Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Internet Love Story In Gujarati

Internet Love Story In Gujarati

Internet Love Story In Gujarati written by Krupali Patel. Read it once.

શું કોઈ એકબીજાને મળ્યા વીના આજીવન પ્રેમ કરી શકે? તેનો જવાબ છે ,”હા “, જો પ્રેમ નિ:સ્વાર્થ હોય તો મુલાકાત જરૂરી નથી.

વાત છે વેરાડ ગામની શ્વેતા અને રાજકોટના હર્ષની. બન્ને એકબીજા માટે અપરિચીત હતાં. પરંતુ કહે છેને દુનિયા ઘણી નાની છે, ક્યારે કોની સાથે મુલાકાત થઈ જાય કહી ના શકાય. તે જ રીતે આજના ઈલેક્ટ્રોનીક યુગમાં ઈન્ટરનેટના માધ્યમથી શ્વેતા અને હર્ષની પણ અનાયાસે જ મુલાકાત થઈ. બન્યું એવું હતું કે જે રીતે અત્યારે આ કોરોનાની મહામારીનો દૌર ચાલી રહ્યો છે, વિવિધ એપના માધ્યમથી બધા પોતાના વિચારો પ્રગટ કરી રહ્યા છે, ત્યારે હર્ષ અને શ્વેતાએ પણ પોતાના વિચારો રજુ કર્યા. અને અનાયાસે બન્ને એકબીજાના વિચારોથી સહમત થતા ગયા. ધીરેધીરે ચર્ચાનો દૌર વધતો ગયો. ઘણા મુદ્દાઓ પર બન્નેનાં એક જ મત થતાં. ઘણી વખત કોઈ મુદ્દા પર આકરી ચર્ચાઓ પણ થતી.

 એવામાં હર્ષે જ પહેલ કરી શ્વેતાને કહ્યું કે આપણા વિચારો ઘણા મળે છે, તો શું આપણે મિત્ર બની શકીએ? શ્વેતાએ પણ સહમતી આપી અને બન્નેએ મેસેજ શરૂ કર્યા. દરરોજ કલાકો સુધી બન્ને વાતો કરવા લાગ્યા. એકબીજાની પસંદ નાપસંદ જાણવા લાગ્યા. સૌથી અગત્યની વાતતો એ હતી કે બન્નેમાંથી કોઈએ પણ એકબીજાને જોયા ન હતા અને બન્નેમાંથી કોઈએ ફોટામાં પણ એકબીજાને નહોતા જોયા. સમયને જતા ક્યાં વાર લાગે છે? 6 મહીનાનો સમય આમ ને આમ પસાર થઈ ગયો.બન્ને એકબીજાને ખૂબ સારી રીતે ઓળખવા લાગ્યા હતાં. આ ઓળખાણે ક્યારે બન્નેના મનમાં પ્રેમના બીજ વાવી દીધા ખબર જ ના પડી.
       
એકદિવસ શ્વેતાએ જ હર્ષને કહ્યું, ” હર્ષ મને લાગે છે હું તને પ્રેમ કરવા લાગી છું. તારી સાથે હું વિચારો થી જોડાઈ ગઈ છું. આપણે એકબીજાને મળ્યા નથી, ને આપણે એકબીજાને જોયા પણ નથી, છતાં પણ હું તને પ્રેમ કરવા લાગી છું.” હું તને માત્ર મારા વિચાર જણાવું છું. તને કોઈ પણ બંધનમાં બાંધવા નથી માંગતી. તું આજે પણ તારા વિચાર જણાવા મુક્ત છે. ખડખડાટ હસતા હસતા હર્ષે કહ્યું, ” જે વાત હું 3 મહિનાથી ના કહી શક્યો તે વાત આજે તે ખૂબ નીખાલસતા થી કહી દીધી. શ્વેતા આજે હું પણ મારા પ્રેમની કબૂલાત કરુ છું. હું પણ તને ખૂબ પ્રેમ કરુ છુ.”હર્ષે કહ્યું, મારે તને માત્ર એટલુંજ કહેવું છે, બધા લોકો એકબીજાને જોઈને,મળીને, પારખીને પ્રેમ કરતા હોય છે. પરંતુ હું તો માત્ર એટલું જ માનું છું કે પ્રેમ કરવા માટે કોઈને મળવું કે જોવું જરૂરી નથી. પ્રેમ તો બે હ્રદયને એક કરે છે, જ્યારે બન્નેના હ્રદય એકસાથે જ ધબકારા લે ત્યારે સમજવું પ્રેમની શરૂઆત થઈ રહી છે.
   
