Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Poem On Mumbai Local

Poem On Mumbai Local

Poem on Mumbai Local. This Poem is an Autobiography of Mumbai Local. I have tried to shared how they might be feeling during the lock down. Below is the poem. Please read and help us with the feedback.

ઘડિયાળ ના ટકોરે દોડતી હું ,
રાત્રી ના થોડા વિશ્રામ બાદ ફરી જાગી જતી,
હું મુંબઈ લોકલ, આજે એકલી ઉભી વિચાર કરતી હતી… (૧)

કરોડો લોકો ના સપનાઓ ને મે મારા સમજીને પુરા કરવાની કોશિશ કરી હતી.
કેટલાય સુખ મા ખુશ અને દુઃખ મા હું પણ દુઃખી થઇ હતી,
હું મુંબઈ લોકલ, આજે આ સપનાની નગરી મા એકલી ઉભી વિચાર કરતી હતી…. (૨)

મગ્ન થઇ જતી હું પણ એ ભજન ના રણકાર થી,
નિરાશ થતી હું પણ એ ઝગડા ના અવાજ થી,
હું મુંબઈ લોકલ, આ મોટા શહેર મા એકલી ઉભી વિચાર કરતી હતી…. (૩)

અનેક કુદરતી આપદાઓ થી લડતી,
બૉમ્બ બ્લાસ્ટ થી ભલે ઘયલા થયું મારુ શરીર હતું, એ ઘાવ ભૂલીને પણ હું દોડતી હતી
હું મુંબઈ લોકલ, આજે એકલી ઉભી વિચાર કરતી હતી…. (૪)

દરેક કલાકે બદલાતી મારી મંજીલ હતી,
છતા પણ લોકોને એમની સાચી મંજીલ સુધી હું પહોંચાડતી હતી,
હું મુંબઈ લોકલ, આજે કંટાળેલી હવે એકલી ઉભી વિચાર કરતી હતી…. (૫)

સમય સાથે બદલાતી મારી કાયા હતી,
છતા પણ ક્યારે હું ગરીબ અને અમીર નો ભેદ નહોતી રાખતી ,
હું મુંબઈ લોકલ, આજે નિસ્વાર્થ એકલી ઉભી વિચાર કરતી હતી…. (૬ )

ક્યારેક જે લોકોનો નો મને ભાર લાગતો હતો,
આજે, એજ લોકો ને જોવા મારા નયન તરસે છે ,
વિચારું છુ ક્યારે પતશે આ આપદા ,
અને ફરી ચહલ પહલ હશે મારા શેહર મા,
હું મુંબઈ લોકલ, આજે ગંભીર થેયેલી એકલી ઉભી વિચાર કરતી હતી…. (7)

Posts You May Like To Read :

  • Life Poems In Gujarati
  • Gujarati Short Stories – ત્યારે જ હું તને ગમતી?
  • Gujarati Love Quotes
  • Love Poem In Gujarati
  • Childhood Poem
  • Krishna Quotes

The post Poem On Mumbai Local appeared first on Mann Na Vichar.



This post first appeared on Mann Na Vichar, please read the originial post: here

Share the post

Poem On Mumbai Local

×

Subscribe to Mann Na Vichar

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×