Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Gujarat માં વન મહોત્‍સવના માધ્યમથી ૧૩ કરોડ રોપા વાવવાનો લક્ષ્‍યાંક

Gujarat Van Mahotsav 13 Crode Plantation Target By Forest Department

Gujarat માં રાજ્યકક્ષાના વન મહોત્‍સવ ઉપરાંત તમામ જિલ્‍લાઓમાં જે તે જિલ્લા પ્રભારીમંત્રી ઓના હસ્‍તે જિલ્‍લાકક્ષાના વન મહોત્‍સવ-ર૦૧૬ની ઉજવણી કરવામાં આવી રહી છે. વધુમાં તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, તાલુકાઓ તથા ૪પ૦૦ ગામોમાં વન મહોત્‍સવ ઉજવણી કરી લોકોને વૃક્ષ ઉછેર માટે પ્રેરિત કરી લોકો થકી રાજ્યમાં અંદાજિત ૧૩.૯પ કરોડ રોપાની વાવણી થાય તેવા પ્રયાસ-લક્ષ્યાંક વન વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્‍યો છે. રાજ્યમાં ૬૭મા રાજ્યકક્ષાના વન મહોત્‍સવ-૨૦૧૬ ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્‍થળોએ મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલના હસ્‍તે મહિસાગર વન, આમ્ર વન, એકતા વન અને શહીદ વન એમ કુલ ચાર નવા સાંસ્‍કૃતિક વનનું નિર્માણ કરવામાં આવશે. જેમાંથી તાજેતરમાં મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં વહેરાખાડી ખાતે મહીસાગર વનનું લોકાર્પણ પણ કરવામાં આવ્‍યું છે. રાજ્યમાં ચાર નવા સાંસ્‍કૃતિક વનના નિર્માણની સાથે કુલ ૧૬ વન થશે. રાજ્યમાં વન મહોત્‍સવ ઉજવણી સાથે સાંસ્‍કૃતિક વનનું નિર્માણ કરી લોકાર્પણની પહેલ સને ર૦૦૪માં રાજ્યના તત્‍કાલિન મુખ્‍યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવી હતી. ગયા વર્ષ સુધી ગુજરાત રાજ્યમાં વન મહોત્‍સવ ઉજવણીના ભાગરૂપે ૧ર સાંસ્‍કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે આ મુજબ છે.

