Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Women’s Day Special : આ છે મહિલાઓના સાહસ, સંઘર્ષ અને દેશભક્તિની મિસાલ….

ઈતિહાસ ગવાહ છે, Women એ સમયે સમયે પોતની બહાદુરી અને સાહસનો ઉપયોગ કર્યો છે અને પુરુષો સાથે કદમથી કદમ મિલાવીને ચાલી છે, પરંતુ આ મહિલાઓને યાદ કરીએ જેમણે ભારતને આઝાદી અપાવવા માટે પોતાનું અનેરું યોગદાન આપ્યું હતું.

 વિજયલક્ષ્મી પંડિત

This is , Women Adventure ,Struggle and nationalist Misal એક સપન્ન, કુલીન કુંટુબ સાથે સંબંધ રાખનાર અને જવાહરલાલ નહેરુની બહેન વિજયાલક્ષ્મી પંડિત પણ આઝાદીની લડતમાં સામેલ હતા. આઝાદીની ચળવળમાં ભાગ લેવા માટે તેમને જેલમાં બંધ કરવામાં આવ્યા હતું. તે એક શિક્ષિત મહિલા હતા, અને વિદેશોમાં યોજાતા બધા જ સંમેલનોમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભારતના રાજકારણના ઇતિહાસમાં તે પ્રથમ મહિલા મંત્રી હતા. અને સાથે સંયુક્ત રાષ્ટ્રના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ હતા. આ સાથે તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા રાજદૂત હતા. જેમણે મસ્કો, લંડન અને વોશિગ્ટનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

 કમલા નેહરુ

This is , Women Adventure ,Struggle and nationalist Misal કમલા નેહરુ આમ તો શાંત સ્વભાવની મહિલા હતી, પરંતુ જરૂર પડે ત્યારે તે લોખંડી સ્ત્રી સાબિત થઇ ચુકી છે. જે સમય આવે ત્યારે અંગ્રેજોનો સામનો કરે છે, ભૂખ હડતાલ કરે છે અને જેલની ખડકાળ જમીનમાં સુવે છે. નેહરુની સાથે સાથે કમલા નેહરુ અને ત્યારબાદ ઇન્દિરા ગાંધી પણ દેશની આઝાદીમાં સર્વોપરી હતા.

 સરોજીની નાયડુ

This is , Women Adventure ,Struggle and nationalist Misal ભારતની કોકિલા સરોજીની નાયડુ માત્ર સ્વતંત્ર સંગ્રામ સેનાની જ નહી, પરંતુ બહુ સારા એવા કવિયત્રી પણ હતા. ગોપાલ કૃષ્ણ ગોખલે સાથેની એક ઐતિહાસિક મુલાકાતે તેમના જીવનની દિશા બદલી નાખી હતી. દક્ષિણ આફ્રિકાથી હિન્દુસ્તાન આવ્યા બાદ ગાંધીજી પર પણ ગોખલેનો બહું સારો એવો પ્રભાવ પડ્યો હતો. સરોજીની નાયડુએ ચળવળમાં ભાગ લીધો અને અંગ્રેજોને ભારતમાંથી બહાર કાઢવા માટે ઘણું મોટું યોગદાન આપ્યું હતું.

 કસ્તુરબા

This is , Women Adventure ,Struggle and nationalist Misal કસ્તુરબા અથવા કસ્તુર મોહનદાસ ગાંધી, જેમને પ્રેમથી બધા "બા" કહેતા, તેઓ મહાત્મા ગાંધીના ધર્મપત્ની હતા.  તેમનામાં હિમંત અને સાહસ ભારોભાર જોવા મળતા હતા. ગાંધીજીની આજીવન સંગીની કસ્તુરબાની ઓળખ માત્ર આ જ નથી, પરંતુ આઝાદીની લડાઈમાં તેમણે દરેક કદમ પર પોતાના પતિનો સાથ આપ્યો હતો. અને ઘણી બધી વાર ગાંધીજીએ મનાઈ કરવા છતાં તેઓ જેલ જવા અને સંઘર્ષ કરવાનો નિર્ણય કરતા હતા. તે એક દ્રઢ આત્મ શક્તિ ધરાવનાર મહિલા હતા. તેમને ગાંધીજી પાસેથી પણ પ્રેરણા મળતી હતી. તેમણે લોકોને શિક્ષા, અનુશાસન અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી લડતમાં શિસ્ત શીખવી અને આઝાદીની લડાઈમાં પડદા પાછળ રહીને ખુબ જ વખાણવાલાયક કામ કર્યું છે.

