Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

યુપીમાં BJP ખેલશે હિંદુત્વ કાર્ડ અને કાસ્ટ કાર્ડ, બેઠક મુજબ અલગ રણનીતિ

યુપીમાં થનાર વિધાનસભા ચૂંટણીનું એલાન થઇ ચુક્યું છે. સાત તબક્કામાં થનાર ચુંટણીમાં બિન-ભાજપી પાર્ટીઓ માત્ર એક ઉદ્દેશ પર તૈયારીઓ કરતી દેખાઈ રહી છે જે ભાજપને રોકવાનો છે. તેના ઘણા કારણ છે. કેમ કે BJP જીતી જશે તો રાષ્ટ્રપતિ પસંદ કરવા માટે તેમની પાસે બહુમત વધી જશે. ત્યારે યુપીમાં ભાજપ જીતવાનો મતલબ એ હશે કે, મંડળની રાજનીતિને નવી પરિભાષા મળે અને મુલાયમ સિંહ યાદવના ઓબીસી જાતિને એકત્રીકરણ કરવાની રણનીતિને ધક્કો લાગે. ભાજપના જીતવાથી રાજ્યના તે મુસ્લિમ વોટરને પણ ઝટકો લાગશે જે સપા કે બસપાને વોટ આપશે. કેમ કે રાજ્યમાંથી પહેલા કોઈ મુસ્લિમ સાંસદ નથી. સુત્રો અનુસાર, ભાજપ યુપીમાં હિન્દુત્વ કાર્ડ ખેલવાનું મન બનાવી ચુકી છે. ભાજપ નેતાઓનું કહેવું છે કે, ભાજપ દરેક સીટ માટે અલગ રણનીતિ તૈયાર કરશે, જેવી રીતે જે ૯૭ સીટો પર બસપાએ મુસ્લિમ ઉમેદવારને ટીકીટ આપી છે તેના પર રણનીતિ બાકી સીટોથી અલગ હશે. ભાજપ નેતાઓનું માનીએ તો તે કોંગ્રેસને દોડમાં નથી જોઈ રહ્યા. તેમણે કોંગ્રેસ- સપા-આરએલડીના સંભવિત ગઠબંધનથી પણ કોઈ ખાસ ફરક નહિ પડે. તો પણ ભાજપને જે ચિંતા છે તે એ વાતની છે કે, મુસ્લિમ વોટ સપા અને બસપામાં ક્કેવી રીતે વહેચાઈ જાય. ત્યારે જો કોંગ્રેસની વાત કરીએ તો તે કોઈ પણ રીતે ગઠબંધન કરીને પોતાને બચાવવા ઈચ્છે છે. શીલા દીક્ષિતે પણ સપા સાથે સંભવિત ગઠબંધન પર નિવેદન આપ્યું હતું. ત્યારે જો સપા તૂટી જાય છે તો પણ ફાયદો ભાજપને થતો દેખાઈ રહ્યો છે કેમ કે ભાજપનો પ્લાન એવો રહેશે કોઈ પણ રીતે મુસ્લિમ વોટને વહેચવામાં આવે.

ઉત્તર પ્રદેશ - સાત તબક્કામાં યોજાશે મતદાન પ્રક્રિયા : 
ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કાનું મતદાન ૧૧ ફેબ્રુઆરીએ નોટીફીકેશન જાહેર કરવાની તારીખ : ૧૭ જાન્યુઆરી નામાંકન પત્ર ભરવાની અંતિમ તારીખ : ૨૪ જાન્યુઆરી ફોર્મ ચકાસણી તારીખ : ૨૫ જાન્યુઆરી ઉમેદવારપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ : ૨૭ જાન્યુઆરી
ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાનું મતદાન ૧૫ ફેબ્રુઆરીએ નોટીફીકેશન જાહેર કરવાની તારીખ : ૨૦ જાન્યુઆરી નામાંકન પત્ર ભરવાની અંતિમ તારીખ : ૨૭ જાન્યુઆરી ફોર્મ ચકાસણી તારીખ : ૨૮ જાન્યુઆરી ઉમેદવારપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ : ૩૦ જાન્યુઆરી
ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કામાં ૬૯ સીટો માટે ૧૯ ફેબ્રુઆરીએ થશે મતદાન નોટીફીકેશન જાહેર કરવાની તારીખ : ૨૪ જાન્યુઆરી નામાંકન પત્ર ભરવાની અંતિમ તારીખ : ૩૧ જાન્યુઆરી ફોર્મ ચકાસણી તારીખ : ૨ ફેબ્રુઆરી ઉમેદવારપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ : ૪ ફેબ્રુઆરી
ઉત્તર પ્રદેશમાં ચોથા તબક્કામાં ૨૩ ફેબ્રુઆરીએ થશે મતદાન નોટીફીકેશન જાહેર કરવાની તારીખ : ૩૧ જાન્યુઆરી નામાંકન પત્ર ભરવાની અંતિમ તારીખ :૬ ફેબ્રુઆરી ફોર્મ ચકાસણી તારીખ : ૭ ફેબ્રુઆરી ઉમેદવારપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ : ૯ ફેબ્રુઆરી
ઉત્તર પ્રદેશમાં પાંચમા તબક્કામાં ૫૨ સીટો માટે ૨૭ ફેબ્રુઆરીએ થશે મતદાન નોટીફીકેશન જાહેર કરવાની તારીખ : ૨ ફેબ્રુઆરી નામાંકન પત્ર ભરવાની અંતિમ તારીખ : ૯ ફેબ્રુઆરી ફોર્મ ચકાસણી તારીખ : ૧૧ ફેબ્રુઆરી ઉમેદવારપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ : ૧૩ ફેબ્રુઆરી
ઉત્તર પ્રદેશમાં છઠ્ઠા તબક્કામાં ૪૯ સીટો માટે ૪ માર્ચે થશે મતદાન નોટીફીકેશન જાહેર કરવાની તારીખ : ૮ ફેબ્રુઆરી નામાંકન પત્ર ભરવાની અંતિમ તારીખ : ૧૫ ફેબ્રુઆરી ફોર્મ ચકાસણી તારીખ : ૧૬ ફેબ્રુઆરી ઉમેદવારપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ : ૧૮ ફેબ્રુઆરી
ઉત્તર પ્રદેશમાં સાતમાં તબક્કામાં ૪૦ સીટો માટે ૮ માર્ચે થશે મતદાન નોટીફીકેશન જાહેર કરવાની તારીખ : ૧૧ ફેબ્રુઆરી નામાંકન પત્ર ભરવાની અંતિમ તારીખ : ૧૮ ફેબ્રુઆરી ફોર્મ ચકાસણી તારીખ : ૨૦ ફેબ્રુઆરી ઉમેદવારપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ : ૨૨ ફેબ્રુઆરી

The post યુપીમાં BJP ખેલશે હિંદુત્વ કાર્ડ અને કાસ્ટ કાર્ડ, બેઠક મુજબ અલગ રણનીતિ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

યુપીમાં BJP ખેલશે હિંદુત્વ કાર્ડ અને કાસ્ટ કાર્ડ, બેઠક મુજબ અલગ રણનીતિ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×