Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ટેસ્ટમાં સૌથી ધીમી ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ, ૧૭૮ બોલમાં માત્ર ૪ રન

Lowest run rates in partnership in Test Match

છેલ્લા બેટ્સમેનોથી ટેસ્ટ મેચોમાં સારી બેટિંગની શક્યતા ઓછી હોય છે, પરંતુ મેચ બચાવા માટે નવમી વિકેટની એક જોડીએ ૧૭૮ બોલ રમતા માત્ર ૪ રનોની ભાગીદારી કરી હતી. પલ્લેકલમાં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાના વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના છેલ્લા દિવસે શ્રીલંકન બોલરો અને કાંગારું બેટ્સમેનોની વચ્ચે ઘણો સંઘર્ષ જોવા મળ્યો હતો. રંગના હેરાથની ૫ વિકેટના આધારે મેજબાન ટીમને ટી ટાઈમ પહેલા જ ઓલ આઉટ કરી દીધી હતી. ઓસ્ટ્રેલિયાને ૧૦૬ રનથી હરાવ્યું હતું. સતત પાંચમો દિવસ વરસાદથી પ્રભાવિત રમતના છેલ્લા દિવસે ટેસ્ટમાં દુનિયાની નંબર વન ટીમ ઓસ્ટ્રેલિયાણે જીતવા માટે ૧૮૫ રનોની જરૂરત હતી જયારે શ્રીલંકન બોલરોની સામે સાત વિકેટ લેવાનો પડકાર હતો. છેલ્લા દિવસની શરૂઆત ઓસ્ટ્રેલિયાએ પોતાના કાલનો સ્કોર ૩ વિકેટ પર ૮૩ રનથી આગળ શરૂ કર્યો હતો, પરંતુ રમતના પહેલા સત્રમાં શ્રીલંકન બોલરોએ જોરદાર બોલિંગ કરી અને લંચ સુધી ૪ વધુ વિકેટ લેતા લગભગ મેચ પોતાના પક્ષમાં કરી લીધી હતી. પરંતુ નવમી વિકેટના માટે ઓસ્ટ્રેલિયા જોડીએ ટીમની હાર ટાળવા માટે ૧૭૮ બોલ રમતા માત્ર ૪ રનોની ભાગીદારી કરી હતી. પરંતુ ટીમની હાર બચાવી શક્યા નહોતા. ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ્સમાં ૧૬૧ રન બનાવ્યા અને તે પણ ૮૮.૩ ઓવરમાં બનાવ્યા હતા.

The post ટેસ્ટમાં સૌથી ધીમી ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ, ૧૭૮ બોલમાં માત્ર ૪ રન appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ટેસ્ટમાં સૌથી ધીમી ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ, ૧૭૮ બોલમાં માત્ર ૪ રન

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×