Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

New Beginning Stories In Gujarati

New Beginning Stories In Gujarati

New Beginning Stories In Gujarati by our guest writer Jagruti Kaila. A wonderful story of a failed marriage that tells that, do not hesitate to start a fresh life after you failed in past.

“અભી..ઓ અભી..ક્યાં છે તું? આ જો તો આપણો પ્રેમ.” શ્રદ્ધા આ બોલતાં તો બોલી પણ યાદ આવ્યું કે, અભી તો છ મહિનાથી વિદેશ છે. અને તે નિરાશ થઈ.

અને પોતાના બે વર્ષનાં પ્રેમને માતૃત્વનાં આલિંગનમાં લેતાં બે આંસુ સરી પડ્યાં.

બીજા છ મહિના પસાર થયાં. હવે તો અભી સાથે નહીં જેવો જ કોન્ટેક્ટ થતો. ઘરખર્ચ માટે પણ હવે ટેન્શન વધ્યું.

એક દિવસ શ્રદ્ધાને માર્કેટમાં કોલેજ ફ્રેન્ડ વીર મળ્યો. બંનેએ કોફી શોપમાં કોફી પીધી, અને કોલેજના દિવસો યાદ કર્યા, ઘણા સમય પછી આજે શ્રદ્ધાએ ખુશી અનુભવી. વીર શ્રદ્ધાને ખૂબ જ ચાહતો પણ શ્રદ્ધાએ આર્થિક દ્રષ્ટિકોણથી વીરને ના પાડી હતી. એ વાત યાદ આવતાં શ્રદ્ધા ખુદને દોષિત સમજતી.

હવે શ્રદ્ધા અને વીર રોજ મળતાં, ફોન પર પણ ઘણી વાતચીત થતી. પણ, વીરનાં વર્તનમાં નહોતી ફરિયાદ કે નહોતી કોઈ ડિમાન્ડ.

એક રાતે અચાનક અભીનો ફોન આવ્યો કે “શ્રદ્ધા, તું વિદેશમાં રહેવાને લાયક નથી, મે અહીં જ માન્યા સાથે રહેવાનું નક્કી કર્યું છે, હું વહેલી તકે તલાક માટે ભારત આવું છું.” અને ફોન કટ થઈ ગયો.

એ મોડી રાત સુધી આવનારી પ્રભાતથી અજાણ વિચારતી જ રહી. અને બીજા દિવસે સવારમાં જ વીર પાસે ફોન પર ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

દસ મિનિટ પછી વીર આવ્યો અને શ્રદ્ધા એને વળગી ફરી રડી પડી. વીર શાંત કરતો રહ્યો.

થોડી વાર પછી વીરે કહ્યું, “કોફી મળશે? ખૂબ જ ઈચ્છા છે. “

થોડો સમય વીરને વિચારવા માટે મળ્યો. શ્રદ્ધા કોફી લાવી એટલે વીરે નાનકડાં પ્રેમ સામું જોઈ કહ્યું કે, “શ્રદ્ધા શું હું તારા પ્રેમને લાયક છું? “

આટલું સાંભળતા જ શ્રદ્ધા વીરને વળગી ફરી રડતાં રડતાં બોલી, “ખૂબ ખૂબ આભાર વીર તે મારી આજની પ્રભાત ખૂબ સરસ બનાવી.”

વીરે બાજુમાં રમતાં પ્રેમના મસ્તક પર હાથ ફેરવી કહ્યું ” તારી તો પ્રભાત જ.. પણ મારી તો આખી જિંદગી ખૂબ સરસ બની ગઈ.”

અને રંગી પરોઢ માટે ઈશ્વરનો આભાર માન્યો.

જાગૃતિ કૈલા (મોરબી)

More Stories In Gujarati

  • Horror Story In Gujarati
  • Short Story On Resolution in Gujarati
  • Short Story On Humanity In Gujarati

The post New Beginning Stories In Gujarati appeared first on Mann Na Vichar.



This post first appeared on Mann Na Vichar, please read the originial post: here

Share the post

New Beginning Stories In Gujarati

×

Subscribe to Mann Na Vichar

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×