Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

કવિતા નં : ૪ - પરિસ્થિતી નું ચક્ર



પરિસ્થિતિનું ચક્ર

જિંદગીમાં આવે, પરિસ્થિતિ અનેક,
થોડી જે ગમતી, થોડી જે અણગમતી,
સારી ને સ્વીકારીએ, નબળી ને ધુત્કારીએ,
રોઈએ કે હસીએ, પરિસ્થિતિ જે આવે તે જ આવતી.

જ્યારે રમતી ઝૂમતી આવે પરિસ્થિતિ ગમતી,
બે હાથે આવકારી, છલકાઈ જઈએ આપણે,
હસીએ, કુદીએ, ગાઈએ, નાચવા લાગીએ,
ખીસું ભરાતા, ખાલી કરતા જઈએ આપણે.

પણ જ્યારે આવે, પરિસ્થિતિ અણગમતી,
તરત જ દૂર-દૂર ભાગવા, લાગીએ આપણે,
અંધકાર, પીડા, તકલીફ, દુઃખ-દર્દ જોઈને,
ભગવાન સામે રડવા લાગી આપણે.

જિંદગીમાં ઉડી ઉપર કે પછડાઈએ નીચે,
સંતુલન જાળવવાનું ચૂકી જઈએ આપણે,
સારા સમયમાં યાદ ન કરીએ કોઈને,
દુઃખમાં જે દેખાય તેની પાસે દોડી જઈએ આપણે.

-     રાજન ચોક્સી


This post first appeared on Rajan Ni Duniya, please read the originial post: here

Share the post

કવિતા નં : ૪ - પરિસ્થિતી નું ચક્ર

×

Subscribe to Rajan Ni Duniya

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×