Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

દેશની ટેલિકોમ કંપનીઓએ લોન્ચ કર્યા ધમાકેદાર Data Plans, જાણો તમારા માટે છે કયો બેસ્ટ?

ટેલિકોમ કંપનીઓએ લોન્ચ કર્યા ધમાકેદાર ડેટા પ્લાન

જો તમે એક સ્માર્ટફોન યુઝર છો, તો તમારા માટે સૌથી વધારે જરૂરી બની જાય છે ઈન્ટરનેટ ડેટા અને ટોકટાઈમ. ટેલિકોમ કંપનીઓમાં છેડાયેલ જંગ વચ્ચે ગ્રાહકોને સૌથી વધારે ફાયદો થઇ રહ્યો છે. તેમાં કોઈ બે મંતવ્ય નથી કે, મોબાઈલ પર બેલેન્સ અને ટોકટાઈમની ચિંતા કર્યા વગર વોઈસ કોલ તમે કરી શકો છો. આજે અમે તમને જણાવીશું કે, કઈ ટેલિકોમ કંપનીનાં Data Plans થી તમને વધારે ફાયદો થઇ શકે છે.

રિલાયન્સ જીયો

શરૂઆત કરીએ તે ટેલિકોમ કંપનીથી જેના લીધે બજારમાં આ જંગ છેડાઈ છે. રિલાયન્સ જીયોએ પોતાના યુઝરને ૧ GB આપવાની આદત પાડી દીધી છે. જ્યારે હવે તેની ફ્રી ઓફર પૂરી થવા જઈ રહી છે, તો કંપનીએ એક વર્ષ માટે ૯૯ રૂપિયા ચૂકવીને રજીસ્ટ્રેશન કરાવીને પ્રાઈમ મેમ્બરશિપ લેવી પડશે. ત્યાર બાદ ૩૦૩ રૂપિયાનાં રીચાર્જ પર ૧ GB ડેટા પ્રતિદિન મળશે. ૩૦૩ રૂપિયામાં કુલ મેળવીને 28GB ડેટા મળશે. તેના માટે અલગથી તમારે કંઇજ કરવાની જરૂર નથી. તમને જણાવી દઈએ કે, આ રિલાયન્સ જીયોનો આ પ્લાન નિયમ અને શરતો સાથે આવે છે.

આઈડિયા સેલ્યુલર

આઈડિયા સેલ્યુલરે ૩૪૮ રૂપિયાનાં પેકમાં ૨૮ દિવસો માટે તમને દરરોજ 500MB ડેટા અને અનલિમિટેડ કોલ આપવામાં આવશે. આ પ્લાન માત્ર આઈડિયા યૂઝર્સ માટે જ છે. દેખીતી રીતે આ પ્લાનમાં ૨૮ દિવસ માટે યુઝરને માત્ર ૧૪ GB ડેટા મળશે. તે સિવાય દરેક નેટવર્ક પર વોઈસ કોલ ફ્રી આપવામાં આવશે.

વોડાફોન

વોડાફોન પણ ૩૪૨ અથવા ૩૪૬ રૂપિયામાં આ પ્રકારનો પ્લાન ઓફર કરી રહી છે. આ ઓફર કંપનીની 'વેલકમ બેક' ઓફરનો હિસ્સો છે. તે હેઠળ ૩૪૬ રૂપિયામાં 10 GB ડેટા અને ૩૦૦ મિનીટ સુધી ફ્રી વોઈસ કોલ મળશે. એક બીજા ૩૪૨ રૂપિયાવાળા પ્લાન હેઠળ ૧ GB પ્રતિદિન 4G ડેટા સાથે ૨૮ GB ડેટા મળશે. આ પ્લાનને લેનાર યુઝર આગામી ૧૧ મહિના સુધી આ જ પ્લાનને રીચાર્જ કરાવી શકશે.

એરટેલ

એરટેલ પણ આ જંગમાં સામેલ થઇ ગઈ છે. ૩૪૫ રૂપિયાના આ પ્લાનમાં કંપની ૧ GB ડેટા સાથે ફ્રી લોકલ અને એસટીડી કોલની ઓફર આપી રહી છે. પરંતુ આ ૧ GB ડેટાનો ઉપયોગ કરવા માટે એક શરત છે. કંપનીએ ૫૦૦ MB ડેટા દિવસે અને ૫૦૦ MB ડેટા રાત્રે ઉપયોગ કરવાની ઓફર આપી છે. આ રીચાર્જ ૩૧ માર્ચ સુધી, આ નવા પ્લાન લેનાર ગ્રાહકો માટે છે. વોડાફોનની જેમ જ આગામી ૧૧ મહિના સુધી આ રીચાર્જ પેકનો ફાયદો લઇ શકશો.

The post દેશની ટેલિકોમ કંપનીઓએ લોન્ચ કર્યા ધમાકેદાર Data Plans, જાણો તમારા માટે છે કયો બેસ્ટ? appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

દેશની ટેલિકોમ કંપનીઓએ લોન્ચ કર્યા ધમાકેદાર Data Plans, જાણો તમારા માટે છે કયો બેસ્ટ?

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×