Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ભારતના ગણતંત્ર દિવસની પૂર્વે સંધ્યાએ BurjKhalifa ત્રિરંગા રંગે રંગાયું

abu dhabi burjkhalifa

ભારતની મુલાકાતે આવેલા અબુધાબીના પ્રિન્સ પ્રજાસત્તાક દિવસે મુખ્ય મહેમાન છે. જેના પગલે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ અબુધાબીના BurjKhalifa ટાવરને ત્રિરંગી લાઈટથી સજાવવામાં આવ્યું છે. આ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીના પ્રિન્સને આવકારતા જણાવ્યું હતું કે હિઝ હાઇનેસ બીજી વખત ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે. તે અમારા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં તેઓ અમારા મુખ્ય અતિથિ છે અને આ રીતે તેમની મુલાકાત વિશેષ બની જાય છે. મને ઓગસ્ટ, 2015 અને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં અમારી બેઠકો યાદ આવે છે. અમે આપણા દ્વિપક્ષીય જોડાણ સાથે સંબંધિત વિવિધ ક્ષેત્રોમાં તમામ પાસાઓ પર ચર્ચા કરી હતી. અંગત રીતે, મને આપણી ભાગીદારીના તમારા પરિપ્રેક્ષ્યમાંથી ઘણો ફાયદો થયો હતો, તમે અમારા દેશની પ્રશંસા કરી હતી અને મને તમારા દુનિયા વિશેના વિચારોની જાણકારી મળી હતી. યોર હાઇનેસ, તમારા નેતૃત્વમાં અમે આપણા સંબંધોમાં નવી ઊર્જાનો સંચાર કર્યો છે. આપણે આપણી વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીને અર્થસભર અને કાર્યલક્ષી બનાવવા મહત્વાકાંક્ષી યોજના ઘડી છે. આપણી વચ્ચે સમજૂતીના આદાનપ્રદાનથી આ સમજૂતીને સંસ્થાગત સ્વરૂપ મળ્યું છે. યુએઇ અમારા સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર દેશોમાંનો એક છે અ દુનિયાના મહત્વપૂર્ણ વિસ્તારમાં ભારતનું ગાઢ મિત્ર રાષ્ટ્ર છે. મેં હજુ હમણા હિઝ હાઇનેસ સાથે અતિ ફળદાયી અને ઉત્પાદકીય ચર્ચા સંપન્ન કરી છે. ખાસ કરીને અમે છેલ્લી બે બેઠકો દરમિયાન લેવાયેલા વિવિધ નિર્ણયોના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. અમે ઊર્જા અને રોકાણો સહિત વિવિધ ચાવીરૂપ ક્ષેત્રોમાં અમારા સંબંધોની ગતિ જાળવવા સંમત થયા હતા. અમે યુએઇને ભારતની વિકાસગાથામાં મહત્વપૂર્ણ પાર્ટનર માનીએ છીએ. હું ખાસ કરીને ભારતના માળખાગત ક્ષેત્રમાં રોકાણ કરવા યુએઇના રસને આવકારું છું. અમે અમારા રાષ્ટ્રીય રોકાણ અને માળખાગત ફંડ સાથે યુએઇમાં સંસ્થાગત રોકાણકારોને જોડાણ કામ કરી રહ્યા છીએ. મેં દુબઈમાં વર્લ્ડ એક્ષ્પો 2020 માટે માળખાગત પ્રોજેક્ટ્સમાં ભાગીદાર બનવા ભારતીય કંપનીઓના રસ વિશે પણ જણાવ્યું હતું. યુએઇ ઉત્પાદન અને સેવામાં આપણી વૃદ્ધિ સાથે જોડાઈને ફાયદો મેળવી શકે છે. આપણે ભારતમાં ડિજિટલ અર્થતંત્ર, માનવીય મૂડી અને સ્માર્ટ શહેરીકરણનું નિર્માણ કરવાના ઉદ્દેશ સાથે અમારી યોજનાઓમાં રહેલી પુષ્કળ તકોનો લાભ સંયુક્ત રીતે લઈ શકીએ. આપણે બંને દેશોના વ્યવસાયો અને ઉદ્યોગને પ્રોત્સાહન અને સુવિધા પણ આપી છે, જેથી દ્વિપક્ષીય વેપારની ગુણવત્તા અને પ્રમાણમાં વધારો થાય. આજે વેપારવાણિજ્ય આડેના અવરોધો દૂર કરવા સમજૂતી કરી છે, જે આગળ જતા આપણી વેપારી ભાગીદારીને મજબૂત કરશે. અમારી ઊર્જા ભાગીદારી અમારા જોડાણોમાં મહત્વપૂર્ણ સેતુ છે. તે આપણી ઊર્જા સુરક્ષામાં પ્રદાન કરે છે. હિઝ હાઇનેસ અને મેં ચોક્કસ પ્રોજેક્ટ્સ અને દરખાસ્તો મારફતે વ્યૂહાત્મક દિશાદર્શનમાં આપણા ઊર્જા સંબંધોને પરિવર્તિત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. આ સંબંધમાં લાંબા ગાળાના સપ્લાય કોન્ટ્રાક્ટ્સ અને ઊર્જા ક્ષેત્રમાં સંયુક્ત સાહસો લાભદાયક માર્ગો બની શકશે. સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રમાં સમજૂતીએ આપણા સંબંધમાં નવા પાસા ઉમેર્યા છે. અમે દરિયાઈ ક્ષેત્ર સહિત સંરક્ષણ ક્ષેત્રોમાં અમારા ઉપયોગી સહકારનું વિસ્તરણ કરવા સંમત થયા છીએ. આજે સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર પર સમજૂતી થઈ હતી, જે આપણા સંરક્ષણ સંબંધોને સાચી દિશામાં દોરી જવામાં મદદ કરશે. અમે એવું પણ માનીએ છીએ કે હિંસા અને ઉગ્રવાદનો સામનો કરવામાં અમારી વધતી ભાગીદારી અમારા સમાજને સુરક્ષિત કરવા માટે જરૂરી છે. હિઝ હાઇનેસ અને મારું માનવું છે કે અમારા ગાઢ સંબંધો મહત્વપૂર્ણ છે, નહીં કે આપણા બંને દેશો માટે. તે તમામ પડોશીઓ માટે પણ મહત્વપૂર્ણ છે. આપણું જોડાણ વિસ્તારને સ્થિરતા આપવામાં મદદરૂપ થઈ શકે છે. અને આપણી આર્થિક ભાગીદારી પ્રાદેશિક અને વૈશ્વિક સમૃદ્ધિનો સ્ત્રોત બની શકશે. અમે પશ્ચિમ એશિયા અને ખાડીના દેશોમાં વિકાસલક્ષી બાબતો પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું, જ્યાં બંને દેશો શાંતિ અને સ્થિરતામાં સંયુક્ત રસ ધરાવે છે. અમે અફઘાનિસ્તાન સહિત અમારા પ્રદેશમાં વિકાસલક્ષી ચર્ચા પણ કરી હતી. આપણા લોકોની સલામતી અને સુરક્ષા માટે ઉગ્રવાદ અને આતંકવાદથી વધતા ખતરા પર અમારી સહિયારી ચિંતાઓ આ ક્ષેત્રમાં અમારા સહકારને આકાર આપે છે. યુએઇમાં આશરે 2.6 મિલિયન ભારતીયો વસે છે. તેમનું પ્રદાન ભારત અને યુએઇ બંનેમાં કિંમતી છે. યુએઇમાં ભારતીય નાગરિકોના કલ્યાણ માટે અને તેમના હિતો જાળવવા માટે હું હિઝ હાઇનેસનો આભાર માનું છું. હું અબુ ધાબીમાં ભારતીય ડાયસ્પોરામાં મંદિર બનાવવા જમીન ફાળવવા માટે પણ હિઝ હાઇનેસનો આભાર માનું છું. આપણી ભાગીદારીની સફળતા યુએઇના રાષ્ટ્રપતિ હિઝ હાઇનેસ શેખ ખલિફા બિન ઝાયેદ અલ નાહયાન અને હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ દ્વારા અંગત રસને આભારી છે. આગળ જતા આપણા સંબંધો ઉડાન ભરશે. મને ખાતરી છે કે યોર હાઇનેસ, તમારી મુલાકાતથી મોટો લાભ થશે અને અમારા અગાઉના આદાનપ્રદાન પર સમજૂતીનું નિર્માણ થશે. વળી તે ભવિષ્યમાં આપણી ભાગીદારીને મજબૂત કરશે, સંચાલિત કરશે અને વિવિધતા લાવશે. અંતે, હું ભારતની મુલાકાત લેવાના મારા આમંત્રણનો સ્વીકાર કરવા બદલ હિઝ હાઇનેઝનો આભાર માનું છું. હું તેમને અને તેમના પ્રતિનિધિમંડળના તમામ સભ્યોને ભારતની આનંદદાયક મુલાકાત માટે શુભેચ્છા પાઠવું છું.

The post ભારતના ગણતંત્ર દિવસની પૂર્વે સંધ્યાએ BurjKhalifa ત્રિરંગા રંગે રંગાયું appeared first on Vishva Gujarat.This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ભારતના ગણતંત્ર દિવસની પૂર્વે સંધ્યાએ BurjKhalifa ત્રિરંગા રંગે રંગાયું

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×