Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

…ત્યાં સુધી તકલીફ નથી!

Read this full post …ત્યાં સુધી તકલીફ નથી! on Swati's Journal.

હ્રદયવિહોણા બે’ક અનુભવોની કંઇ થોડી ફરિયાદ ખરી

પણ,

સંગ રહેતા મન છે ઝાકળ જેવા, ત્યાં સુધી તકલીફ નથી.

લાગણીશૂન્ય ને દિશાહીન માનવતાની મને પીડા છે

તેથી જ,

પીડતા એ કુપાત્રોથી રહે અંતર, તો તકલીફ નથી.

ચલણી નાણું સંબંધોને આંકે તેથી આહત તો છું

પણ,

મંડાય પરબ કોઈ ખૂણે ગલીમાં, ત્યાં સુધી તકલીફ નથી.

તારાથી આગળ ન થઈ શકવાનો મનમાં મુજને ઉદ્વેગ ઘણો

પણ,

પાછળ જોઉં ને, ‘મા’ મીઠું હસી દે, ત્યાં સુધી તકલીફ નથી!

જીવનમાં સુખ, ખુશી, પ્રગતિ આ દરેકનાં માપદંડો સમય અને સંજોગો પ્રમાણે ચોક્કસ બદલાતા રહે છે જેમાં, માણસ તરીકે સતત આહત કરતાં અનુભવો પણ સામેલ છે.પરંતુ,દરેક પાસે જીવનમાં કોઈક એવું ચોક્કસ છે જે આ દરેક અનુભવોથી પર એવી શાંતિ બક્ષે… તમારી પાસે પણ છે ને?

Written by - Swati Joshi

Freelance Content Writer, Indian Author

Having dealt with loads of people literally, I have mastered the subject called LIFE! Everyday encounters and years passed in greying hair push me to write. While not writing, I do behave as a normal human being. Read More

Follow it for more short stories, Articles and Poetry.

Share the post

…ત્યાં સુધી તકલીફ નથી!

×

Subscribe to Swati's Journal - Short Stories, Motivational Articles And Poetry By Freelance Writer - Swati Joshi

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×