Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Jallikattu – મરીના બીચ પર પ્રદર્શન, પોલીસે કર્યો લાઠીચાર્જ

તમિલનાડુમાં Jallikattu પર લગાવવામાં આવેલ પ્રતિબંધ હટાવવા માટે અધ્યાદેશ લાવ્યા બાદ પણ લોકોનું પ્રદર્શન જારી છે. ચેન્નઈના મરીના બીચ પર છેલ્લા ૬-૭ દિવસથી પ્રદર્શન કરી રહેલ પ્રદર્શનકારીઓને પોલીસે સોમવારે સવારથી જ ત્યાંથી જબરદસ્તીથી હટાવી દીધા છે. પોલીસે પહેલા તેમને પ્રદર્શન ખત્મ કરવા માટે સમજાવવાના પ્રયત્નો કર્યા છે, પરંતુ જયારે તેઓ ન માન્યા તો પોલીસે બળનો ઉપયોગ કરવો પડ્યો. લાઠીચાર્જમાં ઘણા પ્રદર્શનકારી ઘાયલ પણ થયા છે. પોલીસકર્મી અહિયાં જયારે આ પ્રદર્શનકારીઓને હટાવી રહ્યા હતા, ત્યારે તે લોકો રાષ્ટ્રગીત 'જન-ગણ-મન' ગાવા લાગ્યા. લાઠીચાર્જ બાદ આખો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો. ચેન્નાઈ ઉપરાંત મદુરૈ, કોયમ્બતુર અને ત્રિચીથી પણ પ્રદર્શકારીઓને જબરદસ્તીથી હટાવવામાં આવી રહ્યા છે. પોલીસે આ દરમિયાન મરીના બીચ જતા તમામ રસ્તા બંધ કરી દીધા છે, ત્યારે લોકોને તે વિસ્તાર આસપાસ એકત્રિત પણ નથી થવા દેતા, પોલીસના વલણને લઈને લોકોમાં ઘણી નારાજગી છે, તેમનું કહેવું છે કે, તે આ દેશનો હિસ્સો છે, તેમની સાથે પોલીસ ખોટો વ્યવહાર કરી રહી છે. જો કે, તમામ જાણીતી હસ્તીઓ તેના સમર્થનમાં આવ્યા બાદ કેન્દ્ર સરકાર પણ તેના સમર્થનમાં આવી ગઈ હતી. કેન્દ્ર સરકારે આ માટે તમિલનાડુ સરકારના વટહુકમને મંજુરી આપી દીધી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, અમારે તમિલનાડુની સમૃદ્ધ સંસ્કૃતિક પર બહુજ ગર્વ છે. તમિલ લોકોની સાંસ્કૃતિક આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે દરેક શક્ય પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી છે કે, કેન્દ્ર સરકાર પૂર્ણ રીતે તમિલનાડુની પ્રગતિ માટે પ્રતિબદ્ધ છે. જલીકટ્ટુ પર વિવાદ કેમ? જલીકટ્ટુ તમિલનાડુની પરંપરાગત રમત છે. પોંગલના અવસર પર આખલાની દોડ કરાવવામાં આવે છે અને તેમને કાબુમાં કરવાના પ્રયત્નો કરવામાં આવી શકે છે. તે રમતા લોકોનો જીવ જવાના કારણે વિવાદ શરુ થઇ ગયો છે. જાનવરોના હિતોની રક્ષા કરનાર સંસ્થા PETA સહીત ઘણા અન્ય સંગઠનોએ આ રમતને જાનવરો સાથે ક્રુરતા ગણાવતા તેના પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી હતી. વર્ષ ૨૦૧૪ માં સુપ્રીમ કોર્ટે રમતમાં સાંડોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો.

The post Jallikattu – મરીના બીચ પર પ્રદર્શન, પોલીસે કર્યો લાઠીચાર્જ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Jallikattu – મરીના બીચ પર પ્રદર્શન, પોલીસે કર્યો લાઠીચાર્જ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×