Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ગુજરાતમાં મેડીકલમાં NRI ક્વોટાનો લાભ માત્ર જેન્યુઇન NRI ને જ મળશે : શંકરભાઇ ચૌધરી

Only genuine NRIs to get medical seats

ગુજરાતમાં ડૉક્ટરોની સેવાઓ ઉપલબ્ધ કરવા માટે રાજ્ય સરકારે તબીબી શિક્ષણના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે. વર્ષ ૨૦૦૦-૦૧માં ૯ મેડીકલ કોલેજોમાં કુલ ૧૧૨૫ એમ.બી.બી.એસ. ની બેઠકો હતી. જે વર્ષ ૨૦૧૬-૧૭માં કુલ ૨૨ મેડીકલ કોલેજો સાથે ૩૫૩૦ બેઠકો થવા પામેલ છે. જેમાં એન.આર.આઇ. ક્વોટા માટેની બેઠકોમાં મોટાભાગની બેઠકો જેન્યુઇન એન.આર.આઇ. ની જગ્યાએ એન.આર.આઇ. સ્પોન્સર્ડ (પુરસ્કૃત) કે એન.આર.આઇ. ડીપેન્ડન્ટ (આશ્રિત) દ્વારા ભરવાની બાબત ધ્યાને આવતાં ગુજરાત રાજ્યમાં આવેલ મેડીકલ કોલેજની વધારાની બેઠકોનો પુરેપુરો લાભ ગુજરાતના વિદ્યાર્થીઓને મળે તે હેતુથી એન.આર.આઇ. માટેની તબીબી શિક્ષણના હેતુ માટે અનામત રાખેલી ૧૫ ટકા બેઠકો રદ કરવા માટે સુધારો કરવા વટહુકમ બહાર પાડવામાં આવેલ હતો. આ વટહુકમને નામ. વડી અદાલતમાં પડકારવામાં આવેલ હતો. નામ. હાઇકોર્ટે પણ આ સંદર્ભે ચુકાદો આપતાં જણાવ્યું કે, ખરેખર (Genuine) એન.આર.આઇ./ એન.આર.આઇ. પ્રોપર અર્થાત એન.આર.આઇ. ના બાળકો (Children) અથવા તેમના પાલ્યો (Wards) ને જ પ્રવેશ આપવાનો રહેશે. જ્યારે એન.આર.આઇ. આધારિત (Dependent) અથવા એન.આર.આઇ. પુરસ્કૃત (Sponsored) ને આ અધિનિયમ અન્વયે પ્રવેશ આપવામાં આવશે નહીં. રાજ્ય સરકારનો ઉદ્દેશ પણ રાજ્યના વિદ્યાર્થીઓને વધુ તક આપવા માટેનો જ હતો. જેથી નામ. હાઇકોર્ટના આ હેતુ સાથેના સુસંગત ચુકાદા અન્વયે ગુજરાત રાજ્યમાં તબીબી શિક્ષણ આપતી સરકારી અને સ્વનિર્ભર કોલેજોમાં પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ અંગેના અધિનિયમ, ૨૦૦૭માં સુધારો કરવાનું રાજ્ય સરકારે નક્કી કરી તે અંગેનું સુધારા બીલ આજરોજ વિધાનસભામાં રાજ્ય આરોગ્ય મંત્રીશ્રી દ્વારા રજુ કરાયેલ હતું. જેથી હવે રાજ્યમાં એન.આર.આઇ. ક્વોટા હેઠળ તબીબી શિક્ષણમાં માત્ર જેન્યુઇન એન.આર.આઇ., તેમના બાળકો અને પાલ્યોને પ્રવેશ મળશે અને તે સિવાયના એન.આર.આઇ. પુરસ્કૃત કે આશ્રિત વિદ્યાર્થીઓને એન.આર.આઇ. ક્વોટાનો ખોટો લાભ લેતા અટકાવી શકાશે. વધુમાં કોઇ એન.આર.આઇ. બેઠક ખાલી રહેતી હોય ત્યારે આવી બેઠક સંચાલક મંડળની બેઠકમાંથી એટલે કે, મેનેજમેન્ટ ક્વોટામાંથી ભરવાની જોગવાઇ અનુસાર એન.આર.આઇ. ક્વોટાની ખાલી રહેતી બેઠકો ઉપર રાજ્યમાંથી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ આ મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવી શકશે અને રાજ્યના વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશને પાત્ર બનશે. ગુજરાતના વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણ ક્ષેત્રે મેડીકલ અને પેરામેડીકલ કોર્ષોમાં વધારે સારી તક મળશે અને રાજ્યની તબીબી શિક્ષણ ક્ષેત્રની બેઠકોનો લાભ ગુજરાતના વિદ્યાર્થીઓને મળતાં રાજ્યમાં ડૉક્ટરોની ઉપલબ્ધી વધશે અને આગામી દિવસોમાં તબીબી શિક્ષણ ક્ષેત્રે ગુજરાત વધારે વિકાસ પામશે. આ ઉપરાંત તબીબી શિક્ષણ ક્ષેત્રની સ્વનિર્ભર સંસ્થાઓમાં લેવાપાત્ર ફીનું ભારણ સપ્રમાણ રીતે દરેક શૈક્ષણિક વર્ષમાં દાખલ થતા વિદ્યાર્થીઓ માટે નક્કી કરી શકાશે તે માટે પ્રવર્તમાન કાયદામાં જરૂરી ઉમેરો પણ રાજ્ય સરકારે કર્યો છે.

The post ગુજરાતમાં મેડીકલમાં NRI ક્વોટાનો લાભ માત્ર જેન્યુઇન NRI ને જ મળશે : શંકરભાઇ ચૌધરી appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ગુજરાતમાં મેડીકલમાં NRI ક્વોટાનો લાભ માત્ર જેન્યુઇન NRI ને જ મળશે : શંકરભાઇ ચૌધરી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×