Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

તદ્દન નવા નકોર જોક્સ એ પણ ગુજરાતી માં હો.. પેટ પકડી ને હસશો..

મિત્રો, કેમ છો? બધા મજા માને? ફરી એક વાર હસવા માટે અમે આવ્યા છીએ. તમને હસાવા માટે આજે મજેદાર – જબરદસ્ત જોક્સ લઈ ને આવ્યા છીએ. કોઈ જોક્સ સાંજે નહીં તો શરમાય વગર બીજી વાર વાંચી લેજો હો..!!! તોય નો સમજાય તો કમેંટ માં પૂછી લેજો !!!

ઉર્દૂની સુંદરતા જુઓ.
મેં સવારે લખનઉ ના એક મિત્રને પૂછ્યું – શું કરે છે ભાઈ ?
તેને કહ્યું – “अभी मैं बड़ी शिद्दत से इज़्जतो-अज़मत की डोर को, बेपनाह उलझनों की गिरफ़्त से आज़ाद करने की कश़मकश में मुब्तिला हूं।”
મેં કહ્યું – મને સમજાનું નહી.
તેને કહ્યું – પાયજામાની નાડીમાં એક ગાંઠ પડી ગઈ છે, હું તેને ખોલી રહ્યો છું.

એક ગામમાં પૂર આવ્યું.
તો મીડિયાના લોકો ગામના સરપંચ પાસે ગયા અને કહ્યું: તમારા ગામની વસ્તી સરકારી રજિસ્ટરમાં પાંચસો છે અને નવસો લોકોને અત્યાર સુધી નદીમાંથી કાઢવામાં આવ્યા છે, એવું કેવી રીતે?
સરપંચ: રજિસ્ટરનું ખાતું બરાબર છે! એવું છે કે આપણા ગામમાં કોઈએ હેલિકોપ્ટર જોયું નથી,
એટલે સેના ના માણસો લોકો ને બહાર કાઢે છે અને તેઓ ફરીથી પાણીમાં કૂદીને હેલિકોપ્ટર ઉપર ચઢી જાય છે !!
સાચું કવ તો , હું જાતે નવ કે દસ વાર પાણીમાં કૂદી ગયો છું.

ગઈ કાલે નેટ નો ડેટા પૂરો થયો
ત્યારે ખબર પડી કે ઘર માં માસી બે દિવસ થી રોકવા આવ્યા છે !!!!

પત્ની: હું ઘર છોડી ને જાવ છું.
પતિ: તો હું પણ નિર્મલ બાબા પાસે જાઉં છું.
પત્ની: કેમ મને માંગવા જાવ છો?
પતિ: નહીં, બાબા ને કેવા જાવ છું કે કૃપા આવવાની શરૂ થાય ગઈ છે

ગાલિબ, અમારા વ્યક્તિત્વ વિશે તમે શું અનુમાન લગાવશો.
हम तो कब्रिस्तान से भी गुज़रते है तो मुर्दे उठ कर कहते है।
ભાઈ કયાંય નોકરી મળી ?

એક સંશોધન ..
જ્યારે પણ તમે મગફળી ખાશો, ત્યારે અંતમાં ફક્ત એક નાનો દાણો જ બાકી રહેશે.
અને જ્યારે બધી ખાય જાવ ત્યારે, ત્યારે ફોતરાં માંથી શોધી ને ખાશો

એક ભિખારી હતો ..
ભીખ માંગવા મસ્જિદની બહાર બેઠો હતો.
બધા નમાજીએ આંખો સંતાળી ચાલ્યા ગયા અને કાંઈ મળ્યું નહીં.
પછી તે ચર્ચ, પછી મંદિર અને ગુરુદ્વાર ગયો,
પણ કોઈએ તેને કશું આપ્યું નહીં.
છેવટે, તે બીયર બાર ની બહાર આવ્યો અને બેઠો.
જે પણ પીધેલા બહાર આવતા હતા , તે તેના વાટકીમાં કંઈક મુકતા હતા.
ટૂંક સમયમાં જ તેનો વાટકો નોટોથી ભરાઈ ગયો.
આ જોઈને ભીખારી બોલ્યા – ભગવાન, તમે ક્યાં રહો છો અને તમે ક્યાંનું સરનામું આપો છો.

પતિ- પાછા રીંગણા, તને ખબર નથી, વધારે પ્રમાણમાં રીંગણા ખાવાથી માણસ આગળના જીવનમાં ગધેડો બને છે.
પત્ની- તમારે તમારા પાછલા જીવનમાં આ વિશે વિચારવું જોઈતું હતું .

ડોક્ટર નર્સ ને : તું ઈન્જેક્શન જોઈને આટલી બૂમો કેમ પાડે છે ?
નર્સ: શું કરું સાહેબ મને બોવજ ડર લાગે !!
ડોક્ટર: તો તું એ દિવસે કેટલી બૂમો પાડીશ ?
નર્સ: કયા દિવસે ડોક્ટર?
ડોક્ટર: તું નહીં સમજે, આ જોક્સ વાચવા વાળા બધુ સમજી ગયા છે.

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ,જોક્સ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’લાઈક કરી જોડાઓ.



This post first appeared on What Is CoronaVirus And Covid19?, please read the originial post: here

Share the post

તદ્દન નવા નકોર જોક્સ એ પણ ગુજરાતી માં હો.. પેટ પકડી ને હસશો..

×

Subscribe to What Is Coronavirus And Covid19?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×