Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

કોટડીયા , કાકા અને બેન અંદરોઅંદર સમજીને જાહેર કરે ચાર કરોડ કોના ખિસ્સામાં ગયા : જયરાજસિંહ

Jayrajsinh Parmar asks clarification to Kotadia, Kaka and Anandiben that who bribed 4 crore

જયરાજસિંહ પરમાર એક નિવેદનમાં જણાવે છે કે, બિલ્ડરો પાસેથી પાર્ટી ફંડ ના નામે ઉઘરાણું કરી ઝોન ફેર કરવા અંગે ભાજપના પુર્વ ધારાસભ્ય નલિન કોટડીયા અને ભાજપ અગ્રણી સુરેન્દ્ર પટેલની પેલા વાલીયા લુંટારાની જેમ કોઇકે કરેલા ભ્રષ્ટાચારની ભાગબટાઇની ઓડીયો ક્લીપ ભાજપના ભ્રષ્ટાચારનું કબુલાતનામુ છે. તેઓ વધુમાં જણાવે છે કે ખંડણીમાં ચર્ચાતી ચાર કરોડની રકમ લાડુ ઉપર ભભરાવાતી ખસખસ જેવી છે. આખાય રાજ્યમાંથી આ ભાજપની ' ધન સંચય ખંડણી યોજના ' હેઠળ લગભગ સો કરોડનું કૌભાંડ થયુ લાગે છે. કોંગ્રેસ અગ્રણી જયરાજસિંહ કેટલાક વેધક પ્રશ્ન પુછતા જણાવે છે કે આ વાતચીતમાં સુરેન્દ્ર પટેલ સ્પષ્ટ કરે છે કે ઝોનફેરનુ આ કામ ' બ્હેને ' ખોડલધામ વાળાના કહેવાથી કર્યુ છે , તો આ કરોડોનો વેપલો કરનાર કોણ છે એ પણ જનતાને જણાવે . સુરેન્દ્ર પટેલ પૈસા મેં પણ ક્યાં લીધા છે? નો અફસોસ કરે છે પણ ચાર કરોડ ના પાર્ટીફંડ વિશે મૌન સેવે છે એનો સીધો અર્થ શું નીકળે ? મિડીયા, ભાજપ, વિપક્ષ અને જનતા સૌ સારી પેઠે જાણે છે કે સુરેન્દ્ર પટેલ ને પુછ્યા વગર પાણી પણ ના પી શકનાર અ.મ્યુ.કોર્પો કે ઔડા તેમની જાણ બહાર સો સર્વે નંબર પર ઝોનફેર કરે તે અસંભવ છે ત્યારે માત્ર નલિન કોટડીયા પર કેસ કરવાના બદલે ભાજપે આ કૌભાંડ ના જાણભેદુ સુરેન્દ્ર પટેલ ને પણ પક્ષકાર બનાવવા જોઇએ. જયરાજસિંહ વ્યંગ કરતા જણાવેછે કે ભાજપ સરકાર કે તેના સત્તાધીશોની બાયોગ્રાફી લખાય તો પ્રસ્તાવના થી અંત સુધી "હજારોમાં જમીન લીધી લાખોમાં વેચી" જેવી અનાર કહાની જ જોવા મળે. મુખ્યમંત્રી ની પુત્રી અનાર પટેલના વાઇલ્ડ વર્લડ રીસોર્ટ ને મીટર કાપડના ભાવે અપાયેલ કરોડોની જમીન મોદીની બેટી બચાઓ યોજના નો હીસ્સો છે. પંચોતેર વરસે રીટાયર્ડ ની અમિત શાહે જાહેર કરેલી સ્કીમથી ઉતાવળા બનેલા આનંદીબેન અને સુરેન્દ્રકાકા જેવા વયોવ્રુધ્ધ નેતાઓ " ભાગતા ભુતની ચોટલી ભલી " ની જેમ જે મળ્યુ તે ઉલેચવા મંડ્યા છે. ઔડાના પ્લોટ સેટીંગ , ઝોનફેર , એન.એ , નવી ટીપી જેવા કામોમાં કરોડોનો ભ્રષ્ટાચાર આચરતી ભાજપા નો થયેલો આ પર્દાફાશ પાશેરા માં પુણી જેવો છે. સુરેન્દ્રકાકા ની હાલત છીંડે ચડ્યો એ ચોર જેવી કરી તેમનાથી છેડો ફાડી નાખવાની કોશીશમાં વ્યસ્ત ભાજપ બેનકાબ થઇ ચુક્યુ છે. જયરાજસિંહ જણાવે છે કે અનાર કાંડ બાદ પણ ખુરશી ને વળગી રહેનાર આનંદીબેન પાસેથી નૈતિકતાના આધારે કોઇ સ્પષ્ટતાની અપેક્ષા કોંગ્રેસ રાખતી જ નથી ત્યારે ખાતો નથી ખાવા દેતો નથી ના ચુનાવી ડાયલોગ ને ઓહીયા કરી ગયેલ ભાજપ ને જનતા જ જવાબ આપશે. - જયરાજસિંહ પરમાર

The post કોટડીયા , કાકા અને બેન અંદરોઅંદર સમજીને જાહેર કરે ચાર કરોડ કોના ખિસ્સામાં ગયા : જયરાજસિંહ appeared first on Vishva Gujarat.This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

કોટડીયા , કાકા અને બેન અંદરોઅંદર સમજીને જાહેર કરે ચાર કરોડ કોના ખિસ્સામાં ગયા : જયરાજસિંહ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×