Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ગણતંત્ર દિવસે Delhi – NCR માં પડશે વરસાદ : હવામાન વિભાગ

નવી દિલ્હી : આ વખતે ગણતંત્ર દિવસે રાજધાની Delhi માં વાદળોની અવર જવર વચ્ચે વરસાદનો સિલસિલો જોવા મળશે. હવામાન વિભાગનું અનુમાન છે કે, ૨૫ જાન્યુઆરીની રાતથી દિલ્હી અને આસપાસના વિસ્તારમાં આસમાન પર વાદળ છવાઈ જશે અને ૨૬ તારીખની સવાર પડતા ઘણા વિસ્તારોમાં રીમઝીમ વરસાદ પડશે. ખાસ વાત એ છે કે, ૨૬ જાન્યુઆરી ગણતંત્ર દિવસની પરેડ દરમિયાન વરસાદની શક્યતા આ વખતે થોડી વધારે છે. 25 જાન્યુઆરીથી બદલાશે હવામાન હવામાન જાણકારોનું કહેવું છે કે, ૨૬ જાન્યુઆરીથી થનાર વરસાદ તેજ હવાઓ સાથે આવશે. હવામાન વિભાગના ડાયરેક્ટર કુલદીપ શ્રીવાસ્તવ અનુસાર, આ વખતે દિલ્હી એનસીઆરના તમામ વિસ્તારોમાં ૨૫ જાન્યુઆરીની રાતથી હવામાન બદલાઈ જશે. હવામાન બદલવાની શકયતા પાછળ ઉત્તર ભારતમાં પ્રવેશનાર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૨૫ તારીખે જમ્મુ - કાશ્મીરમાં પોતાની અસર બતાવવાનું શરુ કરી દેશે. તેના કારણે ઉત્તર ભારતમાં એક વેધર સર્ક્યુલેશન થશે, જે હરિયાણા અને દિલ્હી એનસીઆરમાં હવામાન બદલી દેશે. ૨૭ જાન્યુઆરીની સવાર સુધી પડશે હળવા ઝાપટા ખાસ વાત એ છે કે, ૨૫ તારીખે રાજધાની દિલ્હીમાં બંગાળની ખાડી અને અરબ સાગરથી આવી રહેલ હવાઓ પણ એકબીજાને મળશે. આ હવાઓનું ટકરાવવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બની રહેલ વેધર સીસ્ટમથી થશે. તેના કારણે રાજધાની દિલ્હીમાં ૨૫ તારીખની રાતથી જ વાદળોનો ગડગડાટ શરુ થઇ જશે અને ૨૬ તારીખે આખો દિવસ રોકાઈ રોકાઈને તેજ હવાઓ સાથે વરસાદનો સિલસિલો જારી રહેશે. આ વરસાદ ૨૭ જાન્યુઆરીની સવાર સુધી ચાલુ રહેશે. ઠંડી ઓછી થવાની શકયતા રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ૨૬ તારીખે ગણતંત્ર દિવસે ભલે વાદળોની અવાર જવર વચ્ચે વરસાદની શક્યતા છે, પરંતુ તેના કારણે દિલ્હીના તાપમાનમાં કોઈ ખાસ ઘટાડો નથી આવી રહ્યો. તેનાથી વિરુદ્ધ ન્યુનતમ તાપમાન ૧૪ ડીગ્રી સેલ્સિયસ સુધી ઉપર જવાની શક્યતા છે. જો અમે વધુ તાપમાનની વાત કરીએ તો આ દરમિયાન દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વાદળોની અવર જવર બાદ દિવસનું તાપમાન ૨૦ થી ૨૨ ડીગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે.

The post ગણતંત્ર દિવસે Delhi – NCR માં પડશે વરસાદ : હવામાન વિભાગ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ગણતંત્ર દિવસે Delhi – NCR માં પડશે વરસાદ : હવામાન વિભાગ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×