Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આ છે મોદી – શાહની દમદાર ‘સેના’, જેમના દમ પર યુપી જીતવાની ફિરાકમાં છે BJP

આ છે મોદી - શાહની દમદાર 'સેના

યુપીની ચૂંટણી જીતવા માટે મોદી-શાહની જોડીએ પોતાના દરેક યુદ્ધ નેતાઓને મેદાનમાં ઉતારી દીધા છે. જો કે, સામાન્ય ચૂંટણીમાં યુપીએ BJP ને સૌથી વધારે સાંસદ આપ્યા હતા. હવે ભાજપ માટે આ શાખ બચાવી રાખવાની કવાયત છે. કેમ કે ક્યાંક ને કયાંક આ ચૂંટણીને ૨૦૧૯ ની લોકસભા ચુંટણીની સેમીફાઈનલ તરીકે જોવામાં આવી રહી છે.

સૌથી વધારે મંત્રી યુપીથી

મોદીના કેબીનેટ પર નજર નાખીએ તો સૌથી વધારે મંત્રી ઉત્તર પ્રદેશના જ જોવા મળશે. દરેક મંત્રી અને સાંસદ પોતાના ક્ષેત્રોમાં ઉમેદવારોને જીતાડવામાં વ્યસ્ત છે. તો આ છે મોદી - શાહની દમદાર 'સેના' જેમના દમ પર યુપી જીતવાની ફિરાકમાં છે ભાજપ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન મોદી ખુદ યુપીની વારાણસી લોકસભા સીટ પરથી સાંસદ છે. તે સતત યુપીમાં ચૂંટણી રેલીઓ કરી રહ્યા છે. જેવી રીતે તબક્કા આગળ વધી રહ્યા છે તેમ તેમ મોદી આક્રમક થતા જાય છે.

રાજનાથ સિંહ

લખનૌથી સાંસદ રાજનાથ સિંહ પણ લગાતાર એક્ટીવ મોડમાં છે. લખનૌ અને આસપાસના જીલ્લામાં ભાજપની નૈયા પાર લગાવવાની જવાબદારી તેમના મજબુત ખભા પર છે.

કલરાજ મિશ્ર

દેવરિયાથી સાંસદ કલરાજ મિશ્ર ભાજપના ઘણા વરિષ્ઠ નેતા છે. પ્રદેશમાં તેમનું માન છે. આ ચૂંટણીમાં તેમને પોતાના ક્ષેત્ર અને આસપાસના જીલ્લામાં ભાજપનો પરચમ લહેરાવવાની જવાબદારી આપવામાં આવી છે.

મનોજ સિન્હા

દુરસંચાર મંત્રી મનોજ સિન્હા ગાજીપુરથી લોકસભા સાંસદ છે. મનોજ સિન્હા પર ગાજીપુર ઉપરાંત વારાણસી, મઉ, આઝમગઢ અને જૌનપુર સહીત પૂર્વાચલના ઉમેદવારોને જીતાડવાની જવાબદારી છે.

ઉમા ભારતી

કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીની ગણતરી ભાજપની ફાયરબ્રાન્ડ મહિલા નેત્રીઓમાં થાય છે. ઝાંસીથી સાંસદ ઉમા ભારતી ભાજપના સ્ટાર પ્રચારક પણ છે. તેમના પર ઝાંસી સાથે બુંદેલખંડની સીટો પર કમળ ખીલવવાની જવાબદારી પણ છે.

મેનકા ગાંધી

પીલીભીતથી ભાજપ સાંસદ મેનકા ગાંધીને પીલીભીત અને આસપાસના જીલ્લાની જવાબદારી આપવામાં આવી હતી. તે વિસ્તારમાં બીજા તબક્કા દરમિયાન મતદાન થઇ ચુક્યું છે. હવે ૧૧ માર્ચે ખબર પડી જશે કે મેનકા ગાંધીની મહેનત કેટલો રંગ લાવે છે.

અનુપ્રિયા પટેલ

કેન્દ્રીય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ ભાજપના સહયોગી દળ અપના દળથી છે. કુર્મી બાહુલ્ય વિસ્તારોમાં અપના દળની સારી પકડ છે. આ જ કારણ છે કે, અનુપ્રિયા પટેલ પણ આ દિવસોમાં ઘણો પ્રચાર કરી રહી છે.

સ્મૃતિ ઈરાની

સ્મૃતિ ઈરાની ભલે અમેઠીમાં રાહુલ ગાંધી સામે ચૂંટણી હારી ગયા હોય પરંતુ તેમણે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત તેમનું વક્તૃત્વ અને લોકપ્રિયતાને ભાજપ પૂર્ણ રીતે અપનાવવાની તૈયારીમાં છે.

આ પણ છે મેદાનમાં

આ ઉપરાંત મુખ્તાર અબ્બાસ નકવી, ડોક્ટર સંજીવ બાલીયાન, ડોક્ટર મહેશ શર્મા અને જનરલ વી.કે.સિંહ જેવા જાણીતા ચહેરા પણ પોતાના ક્ષેત્રોની જવાબદારી સંભાળી ચુક્યા છે.

The post આ છે મોદી – શાહની દમદાર ‘સેના’, જેમના દમ પર યુપી જીતવાની ફિરાકમાં છે BJP appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આ છે મોદી – શાહની દમદાર ‘સેના’, જેમના દમ પર યુપી જીતવાની ફિરાકમાં છે BJP

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×