Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Karti Chidambaram એ આપ્યા નવી પાર્ટી બનાવવાના સંકેત, કોંગ્રેસ પર કર્યો કટાક્ષ

દેશભરમાં કોંગ્રેસની રાજકીય કિસ્મત બદલાવવાની કોઈ શક્યતા નથી દેખાતી, પરંતુ પાર્ટીના ઘણા નેતાઓમાં આ વાતને લઈને ગણગણાટ ઉભો થયો છે. તેવા સમયે ચેન્નાઈમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમના પુત્ર Karti Chidambaram એ કહ્યું છે કે, દેશના રાજકારણમાં નવા પક્ષના ઉદયની શક્યતા રહેલી છે. પરિવારોની સંપત્તિ બની વર્તમાન પાર્ટીઓ Karti Chidambaram નું કહેવું હતું કે, વર્તમાન રાજકીય પાર્ટીઓમાંથી મોટાભાગની પાર્ટીઓ પર પરિવારોનું વર્ચસ્વ થઇ ગયું છે અને તેમના દરવાજા નવી પેઢીના નેતાઓ માટે બંધ છે. તેવો ચેન્નાઈમાં દ્રવિડ શાસનની ૫૦મી વર્ષગાંઠના અવસર પર આયોજિતમાં કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન જેનરેશન - ૬૭ નામના સંગઠને કર્યું હતું. કાર્તી ચિદમ્બરમ આ સંગઠનના સંસ્થાપક છે. નવયુવાન નેતાઓને તક નથી કાર્તી ચિદમ્બરમેં પોતાના ભાષણમાં કહ્યું કે, કોંગ્રેસ સહિત મોટાભાગની પાર્ટીઓ કેટલાક પરિવારોની ખાનગી સંપત્તિ બની ચુકી છે. તેમાં હવે સુધારો શકય નથી. રાજકારણમાં આવનાર નવા લોકો આ પાર્ટીઓ ફીટ નથી થઇ શકતા. કેમ કે તેમણે બીજા નેતાઓની ચાપલુસી કરવી પડે છે. તેમણે પૂછ્યું કે, શું કોઈ પાર્ટીએ ગુગલના સીઈઓ સુંદર પિચાઈ કે આઈઆઈટીના સ્કોલર વિધાર્થીઓને ચૂંટણી લડવાનું આમંત્રણ આપ્યું હતું? નવી પાર્ટી બનાવવાની તૈયારી? કાર્તી ચિદમ્બરમે આ અવસર પર સ્પષ્ટ કર્યું છે કે, જી-૬૭ રાજકીય પાર્ટીઓમાં નહિ બદલાય. જો કે, સાથે એ પણ કહ્યું કે, ભવિષ્ય વિષે કઈ જ કહી ન શકાય. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, જો ડોનાલ્ડ ટ્રમ્પ આટલા ઓછા સમયમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે છે તો તમિલનાડુમાં પણ બધું શક્ય છે. શું કોઈએ વિચાર્યું હતું કે, જયલલિતા આવી રીતે જતા રહેશે અને પનીરસેલ્વમને પાર્ટીમાંથી નીકાળવામાં આવશે? કે પછી શશીકલા જેવી શક્તિશાળી મહિલા જેલની પાછળ હશે? તેથી ગમે તે થઇ શકે છે અને અમે અનુમાન નથી લગાવી શકતા કે જી-૬૭ સંગઠનનું શું થશે.

The post Karti Chidambaram એ આપ્યા નવી પાર્ટી બનાવવાના સંકેત, કોંગ્રેસ પર કર્યો કટાક્ષ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Karti Chidambaram એ આપ્યા નવી પાર્ટી બનાવવાના સંકેત, કોંગ્રેસ પર કર્યો કટાક્ષ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×