Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

જાણો… લસણ ખાવાના અગણિત ફાયદા

Garlic health benefits

લસણ એક મહત્વપૂર્ણ પ્રાકૃતિક એન્ટીબાયોટિક તરીકે કાર્ય કરે છે. સવારે ખાલી પેટે લસણ ખાવું વધુ પ્રભાવી હોય છે કારણ કે આનાથી બેક્ટેરિયા નાશ પામે છે. લસણનું સેવન હરસ, કબજિયાત અને કાનમાં થતાં સંક્રમણમાં લાભકારી સાબિત થાય છે, આ સિવાય પણ લસણનું સેવન કરવાના ગજબના ફાયદા છે. લસણનો ઉપયોગ દરેક પ્રકારના ભોજનમાં કરવામાં આવે છે. તમે વિચારી પણ નહીં શકો કે લસણની એક કળી આપણા શરીરની અંદર પેદા થનારા અનેક રોગોને ખતમ કરે છે. ખાલી પેટે લસણનું સેવન અનેક રોગોના ઉપચારમાં પ્રભાવી છે. ફેફસાની બીમારી માટે : જો તમને બ્રોન્કાઈનલ સંબંધી બીમારી હોય તો તેના માટે આ ઉપચાર અપનાવો. જેમાં ૨૦૦ ગ્રામ લસણ, ૭૦૦ ગ્રામ બ્રાઉન શૂગર અને એક લીટર પાણી લો. પાણીમાં લસણ અને શૂગર ઉકાળીને આ મિશ્રણનું દિવસમાં ત્રણવાર એક એક ચમચી સેવન કરવું. ડાયરિયામાં રાહત : પેટ સંબંધી સમસ્યાઓ જેમ કે ડાયરિયા વગેરેના ઉપચારમાં પણ લસણનું સેવન પ્રભાવશાળી રીતે ફાયદો કરે છે. આ સિવાય લસણ તંત્રિકાઓ સંબંધી બીમારીઓના ઉપચારમાં પણ મદદ કરે છે. પરંતુ તેના માટે ખાલી પેટે લસણનું સેવન કરવું. સાવધાની : જો તમને લસણથી કોઈપણ પ્રકારની એલર્જી હોય તો આ બે વાતો ખાસ ધ્યાન રાખવી. ક્યારેય કાચું લસણ ન ખાવું અને જો તમને ત્વચા સંબંધી કોઈ સમસ્યા થાય, તાવ આવે કે માથામાં દુઃખાવો થાય તો લસણનું સેવન બંદ કરી દેવું. શ્વસનતંત્રને મજબૂત બનાવે છે : લસણનું સેવન શ્વસનતંત્ર માટે પણ લાભકારી સાબિત થાય છે. આ ટ્યૂબરક્લોસિસ, અસ્થમા, ન્યૂમોનિયા, શરદી, બ્રોન્કાઈટિસ, જુની શરદી, ફેફસામાં સંક્રમણ અને કફ વગેરે સમસ્યાઓમાં ઝડપથી ફાયદો કરે છે. ટ્યૂબરક્લોસિસમાં લાભકારી : ક્ષય રોગમાં લસણ પર આધારિત ઉપચાર અજમાવી શકાય છે. જેના માટે એક દિવસમાં લસણના આખા ગાંઠિયાનું સેવન કરવું. આને કેટલાક ભાગમાં વહેંચીને તમારી ઈચ્છા પ્રમાણે સેવન કરી શકો છો. જો તમે લસણને કાચું કે હળવું સાંતળીને ખાશો તો પણ લાભ થશે. ભૂખ વધારે છે : લસણનું સેવન પાચનની પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે અને જેને ભૂખ ન લાગતી હોય તેમની ભૂખ પણ વધારે છે. લસણ તણાવને ઘટાડવામાં પણ મદદ કરે છે. જ્યારે પણ ગભરામણ થાય છે ત્યારે પેટમાં એસિડનું નિર્માણ થાય છે અને લસણનું સેવન આ એસિડને બનતા અટકાવે છે. વૈકલ્પિક ઉપચાર : જ્યારે ડિટોક્સીફિકેશનની વાત આવે છે ત્યારે વૈકલ્પિક ઉપચારમાં લસણ પ્રભાવી સાબિત થાય છે. લસણ એટલું પ્રભાવશાળી છે કે શરીરમાં પેદા થતાં બેક્ટેરિયા અને વિષાક્ત પદાર્થો સામે રક્ષણ આપે છે. વિવિધ બીમારીઓ જેમ કે ડાયાબિટીસ, ટ્યૂફ્સ, ડિપ્રેશન અને કેટલાક પ્રકારના કેન્સરના ઉપચારમાં પણ મદદગાર સાબિત થાય છે. હાઈ બ્લડપ્રેશરથી બચાવે : કેટલાક લોકોનું માનવું છે કે લસણનું સેવન કરવાથી હાઈપરટેન્શનમાં આરામ મળે છે. લસણનું સેવન ન માત્ર લોહીના પરિભ્રમણને વધારે છે પરંતુ હૃદય સંબંધી સમસ્યાઓને પણ દૂર કરે છે. લસણનું સેવન લીવર અને મૂત્રાશયને પણ કાર્યરત રાખવામાં મદદ કરે છે. આ લાભ મેળવવા માટે તમારા ખોરાકમાં લસણનું સેવન કરવાનું શરૂ કરી દો. આ સિવાય પણ તમે સવારે રોજ લસણની એક કળી પાણી સાથે ગળી શકો છો.

The post જાણો… લસણ ખાવાના અગણિત ફાયદા appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

જાણો… લસણ ખાવાના અગણિત ફાયદા

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×