Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

જસ્ટીસ લોઢા સમિતિએ ફગાવી BCCI ની માંગણીઓ

Live Sports News in Gujarati, Sports News in Gujarati, latest news in Gujarati, breaking news in gujarati, Sports news, Gujarati sports news, Gujarat News, Gujarati News, news gujarati, Vishva Gujarat, Vishva Gujarat news

ઉચ્ચતમ ન્યાયાલય દ્રારા નિયુક્ત કરવામાં આવેલા જસ્ટીસ આર.એમ લોઢાની અધ્યક્ષતા વળી સમિતિએ Bcci ની આજે મળનારી પ્રાસ્તાવિક બેઠક હાલ પુરતી રદ કરવાની માંગણીને ફગાવી દીધી છે. BCCI એ જસ્ટીસ માર્કડેય કાત્જુને પોતાના કાનૂની સલાહકાર બનાવ્યા તેના એક દિવસ પછી જ બોર્ડે લોઢા સમિતિ પાસેથી મંગળવારે બોલાવવામાં આવીં રહેલી બેઠક ને રદ કરવાની માંગણી કરી હતી પરંતુ સમિતિએ આ માંગને ફગાવી દીધી છે. BCCI ને આ બેઠકમાં લોઢા સમિતિએ કરેલા સૂચનોને ઉચ્ચ ન્યાયાલયના નિર્ણય મુજબ આગળના છ મહિનામાં લાગુ કરવા પર ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. જસ્ટીસ કાત્જુની સલાહો પર ચાલી રહ્યું છે BCCI હકીકતે, જસ્ટીસ કાત્જુએ BCCI ને ઉચ્ચ ન્યાયાલયમાં આગળની બેન્ચમાં સમીક્ષા અરજી દાખલ કરવાની અને સમિતિને નહિ મળવાની સલાહ આપી હતી.તેઓએ લોઢા સમિતિના સૂચનોને પણ ગેર બંધારણીય ઠેરવ્યા છે.એવું પણ માનવામાં આવી રહ્યું છે અનુરાગ ઠાકુર અને BCCI ના સચિવ અજય શિર્કે લોઢા સમિતિ સાથે બેઠક નહિ કરે તો તેને અદાલતનું અપમાન તરીકે જોવામાં આવશે. BCCI ના જુના જોગીઓ થશે ઘરભેગા લોઢા સમિતિના સુચનને ને લાગુ કરવા માટે બોર્ડના કોઈપણ સભ્ય રાજી નથી. આ સૂચનોને લાગુ કરતા વષોથી પોતાનું આસન જમાવીને બેઠેલા અધિકારીઓ અને સભ્યોએ પોતાની જગ્યા ખાલી કરવી પડશે.એવું માનવામાં આવે છે આ સૂચનોના અમલથી નવા સભ્યોને આવવા માટેનો રસ્ત્તો સાફ થશે, જેનાથી ક્રિકેટમાં રહેલા ભ્રષ્ટાચાર પર રોક લાગશે. આ છે લોઢા સમિતિના સૂચનો 9 વર્ષ કે તેનાથી વધુ સમય સુધી પદ પર રહેલા અધિકારીઓને દૂર કરવામાં આવશે અને તેઓને બીજી વખત ચૂંટાવાનો મોકો નહિ મળે. 3 વર્ષથી વધુ પદ ઉપર કોઇપણ અધિકારી નહિ રહી શકે BCCI અને તેની સાથે જોડાયેલા રાજ્યોમાં 3 હોદ્દા પર જ રહી શકાશે 70 વર્ષથી વધુ ઉમર વાળા બધા જ સભ્યોએ રાજીનામું આપવું પડશે અને બીજી વખત ચુંટણી લડવાનો મોકો નહિ મળે. સાંસદ અને મંત્રીનો હોદ્દો ધરાવતા કોઈપણ વ્યક્તિ BCCI માં કોઈપણ હોદ્દા માટે ગેરલાયક રહેશે.

The post જસ્ટીસ લોઢા સમિતિએ ફગાવી BCCI ની માંગણીઓ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

જસ્ટીસ લોઢા સમિતિએ ફગાવી BCCI ની માંગણીઓ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×