Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Sri Lanka એ પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ૧૦૬ રનથી હરાવ્યું

પલ્લેકેલ : રંગના હેરાથ અને ડેબ્યુ ખેલાડી લક્ષણ સંદાકનની શાનદાર બોલિંગના કારણે મેજબાન Sri Lanka એ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટના પાંચમાં અને છેલ્લા દિવસે ૧૦૬ રનથી હરાવી દીધું છે. વરસાદથી પ્રભાવિત રહેલી પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાની સામે જીતના માટે ૨૬૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ મહેમાન ટીમ પોતાની બીજી ઇનિંગ્સમાં ૮૮.૩ ઓવરમાં બધી વિકેટ ગુમાવીને માત્ર ૧૬૧ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયન ટીમની બેટિંગ શ્રીલંકન બોલરોની સામે ઘણી નિરાશાજનક રહી અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવન સ્મિથ જ ૫૫ રન બનાવી શક્યા હતા. શ્રીલંકા ટીમની પ્રથમ ઇનિંગ્સ ખરાબ રહી હતી. શ્રીલંકાની પૂરી ટીમ પ્રથમ ઇનિંગ્સમાં માત્ર ૧૧૭ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. પરંતુ શ્રીલંકાએ બીજી ઇનિંગ્સમાં ૩૫૩ રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી મેચનો હીરો કુસલ મેન્ડીસ રહ્યા હતા જેમણે ૨૫૪ બોલમાં ૧૭૯ રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી પૂરી ટેસ્ટ મેચમાં રંગના હેરાથે કુલ ૯ વિકેટ લીધી હતી અને શ્રીલંકન ટીમમાં ડેબ્યુ મેચમાં જ લક્ષણ સંદાકને સાત વિકેટ લીધી હતી. શ્રીલંકન ટીમે મેચમાં બેટિંગ અને બોલિંગ બંનેમાં સંતોષકારક પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સમાં રંગના હેરાથે ૩૩.૩ ઓવરમાં ૫૪ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. રંગના હેરાથે સ્ટીવન ઓક કીફેણે બોલ્ડ કરી ઓસ્ટ્રેલિયાની છેલ્લી વિકેટ લીધી હતી અને ટીમની જીતની ઔપચારિકતાના લંચના પછી પૂરી કરી દીધી હતી. આ જીતની સાથે શ્રીલંકાએ ત્રણ મેચોની સિરીઝમાં ૧-૦ ની લીડ બનાવી લીધી છે.

The post Sri Lanka એ પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ૧૦૬ રનથી હરાવ્યું appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Sri Lanka એ પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ૧૦૬ રનથી હરાવ્યું

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×