ વધારે સિક્યોર છે એન્ડ્રોઈડ સ્માર્ટફોન

નોંધનીય છે કે, એન્ડ્રોઈડ યુઝરની સુરક્ષામાં જોખમ લાગવાનાં કારણોમાંથી એક કારણ છે કે જુના સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ નું નવું અપડેટ નથી મળતું. જ્યારે એપલ સાથે એવું નથી થયું. કંપની પોતાના બધા આઈફોનમાં નવી iOSનું અપડેટ આપે છે.

The post જાણો…કઈ રીતે આઈફોન કરતા પણ વધારે સિક્યોર છે Android Smartphone appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

જાણો…કઈ રીતે આઈફોન કરતા પણ વધારે સિક્યોર છે Android Smartphone

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×