Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ગુજરાતમાં GUVNL ના વિદ્યુત સહાયકો માટે ખુશખબર, સરકારે પગારમાં કર્યો ધરખમ વધારો

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લીમીટેડ તથા તેને સંલગ્ન કંપનીઓમાં વિદ્યુત સહાયક તરીકે ફરજ બજાવતા પ૪ર૩ કર્મયોગીઓના ફિકસ પગારમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ દિપાવલીના પર્વે આ પગાર વધારાની ભેટ કર્મયોગીઓને આપી છે. વિજય રૂપાણીના આ કર્મયોગી હિતલક્ષી નિર્ણયને પરિણામે ઇલેકટ્રીકલ આસીસ્ટન્ટ હેલ્પર કક્ષાના કર્મયોગીઓના ફિકસ પગારમાં પ્રથમ વર્ષે રૂ. ૧૯૦૦ (૭૧૦૦ થી ૯૦૦૦) બીજા વર્ષે ૨૭૦૦ (૭૮૦૦ થી ૧૦,પ૦૦) અને ત્રીજા વર્ષે ૩૪૦૦નો વધારો (૮૬૦૦ થી ૧ર,૦૦૦) કરવામાં આવ્યો છે. જુનિયર આસીસ્ટન્ટ અને પ્લાન્ટ અટેન્ડન્ટ ગ્રેડ-૧ના ફિકસ પગારમાં પણ જે વૃધ્ધિ કરવામાં આવી છે તેમાં પ્રથમ વર્ષે રૂ. રર૦૦ (૭૮૦૦ થી ૧૦,૦૦૦) બીજા વર્ષે રૂ. ૨૯૫૦ (૮૫૫૦ થી ૧૧,૫૦૦) અને ત્રીજા વર્ષે રૂ. ૩૭૦૦ (૯૩૦૦ થી ૧૩,૦૦૦) કરવામાં આવ્યો છે. જુનિયર એન્જીનીયરના ફિકસ પગારમાં પણ જે વૃધ્ધિ કરવામાં આવી છે તેમાં પ્રથમ વર્ષે રૂ. ૧૮૦૦ (૧૯,૭૫૦ થી ૨૧,૫૫૦) બીજા વર્ષે રૂ. ૧૮૦૦ (૨૧,૭૫૦ થી ૨૩,૫૫૦) કરવામાં આવ્યો છે. આ કર્મયોગીઓના પગારમાં વધારાને પરિણામે GUVNL અને સંલગ્ન કંપનીઓ ઉપર વાર્ષિક રૂ. ૧પ.૧૮ કરોડનું વાર્ષિક ભારણ આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢ મહાનગરપાલિકાના પાંચ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા રોજમદાર અને ફિકસ પગારદાર કર્મચારીઓને વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાતમાં છૂટછાટ આપી આશરે ૧૬પ જેટલા કર્મચારીઓને વિનિયમીત કરવાનો કર્મચારી હિતલક્ષી નિર્ણય કર્યો છે. વિજય રૂપાણી સમક્ષ મહાનગરપાલિકાના અદના કર્મયોગીઓ તેમજ મેયરએ કરેલી રજૂઆતનો કર્મયોગી હિતલક્ષી અભિગમ અપનાવી પ્રતિસાદ આપતાં દિપાવલીની ભેટ રૂપે આ ૧૬પ કર્મયોગીઓને વિનિયમીત કરવામાં આવ્યા છે.

The post ગુજરાતમાં GUVNL ના વિદ્યુત સહાયકો માટે ખુશખબર, સરકારે પગારમાં કર્યો ધરખમ વધારો appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ગુજરાતમાં GUVNL ના વિદ્યુત સહાયકો માટે ખુશખબર, સરકારે પગારમાં કર્યો ધરખમ વધારો

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×