Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

મુંબઈમાં SC ના આદેશનો વિરોધ, દહીં-હાંડી માટે બનાવ્યો ૪૨ ફૂટ ઉંચો પિરામીડ

SC order apart on Dahi-Handi making 42 feet high Pyramid 1

મુંબઈ : જન્માષ્ટમીના અવસર પર મુંબઈથી સુપ્રીમ કોર્ટના તે આદેશની મજાક ઉડાવી છે , જેમાં દહીં હાંડી માટે ૨૦ ફૂટ ઊંચા માનવ પિરામીડ પર રોક લગાવી દેવામાં આવી છે. જેને લઈને રાજકીય સુર પણ તેજ થઇ ગયા છે, કેમ કે રાજ ઠાકરેએ પણ આ આદેશ માનવાનો ઇનકાર કર્યો છે. તેમની પાર્ટી તરફથી આયોજિત કાર્યક્રમમાં ૪૨ ફૂટ ઊંચાઈ પર દહીં હાંડી લટકાવવામાં આવી છે. થાણે સ્થિત ભાગવતી સ્કુલમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ દહીં હાંડીનું આયોજન કર્યું છે. અહિયાં સુપ્રીમ કોર્ટના આદેશને ફગાવીને ૪૨ ફૂટ ઉંચાઈ પર દહીં હાંડી લગાવવામાં આવી છે. પાર્ટી નેતા અવિનાશ જાઘવે કહ્યું કે, અમારા પ્રતિયોગીઓએ મહિનાથી તેની તૈયારી કરી છે. રમતમાં ઈજા થવી કોઈ નવી વાત નથી. આ એક રમત જેવું જ છે. એ પણ જણાવવામાં આવે છે કે, દહીં હાંડી માટે બનનાર પિરામીડમાં સગીર બાળકો પણ ભાગ લેશે, જયારે દરેકની ટી-શર્ટ પર કોર્ટના આદેશના વિરોધ જેવું કઈક લખેલું હશે. જેને લઈને મુંબઈના ઘણા વિસ્તારોમાં ગોવિંદાઓએ ૨૦ ફૂટથી ઊંચા પીરામીડની તૈયારી કરી છે. પ્રશાસનનું કહેવું છે કે, જ્યાં પણ આદેશને માનવામાં નહિ આવે, ત્યાં આયોજકો પર કાર્યવાહી કરવામાં આવશે. દાદરમાં બતાવ્યા કાળા ઝંડા મુંબઈના ઘણા વિસ્તારોમાં કોર્ટના આદેશનો વિરોધ કરતા ૨૦ ફૂટથી ઉંચો પીરામીડ બનાવવામાં આવ્યો છે. ડોબીવલીમાં જ્યાં ગોવિંદાઓએ કોર્ટના આદેશથી નારાજગી વ્યક્ત કરતા તેને ન માન્યો, ત્યારે દાદરમાં કાળા ઝંડા પણ બતાવવામાં આવ્યા છે. જો કે, પ્રશાસને સમય રહેતા કાર્યવાહી કરી અને દાદરમાં ૨૦ ફૂટ ઉંચી દહીં-હાંડીને તોડી નાખી છે. જો કે, રાજ ઠાકરેએ સીધો સવાલ કર્યો હતો કે, કોર્ટ હિન્દુ તહેવારો પર જ કેમ નિયંત્રણ લાદે છે. અમે કોર્ટનો આદેશ નહી માનીએ.

The post મુંબઈમાં SC ના આદેશનો વિરોધ, દહીં-હાંડી માટે બનાવ્યો ૪૨ ફૂટ ઉંચો પિરામીડ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

મુંબઈમાં SC ના આદેશનો વિરોધ, દહીં-હાંડી માટે બનાવ્યો ૪૨ ફૂટ ઉંચો પિરામીડ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×