Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Sakshi Malik બનશે ‘બેટી બચાઓ, બેટી ભણાવો’ અભિયાનની બ્રાંડ એમ્બેસેડર

રિયો ઓલમ્પિકમાં દેશની સૌથી પહેલી મેડલ અપાવનાર પહેલવાન Sakshi Malik વતન પાછી ફરી છે. આ દરમિયાન હરિયાણામાં સાક્ષીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેલ મંત્રી અનિલ વિજે એલાન કર્યું કે, સાક્ષી સરકારનું કેમ્પેઈન બેટી બચાવો, બેટી ભણાવોની બ્રાંડ એમ્બેસેડર હશે. તેમજ બહાદુરગઢમાં થતા સમ્માન સમારોહમાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ઘોષિત અઢી કરોડનો ચેક પણ સાક્ષી મલિકને સોંપવામાં આવ્યો છે. આ દરમિયાન સાક્ષીએ સમારોહમાં કહ્યું કે, હું બધાના સહયોગ માટે આભાર વ્યક્ત કરું છુ. આશા છે કે, ભવિષ્યમાં પણ એવા સહયોગ મળશે. બતાવી દઈએ કે, આ પહેલા પ્રદેશમાં બેટી બચાવો, બેટી ભણાવોની બ્રાંડ એમ્બેસેડર ફિલ્મ અભિનેત્રી પરિણિતી ચોપડા હતી. ચોપડાની નિયુક્તિને લઈને ઘણો વિવાદ થયો હતો. ત્યારે અનિલ વીજે કહ્યું હતું કે, તેમની જાણકારી વગર જ નિયુક્તિ થઇ ગઈ હતી. આ વખતે અનિલ વિજે ટ્વીટર પર ઘોષણા કરી છે. ત્યાર બાદ મુખ્યમંત્રીએ બહાદુરગઢમાં મંચથી સાક્ષીને બ્રાંડ એમ્બેસેડર બનવાની વાત કરી છે. બ્રાંડ એમ્બેસેડર બન્યા બાદ સાક્ષી પોતાનું ઉદાહરણ આપીને લોકોને દીકરીને કોખમાં નહી મારી નાખવાની અપીલ કરશે. માત્ર પ્રદેશ સરકારજ નહી, પરંતુ કેન્દ્ર સરકાર પણ બેટીઓને બચાવવા માટે સાક્ષીનો સહારો લેશે અને આ વાત પર જલ્દી જ નિર્ણય લેવામા આવશે. બેટીઓ સાથે જોડાયેલી અન્ય યોજનાઓને પ્રોત્સાહન આપવા માટે સાક્ષી મલિકનો સહારો લઇ શકાય છે. આ પ્રકારની યોજનાઓના પ્રચાર માટે સાક્ષી મલિકનાં ઓલમ્પિકમાં મેડલ જીતવાનો વિડીયો બતાવવા સાથે તેમના સ્લોગન લખેલા ફોટાની મદદથી જાગરૂક કરવામાં આવશે. મલિક ખુદ પણ પોતાના ઓમલ્પિક સુધી પહોંચવા માટે અને ત્યાં મેડલ જીતવાની આખી વાત જણાવીને વિચારો બદલવાનો પ્રયાસ કરશે.

The post Sakshi Malik બનશે ‘બેટી બચાઓ, બેટી ભણાવો’ અભિયાનની બ્રાંડ એમ્બેસેડર appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Sakshi Malik બનશે ‘બેટી બચાઓ, બેટી ભણાવો’ અભિયાનની બ્રાંડ એમ્બેસેડર

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×