Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

IND VS NZ : બીજી વનડે મેચમાં હળવદની દીકરી હનાહ રાવલ ટોસ ઉછાળશે…

હળવદ મૂળનો રાવલ પરિવાર ન્યુઝીલેન્ડમાં થયો છે સ્થાયી

ક્રિકેટની રમત સમગ્ર દેશમાં લોકપ્રિય છે અને ભારતની ટીમ જયારે વિદેશી ધરતી પર રમવા પહોંચી હોય ત્યારે ક્રિકેટપ્રેમીઓનો લાઈવ મેચ નિહાળવા માટે ગમે તેમ કરીને સમય કાઢી લેતા હોય છે ત્યારે હાલ ભારત ન્યુઝીલેન્ડના પ્રવાસે છે જેની પ્રથમ ટેસ્ટ મેચ જીતી ભારતે સરસાઈ પ્રાપ્ત કરી છે ત્યારે ગુજરાતીઓ માટે બીજા ખુશી સાથે ગર્વના સમાચાર મળી રહ્યા છે જેમાં બીજી વનડે મેચમાં હળવદ મૂળના રાવલ પરિવારની દીકરી ટોસ ઉછાળશે

મૂળ હળવદના વતની અને વર્ષ ૨૦૦૭ થી ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયેલા નિલયભાઈ રાવલ ન્યુઝીલેન્ડની સીટીઝનશીપ ધરાવે છે તેઓ હાલ ન્યુઝીલેન્ડમાં બિઝનેશ કરી રહ્યા છે તેની દીકરી હનાહનો જન્મ ૨૦૧૦ માં થયો હતો અને માત્ર નવ વર્ષની દીકરીએ ANZ બેંકની કોમ્પીટીશનમાં ભાગ લીધો હતો જેમાં તે વિજેતા બની છે અને આ બેંક હાલ ન્યુઝીલેન્ડમાં રમાઈ રહેલી વનડે સીરીઝમાં મુખ્ય સ્પોન્સર છે જેથી હનાહ રાવલને ટોસ ઉછાળવાનો સોનેરી અવસર પ્રાપ્ત થયો છે

મૂળ ગુજરાતના મોરબી જીલ્લાના હળવદના વતની એવા રાવલ પરિવારની દીકરી હનાહ રાવલ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાનાર બીજી વનડે મેચમાં ટોસ ઉછાળશે અને હળવદ પંથક તેમજ મોરબી જીલ્લા સાથે સમગ્ર દેશના નાગરિકો ગર્વની અનુભૂતિ કરશે ત્યારે પ્રથમ વનડે મેચની જીતની ખુશી બેવડાઈ જવાની છે અને બીજી વનડે મેચ નિહાળવા તૈયાર ક્રિકેટ રસિકોને કોઈન ટોસ સમયે જ અનેરો આનંદ અને ખુશી પ્રાપ્ત થશે તેમાં બેમત નથી



This post first appeared on Maru Halvad, please read the originial post: here

Share the post

IND VS NZ : બીજી વનડે મેચમાં હળવદની દીકરી હનાહ રાવલ ટોસ ઉછાળશે…

×

Subscribe to Maru Halvad

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×