Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Beware! WhatsApp મોકલી રહ્યું છે સ્પામ મેસેજ, ભૂલથી પણ ક્લિક ન કરો આ લીંક

વ્હોટ્સઅપ મોકલી રહ્યું છે સ્પામ મેસેજ

વિશ્વની સૌથી લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp પર મોટેભાગે યૂઝર્સ ફોટો શેરીંગ, ચેટીંગ, ટેક્સ્ટ મેસેજીસ, ડોક્યુમેન્ટ, PDF ફાઈલ્સ, GIF ઈમેજ, વિડીયો વગેરે શેરીંગ કરવામાં આવે છે. પરંતુ હવે વ્હોટ્સઅપ સ્પામ મેસેજ માટે પણ માનવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, હાલમાં જ ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડ કરનાર BSNL અને Airtel અનલિમિટેડ ફ્રી 4G અને કોલિંગ સુવિધા આપવામાં આવી રહી છે. પરંતુ વ્હોટ્સઅપ આ કંપનીઓ દ્વારા આપવામાં આવી રહેલ ઓફર્સની લીંકનાં સ્પામ મેસેજ મોકલી રહ્યું છે. જેના માધ્યમથી આ લીંક પર ક્લિક કરનારની ખાનગી જાણકારીઓ ચોરી લે છે.

વ્હોટ્સઅપ મોકલી રહ્યું છે સ્પામ મેસેજ

જાણકારી અનુસાર, BSNL નાં યૂઝર્સને કથિત રીતે BSNL તરફથી મોકલવામાં આવેલ વ્હોટ્સઅપ મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે, 'દરેક 4G એક્સપ્રેસ સીમ તમને ૧ વર્ષ માટે અનલિમિટેડ ડેટા અને ફ્રી કોલિંગ સુવિધા આપશે.' મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે, BSNL 4G એક્સપ્રેસ હેઠળ અનલિમિટેડ 4G ઈન્ટરનેટ, અનલિમિટેડ કોલ્સ, અનલિમિટેડ SMS, ૧૦ Mbps સુધી 4G અને ફ્રી સીમ કાર્ડની સુવિધા છે. સાથે જ લખવામાં આવ્યું છે કે, 'પોતાનું ફ્રી BSNL 4G એક્સપ્રેસ સીમ આજે જ મેળવો. આ ઓફર ૩૧ ડિસેમ્બર સુધી વેલિડ છે. અત્યારે જ રજીસ્ટ્રેશનકરો.' આ મેસેજ સાથે એક લીંક પણ અટેચ છે, જેના પર ક્લિક કરવા માટે પણ કહેવામાં આવે છે.

વ્હોટ્સઅપ મોકલી રહ્યું છે સ્પામ મેસેજ

તેમજ આ પ્રકારનું જ સ્પામ Airtel નાં યૂઝર્સ ને વ્હોટ્સઅપ દ્વારા મળી રહ્યું છે, આ મેસેજમાં કહ્યું છે કે, 'દરેક Airtel યુઝર માટે લૂટ ઓફર, જીયોનાં લીધે હવે Airtel નું માર્કેટ નીચે પડી ગયું છે, તેથી જ Airtel ૩ મહિના માટે 3G અને 4G ડેટા એક્ટીવેટ કરી રહ્યું છે. નીચે આપવામાં આવેલ લીંક પર ક્લિક કરીને તમે આ પેક એક્ટીવેટ કરીને, આનંદ લઇ શકો છો. સાથે જ મોકલવામાં આવેલ મેસેજમાં લખ્યું છે કે, Airtel નું ફ્રી ઈન્ટરનેટ અથવા ૩૦૦ ફ્રી લોકલ મિનીટ મેળવો. તેના માટે આ ઓફર એક્ટીવેટ કરો. થેંક્સ Airtel. મને અનલિમિટેડ ડેટા મળી ગયા છે. બેલેન્સ ચેક કરવા માટે ૧૨૩ ડાયલ કરો.'

વ્હોટ્સઅપ મોકલી રહ્યું છે સ્પામ મેસેજ

નોંધનીય છે કે, રિલાયંસ જીયોએ હાલમાં જ 'હેપ્પી ન્યૂ યર' ઓફર ની જાહેરાત કરી છે, જેના લીધે ટેલીકોમ કંપનીઓમાં 'પ્રાઈસ વોર' શરુ થઇ ચુક્યું છે. આ બધા વચ્ચે છેતરપીંડી કરનાર લીન્કો માટે આ એક સારી તક સાબિત થઇ રહી છે.

The post Beware! WhatsApp મોકલી રહ્યું છે સ્પામ મેસેજ, ભૂલથી પણ ક્લિક ન કરો આ લીંક appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Beware! WhatsApp મોકલી રહ્યું છે સ્પામ મેસેજ, ભૂલથી પણ ક્લિક ન કરો આ લીંક

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×