Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

મહેશ શાહ – ભજીયાવાલા જેવા કૌભાંડીઓને ભાજપ સરકાર જ આપે છે રક્ષણ : Congress

સુરત ખાતેથી નોટબંધી બાદ કરોડો રૂપિયાની મિલ્કતો સાથે પકડાયેલ કૌભાંડી ભજીયાવાલાની અનેક તસ્વીરો ભાજપના નેતાઓ સાથે જાહેર થઈ છે. તસ્વીરોની સાથો સાથ ભજીયાવાલાને વ્યક્તિગત ઉદ્દેશીને લખાયેલ વિસ્તૃત પત્ર પણ ભાજપ સાથેની નીકટતા સાબિત કરે છે, ત્યારે “ભજીયાવાલા-મહેશ શાહ” જેવા અનેક કૌભાંડીઓના નાણાં બ્લેકમની હતા કે નહીં ? શું ભાજપની “ધનસંગ્રહ યોજના” ના ભાગ હતા કે નહીં ? તે સમગ્ર વિગતો જાહેર કરવાની માંગ કરતાં ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપના ૨૦ વર્ષના શાસનમાં ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી નેટવર્કમાં જોડાયેલ “ભજીયાવાલા-મહેશ શાહ” જેવા અનેક કૌભાંડીઓને લીધે સામાન્ય અને મધ્યમવર્ગ તેમના હક્ક અને અધિકારથી વંચિત રહ્યાં છે. ગાંધી-સરદારના ગુજરાતમાં દારૂ-જુગારના અડ્ડાઓ ઠેર ઠેર ધમધમી રહ્યાં છે. કરોડો રૂપિયાનો દારૂ રોજેરોજ ગુજરાતમાં બેરોકટોક ઠલવાઈ રહ્યો છે. ખાણ-ખનિજ લૂંટનારાઓ ભાજપ શાસનમાં વિશેષ માન-સન્માન મેળવી રહ્યાં છે. ગુજરાતમાં ઠેર ઠેર રેતી, કોલસા, લિગ્નાઈટ, પથ્થર જેવા કુદરતી ખનિજો ભ્રષ્ટાચારી પરવાના સાથે લૂંટનાર શું ભાજપની “ધનસંગ્રહ યોજના” ના ભાગ હતા કે નહીં? છેલ્લા ૨૦ વર્ષના ભાજપ શાસનમાં ખેડૂતો પરેશાન, ખેડૂતો અને ખેતીમાં ઘટાડો અને ખેત મજદૂરોની સંખ્યામાં મોટાપાયે વધારો થયો છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રો અને ખાસ કરીને સહકારી બેન્કો, દૂધ સહકારી મંડળીઓ અને ખેત ઉત્પન્ન બજાર સમિતિ મોટા ભાગે ભાજપના આગેવાનોનો કબજો છે. નોટબંધી બાદ સહકારી બેન્કો દ્વારા ખેડૂતોને કોઈ લાભો આપવામાં આવતા નથી. ત્યારે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના ધ્યાન પર આવેલ સહકારી બેન્કોના રૂા. ૫૦૦ – રૂા. ૧૦૦૦ ની નોટો બદલવાના મોટા પાયે કૌભાંડ શું ભાજપની “ધનસંગ્રહ યોજના” ના ભાગ હતા કે નહીં ? ભાજપ શાસનમાં કરોડો રૂપિયાના કૌભાંડ કરનારી શાળા-કોલેજો બેરોકટોક ડોનેશનો અને ઉંચી ફી ગુજરાતના વાલીઓ પાસેથી વસૂલે છે. ગેરકાયેદસર અને માન્યતા વગરની કરોડો રૂપિયાની ફી લઈને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનાર અનેક સંસ્થાઓ શું ભાજપની “ધનસંગ્રહ યોજના” ના ભાગ હતા કે નહીં? છેલ્લા ૨૦ વર્ષના ભાજપ શાસનમાં સરકારી નોકરી ભરતી કૌભાંડમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગુજરાત જાહેર