Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

પાકિસ્તાનમાં ‘Dishoom’ પર પ્રતિબંધ લાગવાથી વરુણ ધવન દુઃખી

Dishoom

ડિરેક્ટર રોહિત ધવનની તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ 'ઢીશૂમ' પાકિસ્તાનમાં બેન થઈ ગઈ છે, આ કારણે એક્ટર વરુણ ધવન ઘણા નિરાશ છે. તેમનું કહેવું છે કે, ફિલ્મમાં કોઇપણ દેશને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો નથી. વરુણ ફિલ્મમાં જુનૈદ અન્સારી નામના પોલીસ અધિકારીના રોલમાં છે. તેમણે ટ્વીટ કરી પાકિસ્તાનમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા પર નિરાશા વ્યક્ત કરતા તેને ખોટો નિર્ણય જણાવ્યો છે.

તેમણે ટ્વીટર પર લખ્યું કે, પાકિસ્તાનમાં ફિલ્મ 'ઢીશૂમ' પર પ્રતિબંધની ખબરથી હું નિરાશ છુ. મને નથી લાગતું કે, તેમાં કોઇપણ દેશની ખોટી છબી રજૂ કરવામાં આવી છે. આ એક ખોટો નિર્ણય છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મની સ્ટોરીની વાત કરવામાં આવે તો ભારત-પાકિસ્તાનની ફાઈનલ મેચ પહેલા ટોપ ઇન્ડિયન બેટ્સમેન વિરાજ શર્મા (સાકિબ સલીમ) નું અપહરણ થઈ જાય છે. આ ક્રિકેટરને શોધવાની જવાબદારી ઇન્ડિયાથી પોલીસ ઓફિસર કબીર શેરગિલ (જ્હોન અબ્રાહમ) ને આપવામાં આવે છે. જેની મદદ મિડલ ઇસ્ટથી જુનૈદ અન્સારી (વરુણ ધવન) કરે છે. બંને પાસે ૩૬ કલાકનો સમય છે. તેઓ પોતાનું કામ કરી શકે છે કે નહિ? અંતે વિરાજના કિડનેપિંગ પાછળ કોનો હાથ છે અને શુ હેતુ છે? આ પ્રશ્નોના ઉત્તર જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. ફિલ્મની સ્ટોરીમાં નવું કંઈ નથી. પરંતુ સારી સ્ક્રીનપ્લેના કારણે ફિલ્મ ઓડિયન્સને અટ્રેક કરે છે. ફર્સ્ટ હાફમાં રોહિતે કેટલાક કોમેડી સીન્સ મુક્યા છે, જે ઓડિયન્સને હસાવવામાં સફળ રહે છે. બીજી તરફ, સેકન્ડ હાફમાં ફાઈટ ને રોમાંસ સિક્વન્સ ઓડિયન્સને વધારે એન્ટરટેન કરે છે.

The post પાકિસ્તાનમાં ‘Dishoom’ પર પ્રતિબંધ લાગવાથી વરુણ ધવન દુઃખી appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

પાકિસ્તાનમાં ‘Dishoom’ પર પ્રતિબંધ લાગવાથી વરુણ ધવન દુઃખી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×