Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

રવિવાર ની સાંજ

જિંદગીમાં રવિવારની એક અલગ જ મજા છે, આખું અઠવાડિયું કામ ધંધા ની ભાગદોડમાં, ટેન્શનમાં, સ્ટ્રેસ માં નીકળી જાય છે. આપણે પણ રવિવારની રાહ જોતા હોઈએ છીએ. ક્યારે રવિવાર આવે અને આરામ કરી, રવિવારની એક અલગ જ મજા છે. 


બધા લોકો પોતપોતાની રીતે રવિવારને સારો બનાવવા ઇચ્છતા હોય છે, સુખ, શાંતિ અને આનંદ મેળવી ફ્રેશ થવા માગતા હોય છે. 

મારી આ કવિતા રવિવારની સાંજ કંઇક એવું જ બતાવે છે, તો જોઈએ રવિવારની સાંજ........


                        "રવિવારની સાંજ"

અઠવાડિયાના ઘમાસાણ પછી, આવી આ રવિવારની સાંજ,
મનમાં છે શાંતિ અને આનંદ, નથી આજે કંઈ કામકાજ.

સુંદર મજાની ચા બનાવીને, મોજ થી હું પીવું છું,
આજે એવું લાગે છે કે, સાચે જ જિંદગી જીવું છું.

હાડમારી રહે સોમ થી શનિ, ટાઈમ કાઢી શકાય નહીં,
થાકી ને લોટપોટ થઈ જવાય, ચેનથી બેસી શકાય નહીં.

આખો દિવસ મગજમારી ને, મનથી થાકી જવાય છે,
કાળી મજૂરી કરી કરીને, તોબા પોકારી જવાય છે.

અરે! ઘાંચીના બળદની જેવી, હાલત કપરી થાય છે,
તોય અંતે જિંદગીમાં બે છેડા, ભેગા ક્યાં થાય છે.

વિટંબણા અનંત જાતની, આજે તો હું ભૂલી ગયો,
ઘર પરિવાર, સગા વ્હાલા, તેમની સાથે બેસી ગયો.

અલક મલક ની વાતો ચાલે, બધું દુઃખ વિસરાઈ ગયું,
આનંદ અને કિલ્લોલથી, ઘર અમારું ભરાઈ ગયું.

એક એક જતી પળ સાથે, વિચાર મને થાય છે,
રાજન કહે 'રવિવારની સાંજ', તું ક્યાં ચાલી જાય છે.

                                       - રાજન ચોકસી


This post first appeared on Rajan Ni Duniya, please read the originial post: here

Share the post

રવિવાર ની સાંજ

×

Subscribe to Rajan Ni Duniya

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×