Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

સુપ્રિમ કોર્ટે પાંચ રાજ્યની ચુંટણીના લીધે Budget મોફૂક રાખવાની અરજી ફગાવી દીધી

વિપક્ષી દળોના તમામ પ્રયત્નો બાદ પણ મોદી સરકાર ૧ ફેબ્રુઆરી એ જ Budget રજુ કરશે. સામાન્ય બજેટની તારીખ મુલવતી રાખવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી ફગાવી દેવામાં આવી છે. અરજી વકીલ એમ.એલ. શર્મા દ્વારા દાખલ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે, મામલામાં હસ્તક્ષેપ કરવાના કાનુનમાં કોઈ પ્રસ્તાવ નથી. બજેટ નાણાકીય વર્ષના અંત પહેલાં આવવું જોઈએ. આગામી મહિનાથી ૫ રાજ્યોમાં થનાર વિધાનસભાની ચુંટણીને જોતા ૧ ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજુ કરવાથી લઈને સતત કેન્દ્ર સરકારનો વિરોધ થઇ રહ્યો હતો. બજેટ પર વિરોધનો વિરોધ પાંચ રાજ્યોમાં ૪ ફેબ્રુઆરીથી શરુ થનાર વિધાનસભા ચુંટણીના ૩ દિવસ પહેલા સામાન્ય બજેટને લઈને વિપક્ષ પક્ષોએ ચુંટણી પંચમાં પણ પોતાનો વિરોધ દાખલ કર્યો હતો. વિરોધી પક્ષોનો આરોપ છે કે, તેનાથી કેન્દ્રની સરકારને ફાયદો થઈ શકે છે. ગુરુવારે કેટલાક વિરોધી પક્ષોના નેતા આ મામલે ફરિયાદને લઈને ચુંટણી પંચ પહોચ્યા હતા. ચુંટણી પછી આવે બજેટ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે માંગણી કરી હતી કે નિષ્પક્ષ ચૂંટણી માટે બજેટને ૮ માર્ચ બાદ રજુ કરવું જોઈએ. તેમણે કહ્યું કે, ૩૧ માર્ચ સુધી ક્યારેય પણ બજેટ રજુ કરવામાં આવી શકે છે.

The post સુપ્રિમ કોર્ટે પાંચ રાજ્યની ચુંટણીના લીધે Budget મોફૂક રાખવાની અરજી ફગાવી દીધી appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

સુપ્રિમ કોર્ટે પાંચ રાજ્યની ચુંટણીના લીધે Budget મોફૂક રાખવાની અરજી ફગાવી દીધી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×