સેવા આયોગ, પોલીસ, નગરપાલિકા, ગુજરાત વિદ્યુત બોર્ડ સહિત અનેક ભરતીમાં ૫ લાખ રૂપિયાથી લઈ ૧ કરોડ રૂપિયા સુધીનો ભાવો બોલાઈ રહ્યાં હતા. પેપર ફુટવા, ગુણ સુધારા, મેરિટ ક્રમાંક બદલાવો સહિત પસંદગી સ્થળ સહિત અનેક કૌભાંડો ભાજપ સરકારની ઓળખ બની છે, ત્યારે ગુજરાતના લાખો યુવાનોને રોજગારીનો અધિકાર છીનવી પોતાના મળતીયાઓને ૧૫-૧૫ લાખની કલ્યાણ યોજના શું ભાજપની “ધનસંગ્રહ યોજના” ના ભાગ હતા કે નહીં? ભાજપ શાસનમાં કાળા બજારીયાઓ, સંગ્રાહખોરો અને ભૂમાફિયાઓ માટે વિશેષ સત્તા સાથે સવલતો પૂરી પડાય છે, ત્યારે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના મળવાપાત્ર ઘંઉ,ચોખા, ખાંડ અને કેરોસીન નો જથ્થો ગરીબ-સામાન્ય માણસને મળવાને બદલે ગોડાઉનમાંથી બારોબાર સગેવગે થઈ જાય છે. રાજ્યમાં લાખો નાગરિકોને મળવાપાત્ર ૫૦ અને ૧૦૦ ચો.મી ના પ્લોટ ભાજપ સરકાર આપતી નથી. રાજ્યમાં વિવિધ આવાસ યોજનાઓના નામે સાચા લાભાર્થીને બદલે પોતાના મળતીયાઓને મકાનો ફાળવી દેવામાં આવ્યા. રાજ્યમાં કરોડો ચો.મી જમીન પીપીપી પ્રોજેક્ટના નામે મોટા મોટા બિલ્ડરોને સોંપી દેવામાં આવી. ભાજપ સરકારની “ધનસંગ્રહ યોજના” માં વિશેષ યોગદાન આપનાર ભૂમાફિયાઓ બેરોકટોક કરોડો ચો.મીટર જમીન ઉપર કબજો કરીને અબજો રૂપિયાનો વેપાર કરનાર શું ભાજપની “ધનસંગ્રહ યોજના” ના ભાગ હતા કે નહીં? છેલ્લા ૨૦ વર્ષના ભાજપ શાસનમાં ૨૦૦૦ થી વધુ કોલ સેન્ટરો ધમધમી રહ્યાં છે. જે રીતે કોલ સેન્ટરોનું સમગ્ર કૌભાંડ બહાર આવ્યા પછી ધીમે ધીમે પ્રસિધ્ધ થતી વિગતો પરથી જણાય છે કે, આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરોના કૌભાંડમાં અબજો રૂપિયાના વ્યવહારો ખુલ્લા થઈ રહ્યાં છે ત્યારે ભાજપ સરકારે વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૫ સુધી કરોડો રૂપિયા કૌભાંડી કોલ સેન્ટરો શું ભાજપની “ધનસંગ્રહ યોજના” ના ભાગ હતા કે નહીં? છેલ્લા ૨૦ વર્ષના ભાજપ શાસનમાં શિક્ષણ, આરોગ્ય, શહેર વિકાસ, ગૃહ, સિવિલ સપ્લાય, સહકાર, ખાણ-ખનિજ સહિતના વિભાગોમાં થયેલ કરોડો રૂપિયાના કૌભાંડો અને તાજેતરમાં જાહેર થયેલ કાળાનાણાંના મહારથીઓ “ભજીયાવાલા” અને “મહેશ શાહ” જેવા અંગે ભાજપ જવાબ આપે. ગુજરાતના નાગરિકો જાણવા માંગે છે.

The post મહેશ શાહ – ભજીયાવાલા જેવા કૌભાંડીઓને ભાજપ સરકાર જ આપે છે રક્ષણ : Congress appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

મહેશ શાહ – ભજીયાવાલા જેવા કૌભાંડીઓને ભાજપ સરકાર જ આપે છે રક્ષણ : Congress

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×