 બેગમ હજરત

This is , Women Adventure ,Struggle and nationalist Misal આઝાદીના સૌથી મહત્વપૂર્ણ કેન્દ્રોમાં અવધ સૌથી વધારે સમય સુધી આઝાદ રહ્યું. તે વચ્ચે બેગમ હજરત મહલે લખનૌવમાં નવું શાસન સાંભળવાની અને વિદ્રોહની કવાયત હાથ ધરી હતી. બેગમ હજરત મહલની હિમ્મત માટે એવું કહેવાય રહ્યું છે કે, તેઓ મટીયાબુર્ઝમાં જંગે આઝાદી દરમિયાન જોવા મળ્યા. વાજીદ અલી શાહને છુપાવવા માટે લાર્ડ કૈનીગની સુરક્ષા માટે પોતાનો જીવ લગાવી દીધો હતો. આ યોજનાનો ભેદ ખુલી ગયો, પરંતુ વાજીદ અલી શાહને આઝાદી અપાવી દીધી હતી. ઐતિહાસિક તારાચંદ્ર લખે છે કે, બેગમ પોતે હાથી પર બેસીને લડાઈના મેદાનમાં લશ્કરી દળની હિમ્મત વધારતા હતા.

 રાની લક્ષ્મીબાઈ

ભારતમાં જયારે પણ મહિલાઓના સશક્તિકરણની વાત આવે છે, તો મહાન વીરાંગના રાની લક્ષ્મીબાઈની ચર્ચા જરૂર થાય છે. રાનીલક્ષ્મીબાઈનું નામ મહાન હોવા સાથે તે એક આદર્શ છે. બધી મહિલાઓ માટે તેને બહાદુર માનવામાં આવે છે. દેશના પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર રાની લક્ષ્મીબાઈના સાહસ, શોર્યના અંગ્રેજોએ પણ વખાણ કર્યા હતા અને તેની વીરતાના કિસ્સાઓને લઈને દંતકથાઓ પણ બની ચુકી છે.

 મેડમ ભીકાજી કામા

This is , Women Adventure ,Struggle and nationalist Misal મૈડમ ભીકાજી કામાએ આઝાદીની લડાઈમાં એક સક્રિય ભૂમિકા નિભાવી હતી. તેમનું નામ ઈતિહાસના પાના પર છે. ૨૪ ડિસેમ્બર ૧૮૬૧એ પારસી પરિવારમાં ભીકાજીનો જન્મ થયો હતો. દ્રઢ વિચારોવાળી ભીકાજીએ ઓગસ્ટ ૧૯૦૭ એ જર્મનીમાં આયોજિત સભામાં દેશનો ધ્વજ ફરકાવ્યો હતો, જેને વીર સાવરકર અને તેમના સાથીઓ સાથે મળીને તૈયાર કર્યો હતો. ભીકાજીએ સ્વાતંત્ર્ય સેનાની આર્થિક મદદ પણ કરી અને જયારે દેશમાં પ્લેગ ફેલાયો તો પોતાના જીવની પરવા કર્યા વગર તેમણે સેવા કરી હતી. સ્વતંત્રાની લડાઈમાં તેમણે આગળ આવીને ભાગ લીધો હતો. તે પછી લંડન ચાલ્યા ગયા અને તેમને ભારત આવવાની મંજુરી આપવામાં નહોતી આવી. 

The post Women’s Day Special : આ છે મહિલાઓના સાહસ, સંઘર્ષ અને દેશભક્તિની મિસાલ…. appeared first on Vishva Gujarat.This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Women’s Day Special : આ છે મહિલાઓના સાહસ, સંઘર્ષ અને દેશભક્તિની મિસાલ….

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×