Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Gujarat માં લોકોની વેદનાને વાચા આપવા કોંગ્રેસ દરેક વિધાનસભામાં જન વેદના સંમેલન યોજશે: ભરતસિંહ સોલંકી

Gujarat માં કોંગ્રેસના પ્રથમ જન વેદના સંમેલનને સંબોધતા કોંગ્રેસ પ્રમુખ ભરતસિહ સોલંકીએ નોટબંધી બાદ લોકોએ ભોગવવી પડતી હાલાકી માટે મોદી સરકારને જવાબદાર ઠેરવી હતી.તેમજ આ મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રાજ્યમાં કોંગ્રેસ વિધાનસભા વાર જન વેદના સંમેલન યોજીને લોક વેદનાને વાચા આપવામાં આવશે.

કોંગ્રેસ દરેક વિધાનસભામાં જન વેદના સંમેલન યોજશે: ભરતસિંહ સોલંકી

કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી લોકોની વેદનાને વાચા આપવા માટે બેંકની એટીએમની લાઈનમાં ઉભા હતા. તેમજ નોટબંધી દરમ્યાન લોકોની વેદના સરકાર સુધી પહોચાડી હતી. જો કે તેમ છતાં કેન્દ્ર સરકાર લોકોને સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે. આ ઉપરાંત ભાજપ સરકાર સત્તા આવ્યા બાદ ડરી ગઈ છે . જેના લીધે સમયાંતરે લોકોને મુખ્ય મુદ્દાથી દુર રાખવા માટે નવા નવા તુક્કા કરીને લોકોની પરેશાની વધારી રહ્યાં છે.

કોંગ્રેસ દરેક વિધાનસભામાં જન વેદના સંમેલન યોજશે: ભરતસિંહ સોલંકી

Gujarat સહિત દિવસ સમગ્ર દેશના નોટબંધીના ૭૦ દિવસ થયા છતાં પ્રજાની હાલાકી ઘટવાને બદલે વધારો થઇ રહ્યો છે. ત્યારે કુંભકર્ણની નિંદ્રામાં આરામ ફરમાવતી મોદી સરકાર-ભાજપ સરકાર ને પ્રજાહિતમાં જગાડવા માટે “જન વેદના સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું છે . આ સંમેલન આણંદ સોજીત્રા રોડ પર સોમવારે યોજવામાં આવ્યું હતું. ભાજપ સરકારના ઉતાવળા અને અવિચારી નોટબંધીના નિર્ણયને કારણે દેશના ખેડૂતો, મધ્યમવર્ગ, મજુરવર્ગ, દૂધ ઉત્પાદકો, નાના વેપારીઓ, સમાજના તમામ વર્ગના લોકો આર્થિક પાયમાલી ભોગવી રહ્યા છે. ૭૦ દિવસ વીતી ગયાં છતાં પ્રજાની તકલીફ દુર કરવામાં સરકાર નિષ્ફળ રહી છે.

કોંગ્રેસ દરેક વિધાનસભામાં જન વેદના સંમેલન યોજશે: ભરતસિંહ સોલંકી

ત્યારે નાગરિકોની હાલાકી માટે જવાબદાર મોદી સરકાર સામે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજા વેદનાને વાચા આપવા તા.૨૩મી જાન્યુઆરી, સોમવારના રોજ બપોરે ૦૨-૦૦ કલાકે આણંદ ખાતે “જન વેદના સંમેલન” માં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહમદભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ગુરૂદાસ કામત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, એ.આઈ.સી.સી.ના વિભાગીય ઈન્ચાર્જ અને સાંસદ દીપેન્દરસિંહ હુડ્ડા, ગુજરાતના એ.આઈ.સી.સી. દ્વારા નિમાયેલ સંયોજક-સંસદ નરેન્દ્ર બુધાનીયા સહિતના મહાનુભાવો માર્ગદર્શન આપ્યું હતું. “જન વેદના સંમેલન” સરકાર પાસે કેટલાક જવાબ માંગ્યા હતા.  

કોંગ્રેસ દરેક વિધાનસભામાં જન વેદના સંમેલન યોજશે: ભરતસિંહ સોલંકી

(૧) નોટબંધીથી કેટલું કાળુંનાણું બહાર આવ્યું ? (૨) નોટબંધીના કારણે જાન ગુમાવનારને સરકારે કેટલું વળતર આપ્યું ? (૩) નોટબંધીથી દેશને કેટલો આર્થિક ફાયદો/નુકસાન થયું ? (૪) દેશમાં કેટલા રોજગાર ઓછા થયા ? (૫) નોટબંધીનો નિર્ણય કોણે લીધો ?

કોંગ્રેસ દરેક વિધાનસભામાં જન વેદના સંમેલન યોજશે: ભરતસિંહ સોલંકી

આણંદ જીલ્લો ખેતી-દૂધ ઉત્પાદન માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. નોટબંધીના કારણે ખેડૂતો પાયમાલ થયા છે. અને દૂધ ઉત્પાદકો બેંકોની લાઈનોમાં ત્રાહિમામ બન્યા છે. ત્યારે સરકારના અન્યાયી પગલાં સામે કોંગ્રેસ પક્ષની માંગણી છે

કોંગ્રેસ દરેક વિધાનસભામાં જન વેદના સંમેલન યોજશે: ભરતસિંહ સોલંકી

(૧) દૂધ ઉત્પાદકોને દુધના પૈસા પહેલાની જેમ દૂધ મંડળીએથી જ મળવા જોઈએ. (૨) ખેડૂતોને પોતાના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવાની છૂટ આપવી જોઈએ. (૩) બેંકો, એ.ટી.એમ.માં નોટોની અછત તાત્કાલિક દુર કરવી.

The post Gujarat માં લોકોની વેદનાને વાચા આપવા કોંગ્રેસ દરેક વિધાનસભામાં જન વેદના સંમેલન યોજશે: ભરતસિંહ સોલંકી appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Gujarat માં લોકોની વેદનાને વાચા આપવા કોંગ્રેસ દરેક વિધાનસભામાં જન વેદના સંમેલન યોજશે: ભરતસિંહ સોલંકી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×