Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

અમદાવાદમાં વિવિધ સ્થળોએ IT ની ટીમો ત્રાટકી: મેગા સર્ચની કામગીરીથી વેપારીઓમાં ખળભળાટ

અમદાવાદ: આવકવેરા વિભાગ (IT)ની ટીમોએ આજે સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા મોટા જવેલર્સની પેઢી અને દુકાનોમાં મેગા સર્ચની કાર્યવાહી હાથ ધરી છે. જેના કારણે શહેરના વેપારી વર્ગમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. જયારે બીજી તરફ આ સર્ચ ઓપરેશનથી મોટા પ્રમાણમાં બેહિસાબી રકમો બહાર આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આવકવેરા (IT) વિભાગની વિવિધ ટીમો દ્વારા આજે સવારના સમયે એક સાથે શહેરના વિવિધ વિસ્તારો જેવા કે માણેક ચોક, સી.જી. રોડ તેમજ સેટેલાઈટ વિસ્તારમાં આવેલા જવેલર્સની પેઢી અને દુકાનોમાં સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ આવકવેરા વિભાગના 100 વધુ અધિકારી-કર્મચારીઓના કાફલા દ્વારા સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવી હતી. આ કામગીરી મોદી સાંજ સુધી ચાલી રહી હતી. આવકવેરા વિભાગની આ સર્ચ ઓપરેશનની કામગીરીથી એક તરફ વેપારીમાં ફફડાટ ફેલાયો હતો. જયારે બીજી તરફ આ કામગીરીથી મોટા પ્રમાણમાં બેહિસાબી રકમો બહાર આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

The post અમદાવાદમાં વિવિધ સ્થળોએ IT ની ટીમો ત્રાટકી: મેગા સર્ચની કામગીરીથી વેપારીઓમાં ખળભળાટ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

અમદાવાદમાં વિવિધ સ્થળોએ IT ની ટીમો ત્રાટકી: મેગા સર્ચની કામગીરીથી વેપારીઓમાં ખળભળાટ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×