Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

જુઓ… દુનિયાની સૌથી અનોખી બરફની હોટલ

Dubai’s First Ice Lounge

દુનિયામાં એક રેસ્ટોરન્ટ એવું પણ છે જ્યાં ટેબલ, ખુરશીથી લઇને ખાવાની ડીશ પણ બરફની બનેલી છે. જ્યાં ચોતરફ બરફ જ છવાયેલો હોય છે. આ બરફની હોટલ ચિલ આઉટ માઇનસ ૬ આઇસ લાઉઝ નામથી ઓળખવામાં આવે છે.

Dubai’s First Ice Lounge

સંયુક્ત અરબ અમીરાતના સુંદર શહેર દુબઇમાં સ્થિત આ હોટલ ખૂબ જ અનોખી છે. ચિલ આઉટ માઇનસ ૬ આઇસ લાઉઝ શ્રોફ ગ્રુપે ૨૦૦૭માં બનાવી હતી. ૨૦૧૪ના વર્ષમાં આ હોટલમાં થોડો સુધારો કરવામાં આવ્યો હતો. આ હોટલ રંગીન બનાવવા માટે ખાસ પ્રકારની વિવિધતા ધરાવતી રંગબેરંગીથી લાઇટિંગ કરવામાં આવે છે.

Dubai’s First Ice Lounge

અહીં દુબઇના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમનનું એક આઇસ પોટ્રેટ બનાવવામાં આવ્યું છે. ૨૪૦૦ વર્ગફૂટમાં બનેલા આ ક્ષેત્રને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે.

Dubai’s First Ice Lounge

પ્રથમ વિભાગમાં લાંબી અને લાઉઝ એરિયા, બીજો વિભાગ બફર ઝોન અને ત્રીજો વિભાગ ડાઇનિંગ એરિયા, હોટલમાં આવનરા વ્યક્તિને થર્મલ ગિયર આપવામાં આવે છે જેમાં એક ભારે જેકેટ, ઉનના કપડાં અને ચંપલની એક જોડ હોય છે.

Dubai’s First Ice Lounge

આ કપડાં પહેર્યા પછી વ્યક્તિને માઇનસ ૬ ડિગ્રી તાપમાને ઠંડી લાગતી નથી. હોટલમાં આવનાર વ્યક્તિને શરૂઆતની બે-ત્રણ મિનિટ ઠંડીનો અનુભવ થાય છે જેનાથી તેમનું શરીર હોટલની ઠંડી સહન કરી શકે છે. બફર ઝોનનું તાપમાન પ ડિગ્રી હોય છે.

Dubai’s First Ice Lounge

અહીંયા થોડી ક્ષણ પસાર કર્યા પછી વ્યક્તિનું શરીર ડાઇનિંગ એરિયાના ઓછા તાપમાનને સહન કરવાની શક્તિ પ્રદાન કરે છે. આ હોટલમાં ખાસ કરીને બાળકોની પાર્ટીનું આયોજન કરવામાં આવે છે.

Dubai’s First Ice Lounge

આ સિવાય બાળકોને ચા, કોફી અને હોટ ચોકલેટ ફ્રી આપવામાં આવે છે. હોટલમાં સેન્ડવીચ, સુપ, કોલ્ડ કટ્સ, પનીર, જ્યુસ, આઇસ્ક્રીમ અને મોકટેલ્સ પણ સર્વ કરવામાં આવે છે.

Dubai’s First Ice Lounge

અહીંયા એક સાથે ૪૦ મહેમાન ભોજન કરવા માટે બેસી શકે છે. કપલને બેસવા માટેની વ્યવસ્થા અલગથી કરવામાં આવી છે. અહીંયા ૪ વર્ષ સુધીના બાળકોની એન્ટ્રી ફ્રી છે. પ વર્ષથી મોટા બાળકો અને તેના કરતાં વધારે ઉંમરના વ્યક્તિઓને એન્ટ્રી ટિકિટ લેવાની હોય છે.

Dubai’s First Ice Lounge

આ હોટલમાં એક વર્ષ કરતાં નાના બાળકને લાવવાની મનાઇ નથી. પરંતુ બાળકનું શરીર આટલું ઓછું તાપમાન સહન કરી ના શકે. આ હોટલ શનિવારથી બુધવાર સુધી સવારના ૧૦થી રાતના ૧૦ સુધી ખુલ્લી રહે છે. અન્ય દિવસોમાં રાતના ૧૨ વાગ્યા સુધી ખુલ્લી રહે છે. આગળ જુઓ વધુ ફોટા....

Dubai’s First Ice Lounge

Dubai’s First Ice Lounge

Dubai’s First Ice Lounge

Dubai’s First Ice Lounge

Dubai’s First Ice Lounge

Dubai’s First Ice Lounge

Dubai’s First Ice Lounge

Dubai’s First Ice Lounge

The post જુઓ… દુનિયાની સૌથી અનોખી બરફની હોટલ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

જુઓ… દુનિયાની સૌથી અનોખી બરફની હોટલ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×