Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Janmashtmi Poem In Gujarati

Janmashtmi Poem In Gujarati

Janmashtmi Poem In Gujarati written by our very dear versatile writer Mrs Hiral Pathak Mehta. જન્માષ્ટમી આવે એટલા કૃષ્ણ ની અનેક લીલાઓ, રાધા સાથે નો પ્રેમ, દ્રૌપદી સાથે ની મૈત્રી અને કૃષ્ણ ના કાવ્ય આ બદ્ધુજ જાણે સ્મરણ માં આવી જાય. કૃષ્ણ એટલે બાળગોપાલ થી લઇ છેક દ્વારિકાધીશ સુધીનો એક અનેરો અને અનોખો જીવન સફર. આપડી પ્રિય લેખિકા એ કૃષ્ણ ની એજ લીલાઓ, રાધા સાથે નો સંવાદ, ગીતા માં આપેલું વચન ખુબજ સુન્દેર રીતે એક કાવ્ય સ્વરૂપે પ્રસ્તુત કર્યું છે. આશા રાખું છું તમને ગમશે.

મનમોહન તું એમ નથી કહેવાતો…
તારી વાંસળી થી પણ તું કેટલો પ્રેમ વરસાવતો….
પ્રેમ માં તારા પાગલ રાધા ને મીરાં છે….
તો પણ ગોપીઓની સાથે તું કેવી રાસલીલા રચાવતો….

અલગ અલગ દીસે તું ,અવનવા અવતારે….
શરણ માં તારી આવતા ને તું જ તારે….
વંચિત નથી ભક્તો તારી લીલાઓ થી…
વ્યથાઓ માં ચમત્કાર કરી તું જ છે ઉગારે…..

અવતરણ તારું ધરતી પર એક આશીર્વાદ છે….
પ્રેમ માં પારંગત તું ને યુદ્ધ માં અપવાદ છે….

મીરાં નો “મોહન” તું ને રાધા નો “કાન” છે….
મન ને મોહનારો તું સૌનો ” કનૈયાલાલ” છે….
લિ. હિરલ પાઠક મેહતા.

અમારા સહુ વાચક મિત્રો ને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ની વધાઈ.

Related Poems

  • Krishna Bhakti Poem in Gujarati
  • Poem on Krishna in Gujarati
  • Gujarati Poem on Krishna

The post Janmashtmi Poem In Gujarati appeared first on Mann Na Vichar.



This post first appeared on Mann Na Vichar, please read the originial post: here

Share the post

Janmashtmi Poem In Gujarati

×

Subscribe to Mann Na Vichar

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×