Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

મોંઘવારીમાં રાહત : Petrol ૮૯ પૈસા, Diesel ૪૯ પૈસા પ્રતિ લિટર સસ્તું

petrol, diesel prices reduced, petrol 89 paisa, disel 49 paisa cheap now

સામાન્ય જનતાને મોંઘવારીથી થોડી રાહત મળી છે. આજે પેટ્રોલના ભાવમાં ૮૯ પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં ૪૯ પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટેલા ભાવ કાલે મોડી રાત્રે લાગૂ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સપ્તાહ બાદ ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક મહિનાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો હતો. આ પહેલા ૧૫ જૂને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આ ૬ સપ્તાહમાં ઇંધણના ભાવમાં ચોથી વધારો થયો હતો. ૧૫ જૂને પેટ્રોલના ભાવમાં ૫ પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં ૧.૨૬ પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. તેમજ આ પહેલા ૩૧ મે પર ૨.૫૮ રૂપિયા અને ડીઝલ ૨.૨૬ રૂપિયા મોંઘુ કરવામાં આવ્યું હતું. મેટ્રો શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પેટ્રોલના ભાવમાં ઘટાડો થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ ૬૪.૭૬ રૂપિયા પ્રતિ લિટર અને મુંબઈ ૬૯.૩૨ રૂપિયા પ્રતિ લિટર મળશે. તેમજ કોલકાતામાં ૬૭.૭૯ રૂપિયા અને ચેન્નાઈમાં ૬૪.૨૪ રૂપિયા પ્રતિ લિટર મળશે. તેમજ ડીઝલના ભાવમાં ઘટાડો થયા બાદ દિલ્હીમાં ૫૪.૭૦ રૂપિયા પ્રતિ લિટર અને મુંબઈમાં ૬૦.૦૦ રૂપિયા પ્રતિ લિટર મળશે. તેમજ કોલકાતામાં ડીઝલ ૫૬.૮૯ રૂપિયા અને ચેન્નાઈમાં ડીઝલ ૫૬.૨૫ રૂપિયા પ્રતિ લિટર પર મળશે. દિલ્હી-એનસીઆરમાં પેટ્રોલના નવા ભાવ તેમજ દિલ્હી-એનસીઆર પ્રદેશની વાત કરીએ તો ફરીદાબાદ પેટ્રોલના ભાવ ૬૪.૮૭ રૂપિયા પ્રતિ લિટર, ગુડગાંવમાં ૬૪.૬૧ રૂપિયા પ્રતિ લિટર, નોઈડામાં ૬૭.૮૩ રૂપિયા પ્રતિ લિટર અને ગાઝિયાબાદમાં ૬૭.૭૩ રૂપિયા પ્રતિ લિટર સુધી પહોચ્યું છે. દિલ્હી-એનસીઆરમાં ડીઝલના નવા ભાવ દિલ્હી-એનસીઆર પ્રદેશની વાત કરીએ તો ફરીદાબાદમાં ડીઝલના ભાવ ૫૫.૦૭ રૂપિયા પ્રતિ લિટર, ગુડગાંવમાં ૫૪.૮૩ રૂપિયા પ્રતિ લિટર, નોઈડામાં ૫૬.૧૩ રૂપિયા પ્રતિ લિટર અને ગાઝીયાબાદમાં ૫૬.૦૩ રૂપિયા પ્રતિ લિટર સુધી પહોચ્યા છે.

The post મોંઘવારીમાં રાહત : Petrol ૮૯ પૈસા, Diesel ૪૯ પૈસા પ્રતિ લિટર સસ્તું appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

મોંઘવારીમાં રાહત : Petrol ૮૯ પૈસા, Diesel ૪૯ પૈસા પ્રતિ લિટર સસ્તું

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×