Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Gujarat : પ્રજાસત્તાક પર્વ અંતર્ગત રાજયકક્ષાનો ધ્વજવંદન સમારોહ આણંદ ખાતે ઉજવાશે

રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરાવશે, મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહેશે, વિવિધ જિલ્લાઓમાં મંત્રીઓના હસ્તે ધ્વજવંદનના કાર્યક્રમો Gujarat સરકાર દ્વારા દેશના ૬૮માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આણંદ જિલ્લામાં કરવામાં આવશે. જેમાં રાજ્યપાલ ઓ. પી. કોહલી પ્રજાસત્તાક પર્વે ધ્વજવંદન કરાવશે અને પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝીલશે જયારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેશે. Gujarat સરકારે પ્રજાસત્તાક દિવસ અને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી જનભાગીદારીથી વિવિધ જિલ્લાઓના તાલુકામથકોએ કરવાનો જે નવતર અભિગમ અપનાવ્યો છે તે અંતર્ગત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ અને સંસદીય સચિવના હસ્તે સંબંધિત જિલ્લાના તાલુકામથકો ખાતે ધ્વજવંદનના કાર્યક્રમો યોજવામાં આવશે. જે મુજબ રાજ્યના મંત્રીઓ અને સંસદીય સચિવોને ધ્વજવંદન માટે વિવિધ જિલ્લાના તાલુકામથકોની ફાળવણી કરવામાં આવી છે. જેના અંતર્ગત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ધોળકા જિ. અમદાવાદ ખાતે ધ્વજવંદન કરાવશે. આ ઉપરાંત રાજ્યના કેબીનેટ મંત્રીઓમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાં સુરત જિલ્લાના ચોર્યાસી ખાતે, ગણપત વસાવા વડોદરા જિલ્લાના પાદરા ખાતે, ચિમનભાઇ સાપરીયા ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે, બાબુભાઇ બોખિરીયા મહેસાણાના વિસનગર ખાતે, આત્મારામ પરમાર નવસારી જિલ્લાના વાંસદા ખાતે, દિલીપ ઠાકોર અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે, જયેશ રાદડીયા કચ્છ જિલ્લાના અબડાસા ખાતે ધ્વજવંદન કરાવશે. જયારે રાજયકક્ષાના મંત્રીઓ શંકર ચૌધરી જામનગરના જોડીયા ખાતે, પ્રદિપસિંહ જાડેજા રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી ખાતે, જયંતિ કવાડીયા જુનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે, નાનુભાઇ વાનાણી ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા ખાતે, જશાભાઇ બારડ બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે, બચુભાઇ ખાબડ બોટાદ જિલ્લાના રાણપુર ખાતે, જયદ્રથસિંહ પરમાર પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે, ઇશ્વરસિંહ પટેલ મોરબી જિલ્લાના હળવદ ખાતે, વલ્લભભાઇ કાકડીયા સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે, રાજેન્દ્રભાઇ ત્રિવેદી અમરેલી જિલ્લાના બગસરા ખાતે, કેશાજી ચૌહાણ ખેડા જિલ્લાના ખેડા ખાતે, રોહિત પટેલ ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર ખાતે, વલ્લભભાઇ વઘાસીયા છોટાઉદેપુર જિલ્લાના જેતપુર-પાવી ખાતે, નિર્મલા વાધવાણી પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે, શબ્દશરણ તડવી મહીસાગર જિલ્લાના વિરપુર ખાતે ધ્વજવંદન કરાવશે. આ ઉપરાંત રાજ્યના સંસદીય સચિવોમાં વાસણભાઇ આહીર દાહોદ જિલ્લાના સંજેલી ખાતે, રણછોડ દેસાઇ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ખાતે, વિભાવરીબેન દવે તાપી જિલ્લાના વ્યારા ખાતે, શામજી ચૌહાણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા ખાતે, જેઠાભાઇ સોલંકી સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ખાતે, બાબુભાઇ પટેલ વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે, જયંતિ રાઠવા ડાંગ જિલ્લાના વધઇ ખાતે, હિરાભાઇ સોલંકી ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે, પૂનમભાઇ મકવાણા પોરબંદર જિલ્લાના કુતિયાણા ખાતે ધ્વજવંદન કરાવશે.

The post Gujarat : પ્રજાસત્તાક પર્વ અંતર્ગત રાજયકક્ષાનો ધ્વજવંદન સમારોહ આણંદ ખાતે ઉજવાશે appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Gujarat : પ્રજાસત્તાક પર્વ અંતર્ગત રાજયકક્ષાનો ધ્વજવંદન સમારોહ આણંદ ખાતે ઉજવાશે

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×