ક્રમાંક સાંસ્‍કૃતિક વન સ્‍થળ વર્ષ વિસ્‍તાર(હે.) વાવેલ વૃક્ષો વાવેલ અન્‍ય છોડ
પુનિતવન ગાંધીનગર ર૦૦૪ ૬.૦ ૪૮૦૦ પ૪૦૦૦
માંગલ્‍યવન અંબાજી ર૦૦પ ૩.પ ૩પ૦૦ ૪ર૦૦૦
તીર્થકર વન તારંગા ર૦૦૬ ૫.૪ ૪૩૦૦ પ૧૦૦૦
હરિહર વન સોમનાથ ર૦૦૭ ૧.૬ ૧૦૦૦ ૧૦૦૦૦
ભકિત વન ચોટીલા ર૦૦૮ પ.૮ પ૬૦૦ ૪૪૦૦૦
શ્‍યામલ વન શામળાજી ર૦૦૯ ૬.૩ ૪૮૦૦ ૬ર૦૦૦
પાવક વન પાલીતાણા ર૦૧૦ ૭.૪ ૬૩૦૦ ૭૭૦૦૦
વિરાસત વન પાવાગઢ ર૦૧૧ ૬.૫ પર૦૦ ૬ર૦૦૦
ગોવિંદગુરૂ સ્મૃતિવન માનગઢ ર૦૧ર ૫.૦ ૪૦૦૦ ર૦૦૦૦
૧૦ નાગેશ વન દ્વારકા ર૦૧૩ ૬.૦ ૪૮૦૦ પ૪૦૦૦
૧૧ ભકિતવન કાગવડ ર૦૧૪ ૭.પ ૭પ૦૦ ૭પ૦૦૦
૧૨ જાનકી વન ભીનાર ર૦૧પ ૯.૦ ૩૬૦૦ ૪પ૦૦૦
કુલ ૭૦.૦૦ પ૫૪૦૦ ૫૯૬૦૦૦
  સાંસ્‍કૃતિક વનની તમામ જગ્‍યાઓ ઐતિહાસિક/ધાર્મિક/સાંસ્‍કૃતિક મહત્‍વ ધરાવે છે, એ જગ્‍યાઓનું મહત્‍વ સામાન્‍ય જનતા સુધી પહોંચે, સાથો સાથ તે જ જગ્‍યાની મુલાકાત લેતા વ્‍યકિતઓને વૃક્ષ ઉછેર અને વૃક્ષો અંગે જાણકારી મળે સાથો સાથ તે સ્‍થાનનું મહત્‍વ પર્યટનની દૃષ્‍ટિએ વધે તેવા ઉદ્દેશથી સાંસ્‍કૃતિક વનનું નિર્માણ કરવામાં આવે છે.  ચાલુ વર્ષે રાજ્યમાં ચાર સ્‍થળોએ રાજ્ય કક્ષાના વધુ ચાર સાંસ્‍કૃતિક વનનું નિર્માણ થનાર છે, જેની વિગત આ મુજબ છે.
ક્રમાંક સાંસ્‍કૃતિક વન સ્‍થળ વર્ષ વિસ્‍તાર(હે.) વાવેલ વૃક્ષો વાવેલ અન્‍ય છોડ
મહીસાગર વહેરાખાડી ૨૦૧૬ ૬.૦ ૪૦૦૦ ૮૫૦૦૦
આમ્રવન બાલચૌંઢી ૨૦૧૬ ૫.૦ ૫૧૦૦ ૫૫૦૦૦
એકતા વન મોતા ૨૦૧૬ ૬.૮ ૫૦૦૦ ૮૫૦૦૦
શહીદ વન ભૂચરમોરી ર૦૧૬ ૧૦.૦ ૮૦૦૦ ૯૫૦૦૦
 કુલ ર૭.૮૦ રર૧૦૦ ૩ર૦૦૦૦
  રાજ્યના વન વિભાગના અથાગ પ્રયાસો અને ગુજરાતની જનતાની સક્રિય ભાગીદારીથી ગુજરાતમાં વન સર્વેક્ષણ સંસ્‍થા દહેરાદૂનના અહેવાલ મુજબ ૧પ વર્ષમાં ૯૬ ટકા વધારો નોંધાયેલ છે. જ્યારે આજ સમયગાળામાં ભારતમાં ૧૩ ટકાનો વધારો થયેલ છે. ર૦૦૧માં ગુજરાત વૃક્ષાચ્‍છાદિત વિસ્‍તારના ક્ષેત્રે સોળમા ક્રમે હતું, જ્યારે ર૦૧પમાં દેશમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે. ફક્ત ગોવા અને દિલ્‍હી જેવા બે નાના રાજ્યો ગુજરાત કરતા આગળ છે. ગુજરાત વન વિભાગ દ્વારા કરાયેલી વૃક્ષ ગણતરી મુજબ ર૦૦૪માં વન બહારના વિસ્‍તારમાં રપ.૧ કરોડ વૃક્ષો હતા તે વધીને ર૦૧૪ના અભ્‍યાસ મુજબ ૩૦.૧૪ કરોડ થવા પામેલ છે. જેથી વૃક્ષોની સંખ્‍યામાં પણ ર૦ ટકાનો વધારો એકદશકમાં નોંધાયેલ છે. ૧૯૯૫માં ચેરનો વન વિસ્‍તાર ૩૯૭ ચો.કી.મી. હતો તે ર૦૧પમાં વધીને ૧૧૦૩ ચો.કી.મી. એટલે કે, આશરે ત્રણ ગણો થયો છે., એવી જ રીતે વન વિસ્‍તાર ૧૯૯૧માં ૧૧૯૦૭ ચો.કી.થી વધીને ર૦૧પમાં ૧૪૬૬૦ ચો.કી.મી. થયો છે, એટલે રપ વર્ષમાં વન આવરણમાં ર૩ ટકાનો વધારો થયો છે. આમ, વૃક્ષાચ્‍છાદિત વિસ્‍તાર, ચેર વિસ્‍તાર, વન આવરણ વિસ્‍તારમાં નોંધપાત્ર વધારાનો શ્રેય ગુજરાતની જનતાને જાય છે.  

The post Gujarat માં વન મહોત્‍સવના માધ્યમથી ૧૩ કરોડ રોપા વાવવાનો લક્ષ્‍યાંક appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Gujarat માં વન મહોત્‍સવના માધ્યમથી ૧૩ કરોડ રોપા વાવવાનો લક્ષ્‍યાંક

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×