Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ગુજરાત BJP ના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગના ચોથા તબક્કાની શરુઆત

Gujarat BJP Fourth Phase Of Education Class Begin 15 District Cover

ગુજરાત BJP ના પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે તા. 29ને શુક્રવારથી જીલ્લા કક્ષાના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગના ચોથો તબક્કાનો પ્રારંભ થઇ રહ્યો છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાભિયાન અંતર્ગત ડાંગ, સુરત શહેર, વડોદરા શહેર, કર્ણાવતી મહાનગર, ગાંધીનગર શહેર, ગાંધીનગર જીલ્લો, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, રાજકોટ શહેર, મોરબી, પોરબંદર, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગર જીલ્લો એમ કુલ 15 જીલ્લામાં તા. 29-30-31 જુલાઈ દરમ્યાન ત્રિદિવસીય નિવાસી પ્રશિક્ષણ વર્ગ યોજાશે. પંડ્યાએ જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ વિજયભાઈ રુપાણી તા. 29 જુલાઈએ રાજકોટ શહેરના કાર્યકર્તાઓને સોમનાથ ખાતે, પોરબંદર જીલ્લાના કાર્યકર્તાઓને સાસણગીર ખાતે તા.30 જુલાઈએ સુરેન્દ્રનગર જીલ્લાના કાર્યકર્તાઓને ચોટીલા ખાતે, વડોદરા શહેરના કાર્યકર્તાઓને વડતાલ ખાતે, ગાંધીનગર જીલ્લાના કાર્યકર્તાઓને વડોદરા ખાતે અને તા.31 જુલાઈએ ગાંધીનગર શહેર અને સાબરકાંઠા જીલ્લાના કાર્યકર્તાઓને અંબાજી ખાતે જયારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તા. 29 જુલાઈએ બોટાદ જીલ્લાના કાર્યકર્તાઓને પાલિતાણા ખાતે, તા. 30 જુલાઈએ સુરત શહેરના કાર્યકર્તાઓને સોખડા ખાતે અને તા. 30 જુલાઈએ વડોદરા શહેર અને કર્ણાવતી મહાનગરના કાર્યકર્તાઓને વડતાલ ખાતે તેમજ પ્રદેશ પ્રભારી ડૉ. દિનેશજી શર્મા તા. 29 જુલાઈના રોજ અમરેલી જીલ્લા અને બોટાદ જીલ્લાના કાર્યકર્તાઓને પાલિતાણા ખાતે તા. 0 જુલાઈના રોજ અરવલ્લી જીલ્લાના કાર્યકર્તાઓને હિંમતનગર ખાતે, ગાંધીનગર શહેર તથા સાબરકાંઠા જીલ્લાના કાર્યકર્તાઓને અંબાજી ખાતેના અલગ અલગ વર્ગોમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. ચાર તબક્કામાં યોજાનાર જીલ્લા પ્રશિક્ષણ વર્ગના પ્રથમ તબક્કો તા. 8,9,10 જુલાઈ દરમ્યાન 6 જીલ્લાના, તા. 15-16-17 જુલાઈ દરમ્યાન 9 જીલ્લાના, તા. 22-23-24 જુલાઈ દરમ્યાન 13 જીલ્લાના પ્રશિક્ષણ વર્ગ પૂર્ણ થયા છે, આ ચોથો તબક્કો છે. દરેક જીલ્લા પ્રશિક્ષણ વર્ગના 250 જેટલા જીલ્લા અગ્રણીઓને 12 જેટલા સત્રોમાં વિવિધ વિષયો પર પ્રદેશના અગ્રણીઓ તેમજ રાજય સરકારના મંત્રીઓ માર્ગદર્શન આપશે એમ પંડયાએ ઉમેર્યુ હતું. આ પ્રશિક્ષણ વર્ગમાં પ્રદેશ અધ્યક્ષ વિજયભાઈ રૂપાણી, મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પ્રદેશ પ્રભારી ડૉ. દિનેશજી શર્મા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર. સી. ફળદુ, કેન્દ્રીય મંત્રી તથા પ્રદેશ ઉપાધ્યક્ષ જશવંતસિંહ ભાભોર, રાજ્ય સરકારના મંત્રીઓ નીતિનભાઈ પટેલ, સૌરભભાઈ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રમણલાલ વોરા, શંકરભાઈ ચૌધરી,બાબુભાઈ બોખીરીયા, પ્રો. વસુબેન ત્રિવેદી, રજનીભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ, જયદ્રથસિંહ પરમાર તેમજ સંગઠનના હોદેદારો ભીખુભાઈ દલસાણિયા, ભાર્ગવભાઇ ભટ્ટ, આઇ. કે. જાડેજા, ગોરધનભાઈ ઝડફીયા,ભરતસિંહ પરમાર, કે. સી. પટેલ, શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, ભરત પંડ્યા, કૌશિકભાઈ પટેલ, હર્ષદગીરી ગોસ્વામી, અમિતભાઈ ઠાકર, પ્રદિપસિંહ વાઘેલા સહિત પ્રદેશ આગેવાનો વિવિધ સત્રોમાં માર્ગદર્શન આપશે.

The post ગુજરાત BJP ના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગના ચોથા તબક્કાની શરુઆત appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ગુજરાત BJP ના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગના ચોથા તબક્કાની શરુઆત

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×