Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

રેપ કેસમાં ફસાયા ફિલ્મ ‘Peepli Live’ના કો- ડિરેક્ટર

Peepli Live co-director Mahmood Farooqui convicted of rape

દિલ્હીની સાકેત કોર્ટે ફિલ્મ 'પીપલી લાઈવ' ના કો-ડિરેકટર મહમૂદ ફારૂકીને રેપના કેસમાં દોષી સાબિત જાહેર કર્યો છે. કોર્ટ ૨ ઓગસ્ટે આ કેસમાં સજા સંભળાવશે. ફારૂકી પર એક ૩૫ વર્ષની અમેરિકન રિચર્સ સ્કોલરે રેપનો આરોપ લગાવ્યો હતો.તમને જણાવી દઈએ કે,પીપલી લાઈવના ડિરેક્ટર ફરુકીની પત્ની અનુષા રિજવી હતી. પીડિતા અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી પીએચડી કરી રહી હતી અને રિસર્ચ માટે ભારત આવી હતી. પીડિતાએ ફારૂકીની વિરુદ્ધ ૨૮ માર્ચ ૨૦૧૫ ના રોજ દિલ્હીની ફ્રેન્ડસ કોલોની થાણામાં કેસ નોધાવ્યો હતો. અમેરિકન રિસર્ચરનો દાવો હતો કે, મહમૂદ ફારૂકીનો ૨૮ માર્ચ ૨૦૧૫ ના રોજ દિલ્હીના સુખદેવ વિહાર સ્થિત પોતાના ઘરમાં તેનો રેપ કર્યો છે. રેપ પીડિતાની ફરિયાદ પછી પોલીસે તપાસ શરુ કરી અને ૨૦ જૂન ૨૦૧૫ ના રોજ ફારૂકીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. પીડિતાએ જણાવ્યું હતું કે, ગોરખપુરમાં તેના એક મિત્રએ તેની ફારૂકી સાથે મુલાકાત કરાવી હતી. ફારૂકીએ તેને તેના રિસર્ચમાં કામ આવનાર મટીરીયલ ઉપલબ્ધ કરાવવા માટે કહ્યું હતું. પોલીસે પોતાની ચાર્જશીટમાં તે કોમન ફ્રેન્ડનું પણ નિવેદન નોંધાવ્યું હતું. પોલીસે રિસર્ચ સ્કોલરના દાવોની મેડિકલ રિપોર્ટ્સના બેઝ પર પુષ્ટિ કરી છે. તે દરમિયાન પોલીસે ફારૂકીની વિરુદ્ધ ૩૦ પેજની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. આ કેસમાં ૧૫ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. તે લોકોના નિવેદન પણ રેકોર્ડ કરવામાં આવ્યા છે જેમણે ફારૂકીને તે મહિલાને પોતાના ઘરમાં લાવતા જોયા છે.

The post રેપ કેસમાં ફસાયા ફિલ્મ ‘Peepli Live’ના કો- ડિરેક્ટર appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

રેપ કેસમાં ફસાયા ફિલ્મ ‘Peepli Live’ના કો- ડિરેક્ટર

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×