Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

UP Election: Congress એ જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, પ્રિયંકાના નામનો પણ સમાવેશ

Congress એ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીની ચૂંટણી માટે પોતાના સ્ટાર કેમ્પેઈનરોનું લિસ્ટ પ્રસિદ્ધ કરી દીધું છે. તા. 24 જાન્યુઆરીને મંગળવારે કોંગ્રેસ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી યાદીમાં પ્રિયંકા ગાંધીના નામનો પણ સમાવેશ કરાયો છે. આ ઉપરાંત યાદીમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહનસિંહ, ગુલામનબી આઝાદના નામો પણ સામેલ છે. ઉત્તરપ્રદેશના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરના નામનો પણ યાદીમાં સમાવેશ કરાયો છે. આ ઉપરાંત શીલા દિક્ષિત, મીરાકુમાર, સુશીલકુમાર શિંદે, પ્રિયંકા ગાંધી વાડરાના નામો પણ છે. સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન ન થાય ત્યાં સુધી શીલા દિક્ષિતને કોંગ્રેસે પોતાના સીએમ પદ માટેના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યા છે. આ યાદીમાં કુલ 40 નામોનો સમાવેશ કરાયો છે. બાકીના નામો આ મુજબ છે કોંગ્રેસના બાકીના સ્ટાર પ્રચારકોમાં જનાર્દન દ્વિવેદી, અહમદ પટેલ, કમલ નાથ, મુકુલ વાસનિક, પ્રમોદ તિવારી, સંજય સિંહ, પ્રદીપ માથુર, નિર્મલ ખત્રી, પી.એલ. પુનિયા, અશોક ગહલોત, ભુપેન્દ્રસિંહ હુડ્ડા, સલમાન ખુર્શીદ, કુમારી શૈલજા, રણદીપ સિંહ સુરજેવાલા, જ્યોતિરાદિત્ય સિંધિયા, માનીશ તિવારી, રાજીવ શુક્લા, સચિન પાયલોટ, દિપેન્દ્રસિંહ હુડ્ડા, શકીલ અહમદ, શોભા ઓઝા, આરપીએન સિંહ, નસીબ સિંહ, જુબેર ખાન, રાણા ગોસ્વામી, અવિનાશ પાંડે, શકીલ અહમદ ખાન, વિજય લક્ષ્મી સાધો, નગમાસ બ્રિજલાલ ખાબરી, રિજવાન જહીરનો સમાવેશ કરાયો છે. ઉત્તર પ્રદેશમાં આવતાં મહીને વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે. યુપીની ચૂંટણીઓ સાત તબક્કામાં યોજાશે. તેનું પરિણામ 11 માર્ચે આવશે, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે યુપીની ચૂંટણી માટે ગઠબંધન કર્યું છે. જેમાં સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને 105 બેઠકો આપી છે.

The post UP Election: Congress એ જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, પ્રિયંકાના નામનો પણ સમાવેશ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

UP Election: Congress એ જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, પ્રિયંકાના નામનો પણ સમાવેશ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×