Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

supreme-court-refuses-plea-seeking-permission-to-hold-muharram-procession-ask-them-to-approach-allahabad-high-court-mb– News18 Gujarati


News18 Gujarati Updated: August 27, 2020, 3:51 PM IST

મૌલાના કલ્બે જવ્વાદે અરજી દાખલ કરી સમગ્ર દેશના અલગ-અલગ શહેરોમાં મોહરમના જુલૂસ કાઢવાની મંજૂરી માંગી હતી

મૌલાના કલ્બે જવ્વાદે અરજી દાખલ કરી સમગ્ર દેશના અલગ-અલગ શહેરોમાં મોહરમના જુલૂસ કાઢવાની મંજૂરી માંગી હતી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ શિયા ધર્મગુરુ મૌલાના કલ્બે જવ્વાદને દેશભરમાં મોહરમના જુલૂસ (Muharram procession) કાઢવાની મંજૂરી નથી આપી. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિસ્યા એસ.એ. બોબડે (Chief Justice of India SA Bobde)એ તેમને હાઈકોર્ટ જવાની સલાહ આપી છે. તેઓએ કહ્યું કે, હાઈકોર્ટ રાજ્યની સ્થિતિને ધ્યાને લઈ મંજૂરી આપશે. મૌલાના કલ્બે જવ્વાદે અરજી દાખલ કરી સમગ્ર દેશના અલગ-અલગ શહેરોમાં મોહરમના જુલૂસ કાઢવાની મંજૂરી માંગી હતી.

દરેક રાજ્યમાં અલગ-અલગ સ્થિતિ

કોરોના સંક્રમણના કારણે હાલમાં ધાર્મિક જુલૂસ કાઢવાની મંજૂરી નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સમગ્ર દેશમાં જુલૂસ કાઢવાની મંજૂરી ન આપી શકાય, કારણ કે દરેક સ્થળની સ્થિતિ અલગ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દરેક રાજ્યની હાઈકોર્ટને ત્યાંની સ્થિતિને ધ્યાને લઈ મંજૂરી આપવી જોઈએ. અરજીકર્તાએ કહ્યું કે, તેમને લખનઉમાં જુલૂસ કાઢવાની મંજૂરી આપવામાં આવે, કારણ કે શિયા સમુદાયના મોટાભાગના લોકો અહીં રહે છે. સપ્રીમ કોર્ટે તેના જવાબમાં કહ્યું કે, તેઓએ તેના માટે અલાહાબાદ હાઈકોર્ટ જવું જોઈએ.


Published by:
Mrunal Bhojak


First published:
August 27, 2020, 3:45 PM IST





Source link



This post first appeared on News18 Live, please read the originial post: here

Share the post

supreme-court-refuses-plea-seeking-permission-to-hold-muharram-procession-ask-them-to-approach-allahabad-high-court-mb– News18 Gujarati

×

Subscribe to News18 Live

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×