Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Navratri ની તૈયારીઓ પુરજોશમાં, યુવાનોમાં થનગનાટ

 Navratri ના ગણતરીના દિવસો બાકી હોવાથી ખેલૈયાઓ આખરી ઓપ આપી રહ્યા છે આદ્યશકિત માં અંબાનો પર્વ એટલે નવરાત્રી શરૂ થવાને આરે છે. આયોજકો પૂર જોશમાં તડામાર તૈયારીઓ કરી રહ્યા છે તો નાની બાળાઓથી યુવતીઓ તથા યુવકો રોજ સાંજ સમયે ગરબા પ્રેક્ટીસ માટે પહોંચીને આખરી ઓપ આપી રહ્યા છે. અને અવનવા રાસોત્‍સવ અને સ્‍ટેપ શીખવા માટે ભારે મહેનત કરી રહ્યા છે. ગુજરાતમાં સુરત, વડોદરા જેવા વિવિધ શહેરોમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ નવરાત્રીનો માહોલ છવાય રહ્યો છે તેવું નજરે જણાય રહ્યું છે. નવરાત્રી આગમનની સાથે જ હંમેશા ની જેમ ઇનામો માટે પ્રેક્ટીસ કરી રહ્યા છે.કલાસીસમાં પણ ખેલૈયા તેયારી કરી રહ્યા છે. ખેલૈયા નવરાત્રીના પ્રારંભની વાટ જોઈને બેઠા છે નવ-નવ દિવસ સુધી મન મૂકીને રાસોત્સવ મનાવવા શહેરના યુવા હૈયાં થનગની રહ્યા છે. ત્યારે નવરાત્રી મંડળો, અર્વાચીન ગરબા આયોજકો અને ખેલૈયાઓ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.શહેરમાં અનેક સ્થળોએ ચાલતા દાંડિયા કલાસીસમાં બાળકોથી માંડીને યુવાઓ નવા-નવા સ્ટેપ્સ શીખી રહ્યા છે. જ્યારે ગરબી મંડળો દ્વારા અગાઉથી આપવામાં આવતી પરંપરાગત ગરબાની તાલિમ પણ આખરી તબકકામાં પહોંચી છે. બીજી તરફ ખેલૈયાઓનાં ટ્રેડીશનલ ડ્રેસ અને ઓર્મેન્ટના બજારમાં પણ ગરમાવો આવ્યો છે. ખેલૈયાઓ માં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે. અને બસ, હવે નવરાત્રીનો પ્રારંભ થાય એટલી જ વાર જોઈ ને બેઠા છે. ખેલૈયાઓ ડ્રેસ પાછળ ૨૫થી ૩૦ હજાર રૂપિયા ખર્ચતા પણ ખચકાતા નથી ખેલૈયાઓ ડ્રેસ, મેકઅપનો સામાન વગેરેની ખરીદી તેમજ ટેટુ દોરવાની તૈયારીમાં લાગી ગયા છે. બે-ત્રણ દિવસ બાકી હોવાથી ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાંક વર્ષાેથી નવરાત્રીમાં પ્રોફેશનલ આયોજનોનું પ્રમાણ વધ્યું છે. આ આયોજનોમાં ઇનામોની ભરમાર હોવાથી ખેલૈયાઓ આવા આયોજનોમાં કપલ કે ગ્રૂપમાં રમવા જવાનું સૌથી વધુ પસંદ કરે છે. જોકે, આવા આયોજનોમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને રમવાનું ફરજિયાત હોવાથી ખેલૈયાઓ ડ્રેસ પાછળ ૨૫થી ૩૦ હજાર રૂપિયા ખર્ચતા પણ ખચકાતા નથી. નવ દિવસ દરમિયાન મેકઅપ માટેના ખાસ પેકેંજ બનાવવામાં આવે છે હાલમાં બજાર પણ ગરમ જોવા મળી રહયું છે. બજારમાં હાલ બાંધણી અને એમ્બ્રોઇડરી વર્કવાળા ડ્રેસની સૌથી વધુ ડિમાન્ડ છે. જેની કિંમત રૂપિયા ૫ હજારથી લઇને ૫૦ હજાર સુધીની છે. આ ઉપરાંત યુવતીઓ માટે નવરાત્રીના નવ દિવસ દરમિયાન મેકઅપ માટેના ખાસ પેકેંજ જ બનાવવામાં આવે છે. આ પેકેજની કિંમત રૂપિયા ૧૫થી લઇને ૧૫ હજાર રૂપિયા સુધીની હોય છે. આ સાથે જ કેટલાક યુવક-યુવતીઓ નવરાત્રીના નવ દિવસ રોજેરોજ ટેમ્પરરી ટેટુ અંકાવે છે. જેની પાછળ પણ ૮ હજારથી ૧૦ હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.

The post Navratri ની તૈયારીઓ પુરજોશમાં, યુવાનોમાં થનગનાટ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Navratri ની તૈયારીઓ પુરજોશમાં, યુવાનોમાં થનગનાટ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×