Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

પાટીદાર નેતા Hadik Patel એ પીએમ મોદીને લખ્યો પત્ર, કહ્યું – પટેલોની પીઠમાં છરો ભોંક્યો

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) ના કન્વીનર Hadik Patel એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું છે કે, તમે પાટીદાર યુવાનોનો ઉપયોગ કરીને પટેલોની પીઠમાં છરો ભોંક્યો હોવાનો આક્ષેપ કર્યો છે. હાર્દિકે પત્રમાં લખ્યું છે કે ગુજરાતમાં વર્ષ ૨૦૦૨માં થયેલા રમખાણો કોના દ્વારા અને કોના થકી થયા હતા. આ રમખાણો બાદતમે સત્તા પર આવ્યા હતા. આ તમામ રમખાણોમાં સૌથી વધુ પાટીદાર સમાજના યુવાનોને સજા થઈ છે. વર્ષ ૨૦૦૨ના રમખાણો બાદ તમે મુખ્યમંત્રી બન્યા હતા અને હવે તમે વડાપ્રધાન પણ બની ગયા છો. પરંતુ રમખાણોમાંસજા પામેલા પાટીદાર સમાજના યુવાનોને છોડાવવા માટે કશું કર્યું નથી. હવે તમે વડાપ્રધાન હોય તમે ઈચ્છતા હોય તોરાષ્ટ્રપતિને ભલામણ કરી આ યુવાનોની સજામાં ઘટાડો પણ કરાવી શકો તેમ છો. પરંતુ હવે તો દેશ અને વિદેશમાં તમેબિનસાંપ્રદાયિક વ્યક્તિ છો તેવી છાપ ઊભી કરી રહ્યા છો. આમ કરીને તમે ગુજરાતીઓ અને તેમાં પણ ખાસ કરીને પટેલ સમાજના લોકોનો દુરુપયોગ કર્યો છે તેમ હાર્દિક પટેલે પત્રમાં જણાવ્યું છે. નોંધનીય છે કે, પાટીદાર અનામત આંદોલન સમિતિ ( PAAS )ની કોર કમિટિના સભ્યો ચિરાગ પટેલ અને કેતન પટેલે મુખ્ય સંયોજક હાર્દિક પટેલને ખુલ્લી ચેતવણી આપતો પત્ર લખ્યો હતો. આ પત્રમાં હાર્દિક પટેલને ચીમકી આપવામાં આવી હતી . પત્રમાં હાર્દિક પટેલને કહેવામાં આવ્યું છે કે, હાર્દિક નેતા બનવાની પોતાની મહત્ત્વાકાંક્ષા અને સ્વાર્થ વૃત્તિને સંતોષવા માટે સમાજને હાથો બનાવીને પૈસાદાર બનવાની પ્રવૃત્તિ બંધ કરે. આ પ્રવૃત્તિથી સમાજને ઘણું નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત પત્રમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, ઊંઝામાં પાટીદારો વચ્ચે ઉભા થયેલ વિગ્રહ પાછળ પણ હાર્દિક પટેલની પ્રવૃત્તિ જવાબદાર છે. જયારે ચિરાગ અને કેતને હાર્દિકને ચેતવણી આપતા જણાવ્યું છે કે જો તે સાનમાં નહીં સમજે તો જેલમાં રહીને કરોડપતિ કેવી રીતે થયો તે નછૂટકે સમાજને જણાવવું પડશે. ચિરાગ પટેલ અને કેતન પટેલે પત્રમાં લખ્યું છે કે, હાર્દિક પટેલે અનામત આંદોલનને રૂપિયા કમાવાનું વ્યક્તિગત માધ્યમ બનાવ્યું છે, તેમણે એ પણ જણાવ્યું છે કે, આંદોલન પહેલાં હાર્દિક અને તેના વિપુલકાકાની આર્થિક સ્થિતિ શું હતી? આજે જેલમાં જઈ આવ્યા પછી અચાનક કરોડપતિ કેવી રીતે થઈ ગયા? તમને જાણીને આશ્ચર્ય થશે કે હાર્દિક પટેલ પર પાટીદારોએ સમાજની તાકાતનો વ્યક્તિગત સ્વાર્થ માટે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.

The post પાટીદાર નેતા Hadik Patel એ પીએમ મોદીને લખ્યો પત્ર, કહ્યું – પટેલોની પીઠમાં છરો ભોંક્યો appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

પાટીદાર નેતા Hadik Patel એ પીએમ મોદીને લખ્યો પત્ર, કહ્યું – પટેલોની પીઠમાં છરો ભોંક્યો

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×