Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

બિહારના ડેપ્યુટી સીએમ Tejaswi Yadav ને 44,000 હસીનાઓ પ્રપોઝ કર્યું!

લાલુ યાદવના પુત્ર અને બિહારના ડેપ્યુટી મુખ્યમંત્રી Tejaswi Yadav ને ૪૪ હજાર છોકરીઓએ લગ્ન માટે પ્રપોઝ કર્યું છે. આ બધા પ્રપોઝલ તેજસ્વીના તે મોબાઈલ પર વોટ્સએપમાં આવ્યા છે જે જનફરિયાદો માટે જાહેર કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, આ નંબર ખરાબ રસ્તાઓની જાણકારી આપવા માટે હતો નહિ કે લગ્નનો પ્રસ્તાવ પહોચાડવા માટે. પ્રિયા, અનુપમા, મનીષા, કંચન અને દેવિકા જેવા નામ તે ૪૪ હજાર છોકરીઓમાં સામેલ છે જે તેજસ્વી યાદવ સાથે લગ્ન કરવા ઈચ્છે છે. જો કે, એવું નથી કે, બધા મેસેજ લગ્નની રજૂઆતના હતા. કુલ ૪૭૦૦૦ મેસેજ આવ્યા હતા જેમાં ૪૪ હજાર લગ્નના પ્રસ્તાવ હતા. બાકી ત્રણ હજારમાં ખરાબ રસ્તાઓનો ઉલ્લેખ હતો. મોટાભાગની છોકરીઓએ મેસેજમાં માત્ર પોતાનું નામ જ નહિ પરંતુ તેના ફિગર સાઈઝ, રંગ અને લંબાઈ પણ વિસ્તારપૂર્વક જણાવી છે. ૨૬ વર્ષના તેજસ્વી યાદવ લાલુ યાદવ અને રાબડી દેવીના સૌથી નાના પુત્ર છે. તેજસ્વી યાદવે મજાકના અંદાજમાં કહ્યું કે, જો તેમના લગ્ન થઇ ગયા હોત તો ફસાઈ જાત. તેજસ્વી અને તેમના મોટા ભાઈ તેજ પ્રતાપ બંને નીતીશ કુમાર કેબીનેટમાં સામેલ છે. પરંતુ તેજના મુકાબલામાં તેજસ્વીની ગણતરી સૌથી તેજ નેતા તરીકે થાય છે. હાલમાં એક છોકરીને ફેસબુક દ્વારા સંપર્ક કરીને તેને સ્કોલરશીપ નહિ મળવાની ફરિયાદ કરી હતી. તેજસ્વી યાદવે તાત્કાલિક તેના પર કાર્યવાહી કરીને તે છોકરીને મદદ કરી હતી.

The post બિહારના ડેપ્યુટી સીએમ Tejaswi Yadav ને 44,000 હસીનાઓ પ્રપોઝ કર્યું! appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

બિહારના ડેપ્યુટી સીએમ Tejaswi Yadav ને 44,000 હસીનાઓ પ્રપોઝ કર્યું!

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×