Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

કોંગ્રેસી કાર્યકરોનો જુસ્સો વધારવા પહોંચ્યા રાહુલ, કહ્યું – UP ને ફરીથી નંબર વન બનાવીશું

Rahul goes UP to begin party campaign for 2017 assembly election.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે લખનૌમાં પાર્ટી કાર્યકરોને સંબોધન કર્યું. ત્યાં તેમણે કાર્યકરોનો ઉત્સાહ વધારવાની સાથે સાથે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'અમે શીલા દીક્ષિતને ઉત્તરપ્રદેશના સીએમ ઉમેદવાર બનાવ્યા કારણકે અમે ઈચ્છતા હતા કે તેઓ મહિલાઓ માટે લડે. શીલા દીક્ષિતે દિલ્હીને બદલ્યું અને વિકાસ કર્યો. દિલ્હીના લોકો આજેપણ કોંગ્રેસને યાદ કરે છે. ૨૭ વર્ષથી UP બેહાલ છે. અનેક પક્ષો UP ને તોડવામાં લાગેલા છે. અમે ઈચ્છીએ છીએ કે UP ફરીથી પ્રથમ નંબર પર આવી જાય અને અમે લાવીને બતાવીશું. અમે સાથે રહીને લડીશું અને યુપીને ટોપ પર લઇ જઈશું. યુપીમાં કોંગ્રેસ પક્ષ યોજનાબદ્ધ રીતે ચૂંટણી લડશે. મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, જયારે ખેડૂતો દાળ વેચે છે તો મોદીજી તેમને ૫૦ રૂપિયા આપે છે પરંતુ જ્યારે તે જ ખેડૂત પોતાની દાળોને બજારથી ખરીદે છે તો તેણે ૨૦૦ રૂપિયા આપવા પડે છે. રાહુલે કહ્યું, 'મોદીજીએ બુલેટ ટ્રેનનું વચન આપ્યું હતું પરંતુ રેલવેનું વાર્ષિક બજેટ ૧ લાખ ૪૦ હજાર કરોડ હોય છે. જયારે કે એકલી બુલેટ ટ્રેનનો ખર્ચો ૧ લાખ કરોડ છે. ત્યારે આ ટ્રેનોનું ભાડું ૧૦ થી ૧૫ હજાર રૂપિયા કરતા ઓછું નહી હોય, ફક્ત મોદીજી અને તેમના શૂટ બુટવાળા દોસ્તો જ તેમાં મુસાફરી કરી શકશે. રાહુલના જણાવ્યા મુજબ, જો કોંગ્રેસ કાર્યકરો મળીને લડશે અને પક્ષ પોતાના કાર્યકરોના અવાજ મુજબ કામ કરશે તો તેમને કોઈ હરાવી નહી શકે. 'ઉદ્ઘોષ' નામના આ કાર્યક્રમમાં પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પ્રથમ વખત રેંપ પર ચાલતા દેખાયા. હકીકતમાં, દરેક કાર્યકરો સુધી રાહુલ ગાંધી પહોંચી શકે તે વાતને ધ્યાનમાં રાખીને આ રીતે મંચ બનાવવામાં આવ્યો છે. એટલે કે રાહુલ ગાંધી મંચ પર ચાલીને કાર્યકરોની વચ્ચે પહોંચી શકે અને તેમની સાથે સીધી વાત કરી શકે. જણાવી દઈએ કે પાછલા ૨૭ વર્ષોથી ઉત્તરપ્રદેશમાં સત્તાથી દુર રહેલી કોંગ્રેસે ગુમાવેલી પ્રતિષ્ઠા અને સત્તા મેળવવા માટે આ વખતે જોરશોરથી તૈયારીઓ શરુ કરી દીધી છે. જેમાં સમગ્ર રાજ્યના બુથ સ્તરના કાર્યકરો સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સંવાદ કરીને કોંગ્રેસની જમીની હકીકત જાણવા સમજવાનો પ્રયાસ કર્યો હતો.

The post કોંગ્રેસી કાર્યકરોનો જુસ્સો વધારવા પહોંચ્યા રાહુલ, કહ્યું – UP ને ફરીથી નંબર વન બનાવીશું appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

કોંગ્રેસી કાર્યકરોનો જુસ્સો વધારવા પહોંચ્યા રાહુલ, કહ્યું – UP ને ફરીથી નંબર વન બનાવીશું

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×