Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

વિશ્વ કપ ક્વોલિફાયરમાં ટીમ ઇન્ડિયાની આગેવાની કરશે Mithali Raj

Mithali Raj કોલંબોમાં ૭ થી ૨૧ ફ્રેબુઆરી વચ્ચે થનારી આઈસીસી વિશ્વ કપ ક્વોલિફાયરમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આગેવાની કરશે. આ દશ ટીમોની ટુર્નામેન્ટ હશે જેમાં ભારત, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા અને શ્રીલંકા પ્રમુખ ટીમો છે. આ ટુર્નામેન્ટથી ખબર પડશે કે ચાર ટીમોને ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ૨૪ જુનથી ૨૩ જુલાઈ ૨૦૧૭ સુધી થનારી આઈસીસી મહિલા વિશ્વ કપમાં ભાગ લેવાની તક મળશે. ટોપ પર રહેનારી ચાર ટીમો આઈસીસી મહિલા ચેમ્પિયનશિપના બીજા સત્રમાં પણ જગ્યા બનાવશે જયારે પાંચમાં અને છઠ્ઠા સ્થાન પર રહેનારી ટીમોને આગામી ચાર વર્ષ સુધી વનડેનો દરજ્જો મળશે. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝે નવેમ્બર ૨૦૧૬ માં સમાપ્ત આઈસીસી મહિલા ચેમ્પિયનશિપમાં ટોપ ચાર સ્થાનોમાં રહેવાને કારણે પ્રથમ જ વિશ્વ કપ માટે ક્વોલિફાયર કરી લીધું છે. ભારતના ગ્રુપ એમાં શ્રીલંકા, આયર્લેન્ડ, ઝિમ્બાબ્વે અને થાઈલેન્ડ સાથે રાખવામાં આવ્યું છે. તે કોલંબો ટુર્નામેન્ટમાં ભાગ લેનારી સૌથી વધુ રેન્કિંગની ટીમ છે અને તેની પાસે ઘણા ટોપના ખેલાડીઓ પણ છે. ઝડપી બોલર ઝૂલન ગોસ્વામી બોલરોની વનડે રેન્કિંગમાં ટોપ પર રહેલ છે જયારે કેપ્ટન મિતાલી રાજ બેટ્સમેનોમાં ત્રીજા નંબર પર છે. છઠ્ઠા નંબર પર રહેલી સાઉથ આફિકા ગ્રુપ બીમાં સૌથી વધુ રેન્કિંગની ટીમ છે. આ ગ્રુપમાં પાકિસ્તાન, બંગ્લાદેશ, સ્કોટલૅન્ડ અને પાપુઆ ન્યુગીનીની ટીમ પણ સામેલ છે. ભારતીય ટીમ આ પ્રકારે છે : મિતાલી રાજ (કેપ્ટન), એકતા બિષ્ટ, રાજેશ્વરી ગાયકવાડ, ઝૂલન ગોસ્વામી, હરમનપ્રીત કૌર, વેદા કૃષ્ણમૂર્તિ, મોના મેશરામ, શિખા પાંડે, સુકન્યા પરિદા, દીપ્તિ શર્મા, એમ ડી તિરુષકામિની, દેવિકા વૈદય, સુષમા શર્મા અને પુનમાં યાદવ.

The post વિશ્વ કપ ક્વોલિફાયરમાં ટીમ ઇન્ડિયાની આગેવાની કરશે Mithali Raj appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

વિશ્વ કપ ક્વોલિફાયરમાં ટીમ ઇન્ડિયાની આગેવાની કરશે Mithali Raj

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×