હર્ષની આ વાત સાંભળી શ્વેતા ખૂબ જ ખુશ થઈ. તેણે હર્ષને કહ્યું, કે શું તે તેની સાથે લગ્ન કરશે? હર્ષ તો આ વાત સાંભળી ઉછળી જ પડ્યો. તેણે એક પણ ક્ષણ ગુમાવ્યા વિના જ હા પાડી કહ્યું , સારા કામમાં રાહ શેની?. બન્નેએ નક્કી કર્યુ કે તેઓ પોતાના માતા પિતાને લગ્ન વિશે વાત કરશે. આ પ્રેમ પણ કેવો હતો, એકરાર થયા પછી પણ બન્નેમાંથી કોઈએ પણ એકબીજાને મળવાની કે જોવાની વાત ન કરી. બન્ને એક સરખું જ વિચારતા હતાં. બન્ને એ પોતાના માતા પિતાને પોતાના પ્રેમની વાત કરી, બધી વાત તેમણે પ્રેમથી સમજાવી. તેમને વિશ્વાસ જ નહોતો બેસતો કે કોઈ એકબીજાને જોયા કે મળ્યા વગર કઈ રીતે પ્રેમ કરી શકે? તેઓએ બન્નેને સલાહ આપી કે એકવાર તેઓ એકબીજાને મળીને પછી લગ્ન વિશે વિચારે.
    
આ વાતમાં પણ બન્ને એકમત હતા. બન્નેએ પરિવારને માત્ર એટલું જ કહ્યું કે, અમારો પ્રેમ મનથી છે, એ કોઈપણ શારીરીક બંધન થી નથી જોડાયેલો, માટે તેમના માટે મળવું કે જોવું આવશ્યક નથી. અને હવે તેઓ એકબીજાને લગ્ન મંડપમાંજ જોશે. તેમના પરિવારે પણ તેમના આ નિર્ણયને સ્વિકારી તેમને લગ્નની મંજૂરી આપી. વહેલા માં વહેલી તકે તેમના લગ્ન લેવાયા.
    
એ સમય પણ આવી ગયો જ્યારે બન્નેએ પહેલીવાર એકબીજાને જોયા. લગ્નમંડપમાં દુલ્હનનાં શણગારમાં શ્વેતા ખૂબ જ સુંદર લાગી રહી હતી. સામે હર્ષ પણ શેરવાનીમાં એકદમ અદભુત લાગી રહ્યો હતો. મંડપમાં જ્યારે વરમાળા પહેરાવાનો સમય આવ્યો અને પહેલીવાર બન્નેની આંખો એકબીજાને મળી ત્યારે પણ બન્નેનાં હ્રદયમાંથી એક જ અવાજ આવ્યો, અદભુત, અતિસુંદર. અને બન્ને એકબીજાને જોઈ હસી પડ્યા.અને અંતે તેઓ લગ્નગ્રંથીથી જોડાઈ એકબીજામાં સમાઈ ગયા.લગ્નમાં આવેલ તમામ લોકો આ અદભુત પ્રેમવિવાહ થી અંજાઈ ગયા અને બધાના મોં માંથી એક જ વાત નીકળી, પ્રેમનો આ પર્યાય છે બન્ને. અને અંતે બધાએ આશિર્વાદથી વધાવી લીધા.  આમ એક ઈન્ટરનેટવાળી પ્રેમ કથાની સુખદ શરૂઆત થઈ.

Stories and Poem you may like to read

  • Positive Stories In Gujarati
  • Love Poem In Hindi
  • Gujarati Love Story
  • Hindi Poems On Life
  • Poem on life in hindi
  • Poem On Corona in Hindi
  • Gujarati Short Stories – ત્યારે જ હું તને ગમતી?

The post Internet Love Story In Gujarati appeared first on Mann Na Vichar.



This post first appeared on Mann Na Vichar, please read the originial post: here

Share the post

Internet Love Story In Gujarati

×

Subscribe to Mann Na Vichar

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×